પ્રિયંકા ચોપડા અડધી રાત્રે ઉઠીને નિક જોનસ માટે કરે છે આ કામ, દેશી ગર્લ એ પોતે જ કર્ય ખુલાસો

બોલિવુડ

બોલિવૂડની દેશી ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડા લગ્ન પછી તેની એક્ટિંગથી વધુ તેની પર્સનલ લાઇફ વિશે ચર્ચામાં રહે છે. પ્રિયંકાએ અમેરિકન પૉપ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે આ લગ્ન બોલિવૂડના સૌથી ચર્ચિત અને લોકપ્રિય લગ્નમાંના એક હતા. આ લગ્નની યાદો આજે પણ લોકોના મગજમાં તાજી છે, તમને જણાવી દઇએ કે આ કપલ જે કરણે સૌથી વધુ ચર્ચામાં રહે છે, તે છે તેમની ઉંમરનું અંતર છે. જોકે, તેની અસર નિક અને પ્રિયંકાના પ્રેમ પર ક્યારેય પડી નથી. જણાવી દઈએ કે તેમના લગ્નને 2 વર્ષ થયા છે અને આજ સુધી તેમની વચ્ચે કોઈ તકરારના સમાચાર મળ્યા નથી. આજે અમે તમને પ્રિયંકા અને નિકના પ્રેમના કેટલાક સાંભળ્યા ન હોય તેવા કિસ્સા જણાવવા જઈ રહ્યા છીએ.

આ કારણે નિક માટે અડધી રાત્રે ઉઠે છે પ્રિયંકા: એવું કહેવામાં આવે છે કે પ્રિયંકા તેના પતિ નિકની ખૂબ સંભાળ રાખે છે, તે નિકની દરેક નાની-મોટી બાબતોનું ધ્યાન રાખે છે. પ્રિયંકા અડધી રાત્રે ઉઠીને પણ નિકનું ધ્યાન રાખે છે. ખરેખર નિક જોનાસને ટાઇપ 1 ડાયાબિટીસ છે, આ જ કારણ છે પ્રિયંકા અડધી રાત્રે ઉઠીને પણ નિકની ડાયાબિટીસનું લેવલ ચેક કરતી રહે છે. સામાન્ય રીતે નિક અને પ્રિયંકા પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહે છે અને બંનેને એકબીજા સાથે વધારે સમય પસાર કરવાની તક મળતી નથી. પરંતુ જ્યારે પણ તેઓ સાથે રહે છે, ત્યારે પ્રિયંકા ઘણીવાર રાત્રે ઉઠીને પણ નિકનું શુગર લેવલ ચેક કરતી રહે છે.

જણાવી દઈએ કે માત્ર 13 વર્ષની ઉંમરે, નિક ડાયાબિટીઝનો શિકાર બન્યો હતો. આ વાતનો ખુલાસો પ્રિયંકા ચોપડાએ પોતે જ એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો. પ્રિયંકાએ કહ્યું હતું કે નિક એક ખુલ્લા વિચાર વાળો વ્યક્તિ છે અને તેને ખુલીને જીવવું પસંદ છે, તેથી મારે તેનું વધુ ધ્યાન રાખવું પડે છે. પ્રિયંકાએ તેના આ જ ઇન્ટરવ્યુમાં એ પણ કહ્યું હતું કે નિકને ઇન્ડિયન કલ્ચર ખૂબ પસંદ છે, તેથી તે મારા કોઈપણ કામમાં રોક‌-ટોક નથી કરતો.

જાણો શા માટે દેશી ગર્લ એ પસંદ કર્યો વિદેશી દુલ્હો: પ્રિયંકાના ચાહકોના મગજમાં વારંવાર સવાલ ઉઠે છે કે શું ભારતમાં દુલ્હાની અછત હતી કે પ્રિયંકા એ વિદેશી દુલ્હો પસંદ કર્યો. જો તમે પણ આ વિચારો છો, તો આજે અમે તમારા આ સવાલનો જવાબ પણ આપવાના છીએ. ખરેખર પ્રિયંકા, નિક જોનાસનું ગીત ‘ક્લોઝ’ ને જોયા પછી તેના પર ફિદા થઈ ગઈ હતી અને તેને નિકને ડેટ કરવાનું નક્કી કર્યું હતું. જણાવી દઇએ કે આ વાતનો ખુલાસો પ્રિયંકાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. તે જ ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે મને તે ગીતમાં નિક જોનાસ એટલો હોટ લાગ્યો કે મેં તેને મારો સાથી બનાવવાનો નિર્ણય કર્યો.

જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા તેની એક્ટિંગ સિવાય ફેશન સ્ટેટમેંટ માટે પણ જાણીતી છે. પ્રિયંકાને ફૂટવેર ખૂબ પસંદ છે. એવું કહેવામાં આવે છે કે તેના વોર્ડરોબમાં 80 જોડીની હીલ્સનું કલેક્શન છે. તેને દરેક ડ્રેસ સાથે જુદી જુદી હીલ્સ પહેરવાનું પસંદ છે. આટલું જ નહીં, પ્રિયંકાને કપડા અને ઝ્વેલરી પણ ખૂબ પસંદ છે.

Leave a Reply

Your email address will not be published.