પતિ નિક જોનાસ કરતા પણ વધુ અમીર છે પ્રિયંકા ચોપરા, આટલા અધધધ કરોડની સંપત્તિની છે માલિક

બોલિવુડ

અભિનેત્રી પ્રિયંકા ચોપરા બોલીવુડની દેશી ગર્લ તરીકે ઓળખાય છે. ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી પ્રિયંકા તાજેતરમાં જ તેના પતિ નિક જોનાસ સાથે અમેરિકા શિફ્ટ થઈ ગઈ છે. તેમણે માત્ર બોલીવુડમાં જ નહિં પરંતુ હોલીવુડ અને ઘણા ટીવી શોઝમાં પણ ઘણા લાંબા સમય સુધી પોતાની સુંદર એક્ટિંગના જલવા બતાવ્યા છે. પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018 માં અમેરિકન પોપ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા અને ત્યાર પછી તે અમેરિકા શિફ્ટ થઈ ગઈ.

રસપ્રદ વાત એ છે કે નિક પોતાની પત્ની પ્રિયંકા કરતા 10 વર્ષ નાનો છે, તો સંપત્તિની બાબતમાં પણ નિક પ્રિયંકા કરતા ખૂબ પાછળ છે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા જણાવીશું કે નિક અને પ્રિયંકા પાસે કેટલી સંપત્તિ છે અને કેવી છે તેમની લક્ઝરી લાઈફ.

સમાચારોનું માનીએ તો પ્રિયંકા 200 કરોડથી પણ વધુની સંપત્તિની માલિક છે. બીજી બાજુ તેના પતિ નિક જોનાસની વાત કરીએ, તો તેની પાસે 175 કરોડની સંપત્તિ છે. બંને લક્ઝરી લાઈફ પસંદ કરે છે અને તેમની પાસે લક્ઝરી બંગલાથી લઈને મોંઘી મોંઘી કાર સુધી એશો આરામની બધી ચીજો છે.

પ્રિયંકાએ નિક જોનાસ સાથે લગ્ન પછી કેલિફોર્નિયામાં 144 કરોડ રૂપિયાનો એક લક્ઝરી બંગલો ખરીદ્યો હતો. જણાવી દઈએ કે આ લક્ઝરી બંગલામાં 7 બેડરૂમ અને 11 બાથરૂમ છે. સાથે જ બંગલો ચારે બાજુથી હરિયાળીથી ઘેરાયેલો છે.

નિક અને પ્રિયંકાએ દુનિયાના ઘણા દેશોમાં લક્ઝરી બંગલા ખરીદ્યા છે. તેમની પાસે ગોવામાં પણ એક બંગલો છે, જે દરેક એશો આરામની સુવિધાથી સજ્જ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ નિક અને પ્રિયંકાનો આ બંગલો ગોવાના બાગા બીચ પાસે આવેલો છે. કહેવાય છે કે આ બંગલાની કિંમત 20 કરોડ રૂપિયા છે. ઘણી વખત પ્રિયંકા અહીં પોતાની રજાઓ પસાર કરતા જોવા મળી છે.

મુંબઈમાં પણ પ્રિયંકા પાસે એક બંગલો છે, જેનું નામ દરિયા મહેલ છે. મુંબઈના વર્સોવામાં આવેલા આ બંગલાની કિંમત 100 કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. માનવામાં આવે છે કે દરિયા મહેલ પ્રિયંકાનો સૌથી ફેવરિટ મહેલ છે. આ મહેલની ખાસ વાત એ છે કે તેને 1930 માં બ્રિટિશ આર્કિટેક્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

બંગલા ઉપરાંત પ્રિયંકાને મોંઘી કારનો પણ શોખ છે. તેની પાસે હાર્લે ડેવિડસન સ્ટ્રીટ 500 રેસિંગ બાઇક છે. જણાવી દઈએ કે આ બાઈકની કિંમત 4 લાખ રૂપિયાથી વધુ છે. ખાસ વાત એ છે કે પ્રિયંકાએ આ બાઇક ત્યારે ખરીદી હતી જ્યારે તે ખતરોં કે ખિલાડીની ત્રીજી સિઝન હોસ્ટ કરતી હતી.

પ્રિયંકા પાસે ઘણી મોંઘી કાર પણ છે. તેમની પાસે રોલ્સ રોયલ ઘોસ્ટ છે, જેની કિંમત 5 કરોડ 25 લાખ રૂપિયા છે. આ ઉપરાંત BMW 7 છે, જે 1 કરોડ 95 લાખ રૂપિયાની કાર છે. આ ઉપરાંત પ્રિયંકા મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ (1 કરોડ 21 લાખ રૂપિયા), પોર્શ કેયેન (1 કરોડ 4 લાખ રૂપિયા), કર્મા ફિશર (76 લાખ રૂપિયા), બીએમડબલ્યુ 5 (52 લાખ રૂપિયા) જેવી કારની માલિક છે.