મેરેજ એનિવર્સરી પર વિરાટથી દુર છે પ્રેગ્નેંટ અનુષ્કા, ભાવુક થઈને કહી આ વાત…

બોલિવુડ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ભારતના એક પ્રખ્યાત મેરિડ કપલ છે. સોશિયલ મીડિયા પર બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી છે. વિરાટ અને અનુષ્કાના લગ્નને આજે 3 વર્ષ થઈ ગયા છે. આવી સ્થિતિમાં તે તેની ત્રીજી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહી છે.

તેમની એનિવર્સરી પર વિરુષ્કાએ એક બીજાને શુભેચ્છા પણ પાઠવી છે. તેમને આ વખતે સોશિયલ મીડિયા દ્વારા વિશ કરીને કામ ચલાવવું પડ્યું. ખરેખર વિરાટ હાલમાં અનુષ્કા સાથે નથી. બીજી તરફ, અનુષ્કા પ્રેગ્નેંટ પણ છે. આવી સ્થિતિમાં બંને માટે આ એનિવર્સરી ખાસ બની રહિ છે.

તેમની ત્રીજી એનિવર્સરી પર, અનુષ્કાએ પતિ વિરાટને ખૂબ જ સુંદર રીતે શુભેચ્છા પાઠવી છે. તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની અને વિરાટની રોમેન્ટિક તસવીર શેર કરી છે. આ તસવીરમાં અનુષ્કા કુદરતી દ્રશ્યોની વચ્ચે વિરાટને ગળે લાગેલી જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતી વખતે અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું હતું – 3 વર્ષ સાથે… અને ટૂંક સમયમાં અમે પણ ત્રણ થઈ જશુ. મિસ યૂ.

બીજી તરફ, વિરાટ કોહલીએ પણ તેના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની એક તસવીર પોસ્ટ કરીને અનુષ્કાને શુભેચ્છા પાઠવી છે. આ તસવીરમાં અનુષ્કા ખુશીથી વિરાટ તરફ જોઈ રહી છે. આ તસવીર શેર કરતા વિરાટે કેપ્શનમાં લખ્યું છે કે ‘3 વર્ષ અને આગળ પણ જીવનભર સાથે રહેશુ.’

નોંધપાત્ર વાત એ છે કે વિરાટ અનુષ્કાએ વર્ષ 2017 માં આ જ દિવસે એટલે કે 11 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. આ લગ્ન ઇટાલીમાં થયાં હતાં. તેમના લગ્ન ત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. આ બંનેએ લગ્ન પહેલા ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કરી છે. બંનેની પહેલી મુલાકાત એક એડ શૂટિંગ દરમિયાન થઈ હતી. અહીંથી જ તેનો પ્રેમ વધ્યો હતો.

લગ્નના ત્રણ વર્ષ પછી, આ કપલ પેરન્ટ્સ બનવા જઈ રહી છે. આ વર્ષે ઓગસ્ટમાં, બંનેએ તેમના માતાપિતા બનવાના સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા. તેમના ઘરે જાન્યુઆરી 2021 માં, એક નાનો મહેમાન આવી શકે છે. ચાહકો પણ આતુરતાથી વિરુષ્કાના બાળકની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે વિરાટ હાલમાં વનડે ને કારણે ઓસ્ટ્રેલિયામાં છે. અનુષ્કા તેના પરિવાર સાથે મુંબઇમાં છે.

Leave a Reply

Your email address will not be published.