પ્રિયંકા ચોપરા એ શેર કરી બર્થડે સેલિબ્રેશનની કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો, મિત્રો સાથે ચિલ કરતા જોવા મળી અભિનેત્રી, જુવો આ તસવીરો

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ‘દેશી ગર્લ’ કહેવાતી પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ 18 જુલાઈએ પોતાનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આ દરમિયાન પ્રિયંકાના જન્મદિવસની કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં તે તેની પુત્રી માલતી મેરી ચોપરા સાથે જોવા મળી હતી. આ ઉપરાંત નિક જોનાસે કેટલીક સુંદર તસવીરો પણ શેર કરી હતી જેમાં બંને એકબીજા સાથે રોમાંસ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, પ્રિયંકા ચોપરાએ પોતાના જન્મદિવસના સેલિબ્રેશનની કેટલીક અનસીન તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સાથે જ ચાહકો પણ પ્રિયંકાની આ તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે. ચાલો જોઈએ પ્રિયંકાના જન્મદિવસની ન જોયેલી તસવીરો.

જન્મદિવસ પર મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળી પ્રિયંકા ચોપરા: વાયરલ થઈ રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે પ્રિયંકા ચોપરા પીળા રંગની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. ટ્રાન્સપરન્ટ બિકીની પહેરેલી પ્રિયંકા ચોપરા ખૂબ જ બોલ્ડ સ્ટાઈલમાં જોવા મળી. આ તસવીરોમાં તેની સાથે પતિ નિક જોનાસ પણ જોવા મળી રહ્યા છે. બંનેની હાથ પકડેલી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

સાથે જ વાત કરીએ નિક જોનાસ વિશે તો તેમણે બ્લેક કલરના ટી-શર્ટ સાથે શોર્ટ્સ પહેરી છે અને સાથે કેપ પણ પહેરી છે. આ પહેલા નિક જોનાસે પ્રિયંકા ચોપરા સાથે પોતાની તસવીરો શેર કરી હતી જેમાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. આ તસવીરો શેર કરતાં નિક જોનાસે કેપ્શનમાં લખ્યું હતું કે, “હેપ્પી બર્થડે માય લવ, મને ગર્વ છે કે હું જીવનની આ સફર પર તમારી સાથે છું, આઈ લવ યૂ પ્રિયંકા.”

આ ઉપરાંત પ્રિયંકા ચોપરાની કેટલીક અન્ય તસવીરોમાં તે સફેદ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે અને આ તસવીરોમાં તે પોતાના પરિવાર અને મિત્રો સાથે ખૂબ ચિલ કરતા જોવા મળી.

તસવીરોમાં જોઈ શકાય છે કે પ્રિયંકા સાથે તેની બહેન પરિણીતી ચોપરા, માતા મધુ ચોપરા, પતિ નિક જોનાસ અને તેના કેટલાક ખાસ મિત્રો સાથે જોવા મળી રહી છે. પ્રિયંકા દરેક તસવીરમાં મસ્તી કરતા જોવા મળી રહી છે.

આ ઉપરાંત એક તસવીરમાં પ્રિયંકા પોતાની 6 મહિનાની પુત્રી માલતી મેરી સાથે તસવીરમાં જોવા મળી રહી છે. જોકે તેણે પોતાની પુત્રીના ચેહરા પર હાર્ટ ઇમોજી લગાવી દીધું.

આ તસવીરો શેર કરતા પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું કે, “એક છોકરી અને તેની બર્થડે ટીમ. આટલા પ્રેમાળ લોકો સાથે સમય પસાર કરવા બદલ આભારી છું. મારા પ્રિય નિક જોનાસ એ ખૂબ જ સુંદર આયોજન કર્યું. અત્યાર સુધીના સૌથી યાદગાર જન્મદિવસ માટે તમારો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી. તમે ખરેખર જાણો છો કે પ્રેમ કેવી રીતે કરવો, હું ખૂબ નસીબદાર છોકરી છું.”

આ છે પ્રિયંકાની આગામી ફિલ્મો: જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં હોલિવૂડ ફિલ્મ ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’માં જોવા મળશે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થશે. આ ઉપરાંત પણ પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં ‘સિટાડેલ’ અને ‘એન્ડિંગ થિંગ્સ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે હોલિવૂડ પ્રોજેક્ટ ‘મેટ્રિક્સ’ પણ છે.