બર્થ સર્ટિફિકેટથી સામે આવ્યું પ્રિયંકા ચોપરાની પુત્રીનું નામ, જાણો નિક અને પ્રિયંકા એ પોતાની પુત્રીનું નામ શું રાખ્યું છે

બોલિવુડ

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ખૂબ વ્યસ્ત છે. તેનું કારણ તેની પુત્રી છે જે થોડા સમય પહેલા તેમના આંગણે પહોંચી છે. પ્રિયંકા અને નિક જોનાસને લગ્ન પછી પહેલું સંતાન મળ્યું છે. જેના કારણે બંને ખુબ ખુશ જોવા મળી રહ્યા છે. જોકે, તેમની પુત્રીનો જન્મ સરોગસી દ્વારા થયો હતો.

પુત્રીને લઈને ખૂબ જ ઉત્સાહિત પ્રિયંકા ચોપરાએ આ વાત મીડિયાથી છુપાવી રાખી હતી. કોઈને ખબર ન હતી કે પ્રિયંકાનો નવો મહેમાન પુત્ર છે કે પુત્રી છે. પછી પુત્રી વિશે જાણવા મળ્યું. હવે બર્થ સર્ટિફિકેટથી પ્રિયંકાની પુત્રીનું નામ પણ સામે આવ્યું છે. અભિનેત્રીએ ખૂબ જ અજીબ કોમ્બિનેશન વાળું નામ રાખ્યું છે.

નિક જોનાસ સાથે થઈ ગયો હતો પ્રેમ: બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતનાર પ્રિયંકા ચોપરાનું દિલ નિક જોનાસ એ જીતી લીધું હતું. પહેલા તેનું નામ ઘણા કલાકારો સાથે જોડાયું હતું. અહીં સુધી કે શાહરૂખ ખાન સાથે પણ તેના અફેરની ચર્ચા પણ સાંભળવા મળી હતી. જો કે છેવટે તેણે તેના કરતા ઘણા વર્ષ નાના નિક જોનાસ સાથે લગ્ન કર્યા.

બંને અત્યારે અમેરિકામાં રહે છે. આ કપલ અવારનવાર તેમની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. પ્રિયંકા ચોપરા અમેરિકાના રસ્તાઓ પર ફરતા જોવા મળે છે. લગ્ન પછી બંને માતા-પિતા બનવા ઈચ્છતા હતા. છેવટે સરોગસીની મદદથી તેનું સપનું પૂરું થયું.

જાન્યુઆરીમાં આપ્યા હતા સારા સમાચાર: પ્રિયંકા ચોપરાએ માતા બનવા માટે સરોગસીની મદદ લીધી હતી. મીડિયાને આ વાતની જાણ ન હતી કે તેનું બાળક બીજી સ્ત્રીના ગર્ભમાં ઉછરી રહ્યું હતું. 21 જાન્યુઆરીએ પ્રિયંકા અને નિકે સારા સમાચાર સંભળાવ્યા હતા કે તેમના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. જો કે પુત્રી કેવી દેખાય છે, તે લાંબા સમય સુધી રાજ રહ્યું હતું.

બંને પોતાની પુત્રીની તસવીર શેર કરતા નથી. જો કે રિપોર્ટ મુજબ તેમની પુત્રીનો જન્મ સમય પહેલા થયો હતો. બાળકીનો જન્મ એપ્રિલમાં થવાનો હતો પરંતુ તેનો જન્મ 12 અઠવાડિયા પહેલા થયો હતો. જેના કારણે તેને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રાખવી પડી હતી. હવે તે ઠીક છે અને તેના માતાપિતા સાથે છે.

જાણો શું રાખ્યું છે પ્રિયંકાએ પોતાની પુત્રીનું નામ: પ્રિયંકા ચોપરાએ પોતાની પુત્રીનું નામ જણાવ્યું નથી. છતાં પણ તેનું નામ મીડિયામાં આવી ગયું છે. તેનું કારણ તે બર્થ સર્ટિફિકેટ છે જે તાજેતરમાં બંનેએ બનાવ્યું છે. આ સર્ટિફિકેટ દ્વારા ઘણા રાજ ખુલ્યા છે. જેમ કે બાળકનો જન્મ કેલિફોર્નિયામાં 15 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યે થયો હતો. તેનો જન્મ સૈન ડિએગોમાં થયો હતો.

જો કે પુત્રીના નામની ઓફિશિયલ માહિતી મળી નથી. છતાં પણ સર્ટીફિકેટમાં તેનું નામ માલતી મૈરી ચોપરા જોનાસ લખેલું છે. આ નામના અજીબ કોમ્બિનેશનનો પણ અર્થ હોઈ શકે છે. તેમાં માલતી હિંદુ છે તો મેરી ક્રિશ્ચિયન નામ છે. ત્યાર પછી બંનેએ પોતપોતાની સરનેમ જોડી દીધી છે. બાળકી હવે આ નામથી ઓળખાશે.