આ 5 અભિનેત્રીઓ શૂટિંગ દરમિયાન જ થઈ ગઈ હતી પ્રેગ્નેંટ, નંબર 5 ના તૂ લગ્ન પણ થયા ન હતા

બોલિવુડ

આ દિવસોમાં બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પ્રેગ્નેંટ છે. કરીના કપૂરથી લઈને અનુષ્કા શર્મા સુધી તે તેના બાળકની રાહ જોઇ રહી છે. આ સાથે જ બોલિવૂડ સિંગર નેહા કક્કરની પ્રેગ્નેંસીને લઈને પણ એક અફવા ઉડી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેઓ ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. અહીં અમે તમને તે જ 5 અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જયા બચ્ચન: જ્યારે જયા બચ્ચને અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા હતા, ત્યારે ફિલ્મ ‘શોલે’ નું શૂટિંગ શરૂ થયું હતું. જયા બચ્ચન તે સમયે પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. આ ફિલ્મના એક સીનમાં ઝયા બચ્ચનનો બેબી બમ્પ પણ જોવા મળ્યો હતો. પછી જયાએ એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ તેણે શ્વેતા રાખ્યું છે.

જુહી ચાવલા: જૂહી ચાવલાએ ઉદ્યોગપતિ જય મહેતા સાથે વર્ષ 1995 માં લગ્ન કર્યા હતા. આ કપલને આજે જાન્હવી અને અર્જુન નામના બે બાળકો પણ છે. જય મહેતા સાથે લગ્ન કર્યા પછી પણ જુહી ચાવલા ફિલ્મોમાં કામ કરી રહી હતી. પહેલી વાર જ્યારે તે પ્રેગ્નેંટ થઈ ત્યારે તેને અમેરિકાથી એક સ્ટેઝ શોની ઓફર મળી હતી, જેને જુહીએ સ્વીકારી લીધી હતી. બીજી વાર ફિલ્મ ‘જંકાર બીટ્સ’ ના શૂટિંગ દરમિયાન તે પેગ્નેંટ થઈ હતી.

એશ્વર્યા રાય બચ્ચન: ફિલ્મ ‘હિરોઈન’ ના શૂટિંગ દરમિયાન એશ્વર્યા રાય પ્રેગ્નેંટ થઈ ગઈ હતી, જેના કારણે શૂટિંગ રોકવું પડ્યું હતું. એશ્વર્યા ફિલ્મના કેટલાક સીન શૂટ પણ કરી ચુકી હતી. જોકે છેલ્લે તેને ફિલ્મ છોડવી પડી અને આ ફિલમાં એશ્વર્યા રાયની જગ્યાએ કરીના કપૂરને કાસ્ટ કરવામાં આવી.

કાજોલ: વર્ષ 2010 માં ફિલ્મ ‘વી આર ફેમિલી’ ના શૂટિંગ દરમિયાન કાજોલ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. ફિલ્મમાં કાજોલે ત્રણ બાળકોની માતાની ભૂમિકા નિભાવી હતી. પ્રેગ્નેંસીની હાલતમાં પણ કાજોલે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. સાથે તે ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટ્સમાં પણ જોવા મળી હતી. અજય દેવગન ઇચ્છતા હતા કે કાજોલ આરામ કરે, પરંતુ કાજોલ ડિલિવરી પહેલાંના થોડા સમય સુધી કામ કરી રહી હતી. પછી કાજોલે એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ તેણે યુગ રાખ્યું.

શ્રીદેવી: દિવંગત અભિનેત્રી શ્રીદેવી હવે આ દુનિયામાં નથી. વર્ષ 2018 માં તેમનું અવસાન થયું હતું. ફિલ્મ ‘જુદાઇ’ ના શૂટિંગ દરમિયાન શ્રીદેવી પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. આ પછી તેમણે એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ તેમણે જાન્હવી રાખ્યું. બોની કપૂર આ ફિલ્મના પ્રોડ્યૂસર હતા. એવું કહેવામાં આવે છે કે જ્યારે તે માતા બની હતી, ત્યારે તેના લગ્ન પણ થયા ન હતા અને તે સમયે તેનું અફેર બોની કપૂર સાથે ચાલી રહ્યું હતું. આવી સ્થિતિમાં બંનેને ઉતાવળમાં લગ્ન કરવા પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.