નિકની આ કિંમતી ચીજો પર રહે છે પ્રિયંકાની નજર, તક મળતા જ ચોરી લે છે અભિનેત્રી

બોલિવુડ

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની જોડી ખૂબ જ લોકપ્રિય અને ચાહકોની ફેવરિટ છે. લગ્ન પછીથી બંનેનો સાથ લગભગ 4 વર્ષનો થઈ ચુક્યો છે. બંને વચ્ચે થોડા સમય સુધી ડેટિંગ ચાલી હતી. ત્યાર પછી કપલ એ પહેલા ભારતમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. પછી કપલએ ખ્રિસ્તી લગ્ન કર્યા હતા.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ વર્ષ 2018માં લગ્નના બંધનમાં બંધાયા હતા. પોતાનાથી 10 વર્ષ નાના નિક સાથે લગ્ન કરીને પ્રિયંકા ખૂબ જ ખુશ હતી. બંનેએ ખૂબ જ ધામધૂમથી અને રોયલ સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. આ કપલ અવારનવાર પોતાના તમામ ચાહકોને કપલ ગોલ આપતી રહે છે. બંનેની ગણતરી સિને જગતની મોસ્ટ લવ્ડ કપલ્સમાં થાય છે.

નિક અને પ્રિયંકા એકબીજા પર ખૂબ પ્રેમ વરસાવે છે. બંને એકબીજા પર જાન છિડકે છે. બંનેનો પ્રેમ જગજાહેર છે. બંને પબ્લિક પ્લેસ પર રોમાન્સ કરતા પણ શરમાતા નથી. ભલે ગમે તે થઈ જાય પરંતુ એ તો માનવું જ પડશે કે તેમના યંગ ચાહકો બંનેની રિલેશનશિપ જોઈને ઈંસ્પિરેશન લે છે.

પ્રિયંકા અને નિકના સંબંધોમાં ઘણી વખત લોકોએ ખોટી વાત કહી છે, પરંતુ બંનેને તેનાથી કોઈ ફરક પડતો નથી. ખરેખર નિક અને પ્રિયંકાની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે, જોકે છતાં પણ બંને વચ્ચે ખૂબ પ્રેમ છે. ટૂંક સમયમાં નિક ત્રીસ વર્ષનો થવા જઈ રહ્યો છે, જ્યારે પ્રિયંકા ચોપરા 40 વર્ષની થઈ ચુકી છે.

પ્રિયંકા અને નિકને ટ્રોલિંગથી કોઈ ફરક પડતો નથી. તે પોતાના ઘણા ઇન્ટરવ્યુ દ્વારા ટ્રોલર્સને કરાર જવાબ આપી ચુકી છે. ફરી એક વખત તાજેતરમાં જ પ્રિયંકા એક ઈન્ટરવ્યુમાં શામેલ થઈ છે. પરંતુ આ દરમિયાન તેણે એક મજેદાર ખુલાસો કરતા કહ્યું છે કે તે તેના પતિ નિક જોનાસના કપડા ચોરીને પહેરે છે. આ ઉપરાંત પણ પ્રિયંકા પોતાના પતિની ચીજો ચોરી લે છે.

પ્રિયંકા ઘણી વખત નિકના કપડામાં જોવા મળી ચુકી છે. જ્યારે તેને આ વિશે સવાલ કરવામાં આવ્યા ત્યારે તેણે કહ્યું કે ‘હું હંમેશા પતિના કપડાં પહેરું છું. બસ હું તેના જૂતામાં ફિટ નથી આવતી, નહીં તો તે જૂતા પણ ચોરી લેત. તે કોર્ડ્સ અને સેટ્સ પહેરે છે અને હું તેનું જેકેટ પહેરું છું. હું તેના સનગ્લાસ પણ ચોરી લવ છું. નિક જોનાસ પાસે ખૂબ જ કમાલના કપડાં છે. ઘણી વખત તેમને ખબર પણ નથી પડતી કે મેં તેમના કયા કપડા ચોર્યા છે.’

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં પ્રિયંકા તેની વેબ સીરિઝ ‘સિટાડેલ’નું શૂટિંગ કરી રહી છે. સાથે જ તેની આગામી ફિલ્મમાં ‘જી લે જરા’ પણ શામેલ છે.