પોતાની સાસુ કરતા માત્ર આટલી જ નાની છે પ્રિયંકા ચોપરા, જાણો કેટલાક ઉંડા રહસ્યો

બોલિવુડ

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ વર્ષ 2018 માં નિક જોનાસ સાથે લગ્ન કર્યા અને વિદેશી પુત્રવધૂ બની ગઈ. નિક અને પ્રિયંકાની જોડી દુનિયાની સૌથી ગ્લેમરસ અને સ્ટાઇલિશ કપલમાંની એક છે, તેથી આ કપલ હંમેશાં ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે લગ્ન પછી પ્રિયંકા નિકના પરિવાર સાથે અમેરિકામાં સેટલ થઈ ચુકી છે. જોકે એક પતિ અને પત્ની તરીકે, પ્રિયંકા અને નિકની જબરદસ્ત અંડરસ્ટેંડિંગ છે, જે ઘણી વખત કપલ ગોલ્સ સેટ કરતા જોવા મળે છે. આ સિવાય નિકના પરિવારમાં પ્રિયંકાની સૌથી વધુ ક્લોઝ નિકની માતા ડેનિસ જોનાસ છે. પ્રિયંકાનો તેની સાસુ સાથેનો જબરદસ્ત બોન્ડિંગ છે. કહેવામાં આવે છે કે ડેનિસ તેની ત્રણ પુત્રવધૂમાંથી સુથી વધુ પ્રિયંકાને પસંદ કરે છે. એટલું જ નહીં સુંદરતાની દ્રષ્ટિએ બંને એકબીજાને ટક્કર આપતી જોવા મળે છે. તો આજની આ પોસ્ટમાં તમને ડેનિસ અને પ્રિયંકાના કેટલાક કિસ્સાઓની સાથે તેની સુંદર તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.

પ્રિયંકાથી માત્ર આટલા જ વર્ષ મોટી છે તેની સાસુ: તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રિયંકા અને તેની સાસુ ડેનિસની ઉંમરમાં બહુ મોટો તફાવત નથી. જ્યારે પ્રિયંકા ચોપરાની ઉંમર 37 વર્ષ છે, તો તેની સાસુ 54 વર્ષની છે. બંને વચ્ચે માત્ર 16 વર્ષનો તફાવત છે. બંનેને જોઈને ઘણી વાર લોકો તેમને સાસુ-વહૂ નહીં પણ દેવરાણી-જેઠાણી કહે છે.

જણાવી દઈએ કે ડેનિસ જોનાસ સુંદરતાની દ્રષ્ટિએ પણ તેની પુત્રવધૂ પ્રિયંકાને ટક્કર આપતી જોવા મળે છે. ડેનિસ પણ ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ છે. એટલું જ નહીં ડેનિસને ભારતીય પરંપરાઓ પ્રત્યે ઘણો પ્રેમ છે. આ જ કારણ છે કે ડેનિસ તેમના પુત્ર નિકની રીંગ સેરેમની અને લગ્ન માટે ભારત આવી હતી. અને અહીં તેણે વેસ્ટર્ન કલ્ચર નહિં પરંતુ ભારતીય સંસ્કૃતિનો આનંદ માણ્યો હતો. ડેનિસ સાડી અને સલવાર સૂટ જેવા ભારતીય લુકમાં ખૂબ જ સુંદર લાગતી હતી.

ડેનિસે તેની પૂત્રવધૂ પ્રિયંકાને લગ્નમાં આપી હતી આ ખાસ ગિફ્ટ: પ્રિયંકા અને ડેનિસની જબરદસ્ત બોન્ડિંગ ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. પ્રિયંકા ચોપડા તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પરથી ઘણીવાર તસવીરો શેર કરે છે. જે તેના ચાહકોને ખૂબ પસંદ આવે છે. જણાવી દઈએ કે ડેનિસે તેની પુત્રવધૂ પ્રિયંકાને લગ્નના ખાસ પ્રસંગે ડાયમંડ ઇયરિંગ્સ ગિફ્ટ કરી હતી. આ એરિંગ્સની કિંમત, 79,500 યુએસ ડોલર હતી, ભારતીય રૂપિયામાં તેની કિંમત લગભગ 60 લાખ રૂપિયા હતી. આટલું જ નહીં, પ્રિયંકાને તેની સાસુ તરફથી કેટલાક ખાસ ઘરેણાં પણ મળ્યાં હતા. આ ઘરેણાંની કિંમત પણ લાખોમાં હતી.

આ બધી બાબતોથી સ્પષ્ટ થાય છે કે ડેનિસ અને પ્રિયંકાને એક બીજા પ્રત્યે કેટલો પ્રેમ છે. જણાવી દઈએ કે પ્રિયંકાની સાસુ ડેનિસ વ્યવસાયે શિક્ષક છે અને તે 4 પુત્રોની માતા છે. જેમાં કવિસ જોનાસ (32), જો જોનાસ (30), નિક જોનાસ (27) અને ફ્રેન્કી જોનાસ (19) છે. નિક સિવાય તેના ત્રણ ભાઈઓ પણ અમેરિકન સિંગર અને અભિનેતા છે. જણાવી દઈએ કે નિકના સૌથી નાના ભાઈ ફ્રેન્કી સિવાય અન્ય ત્રણ ભાઈઓના લગ્ન થઈ ચુક્યા છે. સૌથી મોટા ભાઈ કેવિને ડેનિયલ સાથે લગ્ન કર્યા, જ્યારે બીજા ભાઈ જોની પત્ની સોફી ટર્નર છે, જે એક અભિનેત્રી છે. આટલું જ નહીં, કેવિન અને જોને બાળકો પણ છે, એટલે કે, ડેનિસ દાદી પણ બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published.