ખૂબ જ ચતુરાઈથી જિત્યો હતો પ્રિયંકા ચોપડાએ મિસ વર્લ્ડનો એવોર્ડ, જો સત્ય સામે આવી જાત તો…

બોલિવુડ

બોલિવૂડમાં દેશી ગર્લ તરીકે જાણીતી સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપડા આજકાલ અમેરિકામાં રહે છે. પ્રિયંકા તાજેતરમાં જ તેની લોન્ચ થયેલી બુક ‘અનફિનિશ્ડ’ ને કારણે સમાચારોમાં છે, જેમાં તેણે ઘણા મોટા અને આશ્ચર્યજનક ખુલાસા કર્યા છે. તેમાં તેણે ફિલ્મ ઈંડસ્ટ્રીનું કાળું સત્ય અને પર્સનલ લાઈફ સાથે જોડાયેલા કેટલાક કિસ્સા શેર કર્યા છે.

પ્રિયંકા ચોપરાએ તેના જીવનમાં ઘણી મોટી ઉપલબ્ધિઓ મેળવી છે. તેમાંની એક અથવા એમ કહીએ કે સૌથી પહેલી ઉપલબ્ધિ હતી મિસ વર્લ્ડનો એવોર્ડ જીતવો. તેણે વર્ષ 2000 માં મિસ વર્લ્ડનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. આ એવોર્ડ વિશે પ્રિયંકાએ ખુલાસો કર્યો છે. પ્રિયંકાએ કહ્યું છે કે કેવી રીતે તેણે આ એવોર્ડ જીત્યો હતો. મિસ વર્લ્ડનો એવોર્ડ જીત્યા પહેલા તેને એક અકસ્માતમાં ઈજા થઈ હતી. તે ઈજાને તેણે કોઈ જુગાડથી છુપાવી હતી.

એક પ્રાઇવેટ શોમાં પ્રિયંકા ચોપડાએ મિસ વર્લ્ડ 2000 નો એવોર્ડ જીત્યા પહેલાની ઘટનાને યાદ કરતાં કહ્યું કે, ‘સ્ટેજ પર જતા પહેલા હું મારા વાળને કર્લ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યાં લગભગ 90 છોકરીઓ હાજર હતી, જે બેકસ્ટેઝમાં આમથી તેમ ફરી રહી હતી અને તેમની હેરસ્ટાઇલ અને મેકઅપ કરાવી રહી હતી. તે જ સમયે, હું પણ મારા વાળને કર્લ કરવાનો પ્રયત્ન કરી રહી હતી અને આ દરમિયાન મને કોઈ છોકરીનો ધક્કો લાગ્યો અને મારી સ્કિન પર નિશાન બની ગયા.

આગળ આ વાતનો ખુલાસો કરતાં અભિનેત્રીએ કહ્યું કે, ‘તે ઘટના દરમિયાન મારી સ્કિન પર એક મોટો ડાઘ થઈ ગયો હતો. મેં મારો ડાઘ કન્સિલર અને વાળથી છુપાવી લીધો. હું ઘણીવાર વિચારું છું કે, શું ખરેખર મેં મારા વાળથી મારા ડાઘ છુપાવ્યા હતા’ પ્રિયંકા ચોપરાની આ વાત સાંભળીને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા અને આ જુગાડની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે. જણાવી દઇએ કે અભિનેત્રીએ પહેલા પણ ઘણા મોટા ખુલાસા કર્યા છે. એકવાર તેણે કહ્યું હતું કે તે મિસ વર્લ્ડ દરમિયાન તે વોર્ડરોબની માલફંક્શનનો પણ શિકાર બની હતી અને તેણે કહ્યું કે કેવી રીતે તેણે ચતુરાઈથી તેને છુપાવ્યું હતું. લોકોને લાગ્યું કે તે નમસ્તે કરી રહી છે પરંતુ તે તેનો ડ્રેસ સંભાળી રહી હતી.

પ્રિયંકાએ આ પહેલા વડા પ્રધાન સાથેની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. વર્ષ 2017 માં, દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે મુલાકાત કરવા ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન, પ્રિયંકા પણ તેની આગામી ફિલ્મ ‘બેવોચ’ના પ્રમોશન માટે જર્મનીમાં હતી. પ્રિયંકાએ તે દરમિયાન વડા પ્રધાન સાથે મુલાકાત કરી હતી. તે સમય દરમિયાન તેણે ટૂંકી ડ્રેસ પહેરી હતી જેને લઈને તેને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી હતી.

જો આપણે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરાના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો અભિનેત્રી તાજેતરમાં જ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘ધ વ્હાઇટ ટાઇગર’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને આદર્શ ગૌરવ પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને લોકોનો ખૂબ સારો રિસપોન્સ મળ્યો હતો. આ સાથે તેણે ‘ટેક્સ્ટ ફોર યુ’ અને ‘મેટ્રિક્સ 4’ નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ‘ધ વ્હાઇટ ટાઇગર’માં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. તેમના ચાહકોનું માનવું છે કે આ ફિલ્મ માટે તેને ઓસ્કાર એવોર્ડ પણ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.