પદ્મિની કોલ્હાપુરે 70 અને 80 ના દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રી હતી. આ સમયે તે તેના પુત્ર પ્રિયાંક શર્માના લગ્નને લઈને ચર્ચામાં છે. પ્રિયાંક શર્મા પદ્મિની કોલ્હાપુરેનો પુત્ર તેમજ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ પણ છે. તાજેતરમાં પ્રિયાંક શર્માએ ફરીથી લગ્ન કર્યા છે. આ વખતે તેણે તેની પત્ની શઝા મોરાની સાથે હિન્દુ અને ખ્રિસ્તી રિવાજો સાથે લગ્ન કર્યા.
આ નવી કપલના લગ્નની તસવીરો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ કપલના લગ્નના બધા ફંક્શન માલદીવમાં આયોજિત કરવામાં આવ્યા છે. તેના આ ફંક્શનમાં પ્રિયાંક અને શાજાના નજીકના સબંધીઓ અને મિત્રો હાજર હતા. આ દરમિયાન બધા લોકોએ ખૂબ મસ્તી કરી. જે વાયરલ થઈ રહેલી તસવીરોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. તેમના લગ્નમાં બોલિવૂડની અનેક હસ્તીઓ પણ હાજર રહી હતી.
નોંધપાત્ર વાત એ છે કે અભિનેત્રીના પુત્ર પ્રિયાંકે 4 ફેબ્રુઆરીએ ફિલ્મ નિર્માતા કરીમ મોરાનીની પુત્રી શજા મોરાની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. થોડા દિવસો પહેલા કપલની હલ્દી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ કપલના લગ્નના બધા ફંક્શન માલદીવમાં આયોજિત કરવામાં આવ્યા છે. તેમના કેટલાક ફંક્શન મુંબઇમાં પણ થવાના હતા, પરંતુ બંનેએ વધતા કોરોના વાયરસને કારણે આ ફંક્શન કેંસલ કર્યા હતા.
આ તસવીરોમાં જોઇ શકાય છે કે સાત ફેરા લેતી વખતે શાજાએ જ્યારે લાઈટ પિંક અને સિલ્વરનો લહેંગો પહેર્યો હતો, તો પ્રિયાંકે ક્રીમ કલરની શેરવાની પહેરી હતી. દુલ્હો અને દુલ્હન બંને ખૂબ સુંદર સ્ટાઈલમાં જોવા મળી રહ્યા હતા. બંને મંડપમાં હસતા જોઈ શકાય છે. અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેના પુત્ર પ્રિયાંકના લગ્નમાં બોલીવુડના મોટા સ્ટાર્સ પણ શામેલ થયા હતા.
આ લગ્નમાં બોલિવૂડથી જેકી શ્રોફ અને અનિલ કપૂર પણ પહોંચ્યા હતા. આ બંને કલાકારોએ દુલ્હા-દુલ્હન સાથે તસવીરો પણ લીધી હતી. આ કપલે હિન્દૂ રીતી રિવાઝ સાથે લગ્ન કર્યા પછી ક્રિશ્ચન રીવાજ સાથે પણ લગ્નની રસમો નિભાવી. પ્રિયાંક સાથે લગ્ન કરવા માટે શજા વ્હાઈટ કલરનું ગાઉન અને હાથમાં ફૂલનો ગુલદસ્તો લઈને પાપા કરીમ મોરાનીનો હાથ પકડીને પહોંચી હતી.
જણાવી દઈએ કે શજા અને પ્રિયાંક શર્માએ 23 ડિસેમ્બર 2020 ના રોજ સગાઈ કરી હતી અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા તેમના ચાહકોને આ માહિતી આપી હતી. આ કપલ એકબીજાને લગભગ 10 વર્ષોથી ઓળખે છે. અભિનેત્રીનો પુત્ર પ્રિયાંક હિન્દુ છે જ્યારે શજા મુસ્લિમ ધર્મની છે. આવી સ્થિતિમાં આ કપલે બંને ધર્મો અનુસાર લગ્ન કરવાનું મન બનાવી લીધું છે. હવે માત્ર બંનેના નિકાહ થવાના બાકી છે.
આ લગ્ન અને તેની જુદી જુદી રસમોને લઈને બંને પરિવાર ખૂબ જ ઉત્સાહિત છે. પ્રિયાંકના કામની વાત કરીએ તો તેણે 2013 માં ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હિરોથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય પ્રિયાંક 2020 ની શરૂઆતમાં રિલીઝ થયેલી ફિલ્મ સબ કુશલ મંગલમાં પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં ભોજપુરી સ્ટાર રવિ કિશનની પુત્રી રીવાએ પણ ડેબ્યૂ કર્યું હતું. તો તેમની પત્ની શજા મોરાનીએ આસિસ્ટંટ ડાયરેક્ટર તરીકે ઓલવેઝ કભી કભી અને હેપ્પી ન્યૂ યરમાં પણ કામ કર્યું હતું.