જન્મ પછીથી હોસ્પિટલમાં દાખલ છે પ્રિયંકા-નિકનું બાળક, 12 અઠવાડિયા પહેલા જન્મ લીધો હતો બાળકે

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ જ્યારથી માતા બનવાની ઘોષણા કરી છે ત્યારથી ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પરંતુ હવે જે મીડિયા રિપોર્ટ સામે આવ્યા છે તે મુજબ પ્રિયંકા ચોપરા-નિક જોનાસની નવજાત બાળકી હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. શું છે આ નાની પરીનું હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ તમને આગળ જણાવીએ.

મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રિયંકાના ઘરે 15 જાન્યુઆરીએ પુત્રીનો જન્મ થયો હતો. ત્યાર પછી તેમના ન્યૂબોર્ન બેબીને લઈને એક અન્ય મીડિયા રિપોર્ટ સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રિયંકાના બાળક એ ડિલિવરી ડેટના 12 અઠવાડિયા પહેલા જન્મ લીધો છે, એટલે કે પ્રિયંકા ચોપરાનું બાળક પ્રી-મેચ્યોર છે.

કેલિફોર્નિયામાં હોસ્પિટલમાં છે દાખલ: ડેલીમેન એ પોતાના રિપોર્ટમાં સૂત્રના હવાલે માહિતી આપતા લખ્યું છે- પ્રિયંકા ચોપરા-નિક જોનાસની પુત્રી ડિલિવરી ડેટના 12 અઠવાડિયા પહેલા સાઉદર્ન કેલિફોર્નિયા હોસ્પિટલમાં જન્મ લીધો છે. રિપોર્ટ મુજબ જ્યાં સુધી ન્યૂબોર્ન બેબી હેલ્ધી નહીં થાય ત્યાં સુધી તેને હોસ્પિટલમાં રાખવામાં આવશે. સંપૂર્ણ સ્વસ્થ થયા પછી જ નિક અને પ્રિયંકા તેને ઘરે લઈ જઈ શકશે.

બેબી માટે પહેલાથી જ તૈયાર હતી પ્રિયંકા: કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા-નિકના બાળકની ડિલિવરી ડેટ એપ્રિલમાં હતી. પરંતુ બાળકનો જન્મ 12 અઠવાડિયા પહેલા પ્રી-મેચ્યોર થયો છે. જો કે સમાચાર છે કે પ્રિયંકા ચોપરાએ પોતાના તમામ વર્ક કમિટમેન્ટ્સ પહેલાથી જ પૂર્ણ કરી લીધા છે. જેથી તે બાળકના જન્મ પછી મધરહુડ ને એંજોય કરી શકે. પ્રિયંકા એ બાળકના દુનિયામાં આવ્યાના 1 અઠવાડિયા પછી ગુડન્યૂઝ ચાહકો સાથે શેર કર્યા છે.

સરોગસી દ્વારા બની માતા: શુક્રવારે પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં ગુડન્યૂઝ આપતા લખ્યું – અમને એ જણાવતા ખુશી થાય છે કે અમે સરોગસી દ્વારા બાળકનું સ્વાગત કર્યું છે. આ ખાસ સમયમાં, અમે અમારી પ્રાઈવેસી માટે અપીલ કરીએ છીએ જેથી અમે અમારા પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. આભાર. બોલિવૂડ દિવા પ્રિયંકા ચોપરાએ જેવી માતા બનવાની ઘોષણ કરી છે ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ સમાચાર સામે આવ્યા પછી ચાહકો અને સેલેબ્સ અભિનેત્રીને અભિનંદન આપી રહ્યા છે.