10 માં ધોરણમાં છોકરા સાથે આ કામ કરતા પકડાઈ ગઈ હતી પ્રિયંકા ચોપડા, જાણો કેવું હતું ઘરના સભ્યોનું રિએક્શન

બોલિવુડ

પ્રિયંકા ચોપડા બોલિવૂડ અને હોલીવુડ બંનેમાં પોતાની ઓળખ બનાવી ચુકી છે. લોકડાઉન અને કોરોના વાયરસ દરમિયાન તે ઘરે ફ્રી બેઠી હતી. આવી સ્થિતિમાં તેમણે પોતાની બાયોગ્રાફી ‘અનફિનિશ્ડ’ લખી છે. ગયા મંગળવારે તેણે આ બુક લોન્ચ કરી છે. આ બુકમાં પ્રિયંકાની સ્કૂલ લાઈફનો એક રસપ્રદ કિસ્સો પણ છે જે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

આ વાત ત્યારની છે જ્યારે પ્રિયંકા યંગ હતી અને અમેરિકામાં રહીને સ્કૂલનો અભ્યાસ કરી રહી હતી. તે સમય દરમિયાન, પ્રિયંકા અમેરિકાના ઇન્ડિયાનાપોલિસમાં તેની માસી કિરણની પાસે રહેતી હતી. તેના સ્કૂલના દિવસો દરમિયાન, પ્રિયંકાનું દિલ અમેરિકાના છોકરા પર આવી ગયું હતું. પ્રિયંકાએ તેની બુકમાં તેનું નામ જાહેર કર્યું નથી તેથી તેને કાલ્પનિક નામ બૉબ આપ્યું છે.

પ્રિયંકાએ બુકમાં જણાવ્યું છે કે દસમા ધોરણના અભ્યાસ દરમિયાન તેનું દિલ બૉબ નામના એક છોકરા પર આવી ગયું હતું. બૉબની વાતચીત અને મજાક કરવાની સ્ટાઈલ પ્રિયંકાને ખૂબ પસંદ હતી. તે તેની સાથે ખૂબ સમય પસાર કરવા લાગી ગતી. તેણે બોબ સાથે લગ્ન કરવાની યોજના પણ બનાવી લીધી હતી.

એકવાર બોબ સાથે રોમાંસ કરવો પ્રિયંકાને ખૂબ મોંઘો પડી ગયો હતો. તેની માસી ક્યાંક બહાર ગઈ હતી. આવી સ્થિતિમાં પ્રિયંકાએ બોબને તેના ઘરે બોલાવ્યો. બંને એકબીજાનો હાથ પકડીને સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા હતા. ત્યારે જ પ્રિયંકાની માસી આવી ગઈ. તે તેમના આવવાનો સમય ન હતો, પરંતુ તે અચાનક આવી ગઈ હતી. તેનાથી પ્રિયંકા ગભરાઈ ગઈ.

અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ બોબને બેડરૂમની આલમારીમાં છુપાવી દીધો. તેણે કહ્યું કે હું માસીને કોઈ સામાન લેવા માટે બહાર મોકલીશ પછી તુ બહાર આવી જજે. પછી જ્યારે માસી આવી ત્યારે તે ખૂબ જ ગુસ્સામાં હતી. તે પરિયંકાના રૂમની ચારેય બાજુ ધ્યાનથી જોવા લાગી. પછી તેની નજર અલમારી પર ગઈ. તેને પ્રિયંકાને અલમારી ખોલવા માટે કહ્યું.

પ્રિયંકા ખૂબ જ ડરી ગઈ. પરંતુ તેને માસીની જીદ આગળ અલમારી ખોલવી પડી. આ અલમારીમાંથી એક છોકરો બહાર આવ્યો. ત્યાર પછી માસીએ પ્રિયંકાની મમ્મીને કોલ કર્યો અને કહ્યું કે હું વિચારી પણ નથી શકતી કે આ છોકરીએ મારી સામે ખોટું બોલ્યું અને અલમારી માંથી છોકરો બહાર આવ્યો.

આ ઘટન પછી પ્રિયંકાની મમ્મીએ પુત્રીને કેવી રીતે હેંડલ કરી તે તો તે જ જાણે. કામની વાત કરીએ તો તાજેતરમાં જ ‘ધ વ્હાઈટ ટાઈગર’ ફિલ્મ રીલિઝ થઈ છે. તેમાં તે રાજ કુમાર રાવ સાથે જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published.