કિરણ રાવને છુટાછેડા પછી આટલા અધધ પૈસા આપશે આમિર ખાન, પહેલી પત્નીને આપી હતી 50 કરોડની એલીમની

બોલિવુડ

કિરણ રાવ અને આમિર ખાન અલગ થયા તેને લગભગ એક અઠવાડિયાથી વધુનો સમય થઈ ગયો છે. પરંતુ સોશિયલ મીડિયા પર આજે પણ તેની ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે આમિર ખાન અને કિરણ રાવ 15 વર્ષ સુધી સાથે રહ્યા પછી અલગ થઈ ગયા છે. બંને પક્ષ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે પરસ્પર સંમતિથી તે અલગ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે જ્યારથી તેમણે અલગ થવાની વાત કહી છે. ત્યારથી સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના રિએક્શન જોવા મળી રહ્યા છે. કેટલીકવાર આમિરના ત્રીજા લગ્નની અફવાઓ ઉડે છે. તો ક્યારેય કંઈક અલગ. હવે આ સ્થિતિમાં એક પગલું આગળ વધતા આ સમાચાર સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે કે જો તે બંને અલગ થઈ ગયા છે તો આમિર ખાન કિરણ રાવને કેટલી સંપત્તિ છુટાછેડા માટે આપશે.

એ તો તમે દરેક જાણો છો કે કિરણ રાવ પહેલા, જ્યારે આમિર ખાને તેની પહેલી પત્ની રીના દત્તા સાથે છૂટાછેડા લીધા હતા. ત્યારે તેને રીના દત્તાને છૂટાછેડા માટે 50 કરોડ ચૂકવવા પડ્યા હતા અને આ તે સમયના બોલીવુડના સૌથી મોંઘા છુટાછેડા માનવામાં આવ્યા હતા. એક મીડિયા રિપોર્ટ મુજબ અભિનેતા આમિર ખાનની કુલ સંપત્તિ લગભગ 1434 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે લગભગ 85 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. હવે આવી સ્થિતિમાં લોકોના મનમાં આ સવાલ ઉભો થાય છે કે કિરણથી અલગ થવા પર આમિર ખાનને કેટલા પૈસા તેમને આપવા પડશે અને કઈ શરતો સાથે તેમણે પોતાને અલગ કર્યા છે?

મીડિયા રિપોર્ટ્સ મુજબ કિરણ રાવની કુલ સંપત્તિ લગભગ 40 મિલિયન અમેરિકન ડોલર છે. જણાવી દઈએ કે કિરણ રાવ એક મહિલા ડિરેક્ટર તરીકે ટોપ કમાણી કરનાર છે. આ ઉપરાંત કિરણ રાવ પાસે પોતાનાનું એક લક્ઝરી ઘર અને મોંઘી ગાડીઓ છે. જોકે કિરણે ક્યારેય પણ એ સ્પષ્ટ કહ્યું નથી કે તેની પાસે ઘર અને કેટલી ગાડીઓ છે. જણાવી દઈએ કે કિરણ એક ખૂબ સારી ડાયરેક્ટર છે.

જેમણે ઘણી સારી સારી ફિલ્મો બનાવી છે. જોકે આ બંનેએ અલગ રહેવાનો નિર્ણય તો ઘણા સમય પહેલા કરી લીધો છે, પરંતુ આગળ શું થશે? તે તો સમય જ નક્કી કરશે, પરંતુ એટલું તો નક્કી છે કે આ વર્ષનો સૌથી ગરમ મુદ્દો આ જ છે. સોશિયલ મીડિયા પર બધાના અલગ-અલગ રિએક્શન આ મુદ્દા પર છે, પરંતુ બધા ફરીને વાત એક જ કરી રહ્યા અને તે છે આમિર અને કિરણ રાવની.

એક સોશ્યલ મીડિયા રિપોર્ટ મુજબ કિરણને 500 કરોડ રૂપિયા આમિરથી અલગ થવા પર મળી શકે છે. પરંતુ તેને લઈને કોઈ નક્કર પુરાવા આજ સુધી મળ્યા નથી અને ન તો કોઈ જગ્યાએ તેના વિશે કોઈ સમાચાર છપાયા છે. જણાવી દઈએ કે આમિર ખાને કિરણ સાથે મળીને થોડા દિવસો પહેલા જ આ નિવેદન જાહેર કર્યું હતું કે તે બંને ખુશ છે અલગ-અલગ રહેશે, પરંતુ હા કેટલાક પ્રોજેક્ટ્સ એવા છે. જેના પર તે બંને સાથે મળીને કામ કરશે.

બંનેના લગ્નની વાત કરીએ તો બંનેએ 2005 માં લગ્ન કર્યાં હતાં. બંનેને એક પુત્ર આઝાદ છે. હવે જો વાત કિરણના કામની કરીએ તો તે પ્રોડ્યૂસર, સ્ક્રીનરાઈટર અને ડાયરેક્ટર છે. તેમણે ‘જાને તુ … યા જાને ના’, ‘ધોબી ઘાટ’, ‘દંગલ’, ‘તલાશ’, ‘સિક્રેટ સુપરસ્ટાર’, ‘પીપલી લાઈવ’ જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે. આ સાથે તેણે ધોબી ઘાટને ડાયરેક્ટ પણ કરી છે. કિરણ બોલિવૂડ સ્ટાર્સ વાઇફમાં સૌથી સફળ મહિલાઓમાંની એક છે.