આરાધ્ય બચ્ચન વિશે જ્યોતિષે કરી હતી આ ભવિષ્યવાણી, સાંભળીને બચ્ચન પરિવારના કાન થઈ ગયા હતા ઉભા

બોલિવુડ

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન વિશે જેટલી વાત કરવામાં આવે તેટલી ઓછી છે. તેમણે પોતાનું આખું જીવન એક્ટિંગને આપી દીધું છે. આજે તે એ શિખર પર બેઠા છે જ્યાં જવું દરેક માટે શક્ય નથી. અમિતાભ બચ્ચનની સાથે જ તેમની પત્ની જયા બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન પણ એક્ટિંગ સાથે જોડાયેલા છે. આ બધાની વચ્ચે આ બધાના ચાહકોના મનમાં એ સવાલ આવે છે કે શું અભિષેક બચ્ચન અને એઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી અને આખા પરિવારની લાડલી આરાધ્યા બચ્ચન પણ અભિનેત્રી બનશે?

ભવિષ્યમાં બની શકે છે કે, ચાહકોનો અંદાજ સાચો પણ હોય અને આરાધ્યા પણ અભિનેત્રી બની જાય. પરંતુ આજે અમે તમને આરાધ્યા માટે કરવામાં આવેલી તે ભવિષ્યવાણી વિશે જણાવી રહ્યા છીએ, જેને સાંભળીને બચ્ચન પરિવારની સાથે-સાથે ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ખરેખર વાત એ છે કે આજથી ઘણા વર્ષો પહેલા એક જ્યોતિષે આરાધ્યા વિશે મોટી ભવિષ્યવાણી કરી હતી. આ જ્યોતિષની વાત માનીએ તો આરાધ્યા માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ રાજકારણમાં પણ રાજ કરશે. આટલું જ નહીં તે દેશની વડાપ્રધાન પણ બનશે.

તમને જણાવી દઈએ કે જ્યોતિષી ડી જ્ઞાનેશ્વરે અમિતાભ બચ્ચનની પૌત્રીના રાજકારણમાં જવાની ભવિષ્યવાણી કરી છે. એક મોટા સમાચાર મુજબ ડી જ્ઞાનેશ્વર એ જ જ્યોતિષ છે જેમણે સાઉથ સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસનના રાજકારણમાં આગમનની ભવિષ્યવાણી કરી હતી. આવી સ્થિતિમાં તેમણે અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યાની કારકિર્દીની પણ ભવિષ્યવાણી કરી હતી.

જ્યોતિષી ડી જ્ઞાનેશ્વરનું માનીએ તો જો આરાધ્યા બચ્ચન પોતાનું નામ બદલીને રોહિણી રાખી લે તો તે દેશની વડાપ્રધાન બની શકે છે. તેમણે કહ્યું કે અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યાનું રાજકીય ભવિષ્ય ખૂબ ઉજ્જવળ થશે. આ સાથે જ ડી જ્ઞાનેશ્વરે મીડિયા સાથે વાતચીત દરમિયાન અન્ય ઘણી ભવિષ્યવાણીઓ પણ કરી હતી. તેમણે નરેન્દ્ર મોદીની ફરીથી દેશના વડાપ્રધાન બનવાની ભવિષ્યવાણી પણ કરી હતી જે સાચી સાબિત થઈ. તેમણે વર્ષ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની આગાહી પણ કરી છે.

નોંધપાત્ર છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્નને 14 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. બંનેના લગ્ન 20 એપ્રિલ 2007ના રોજ થયા હતા. લગ્ન બચ્ચન પરિવારના બંગલા ‘પ્રતિક્ષા’માં થયા હતા અને રિસેપ્શન તાજ હોટલમાં રાખવામાં આવ્યું હતું. લગ્ન સમયે ઐશ્વર્યા રાય 33 વર્ષની હતી જ્યારે અભિષેક 31 વર્ષનો હતો.

લગ્નના થોડા વર્ષો પછી અભિનેત્રી ઐશ્વર્યા રાયે વર્ષ 2011 માં 16 નવેમ્બર ના રોજ પુત્રી આરાધ્યા બચ્ચનને જન્મ આપ્યો હતો. ઐશ્વર્યા રાય આરાધ્યાનું ખૂબ ધ્યાન રાખે છે. એરપોર્ટ હોય કે કોઈ પ્રોડક્ટ પ્રમોશનની ઈવેન્ટ, તે હંમેશા પોતાની પુત્રીનો હાથ પોતાના હાથમાં રાખે છે.

એશ્વર્યા અને અભિષેકે લગ્ન પહેલા ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ (2000), ‘કુછ ના કહો’ (2003), ‘બંટી ઔર બબલી’ (2005), ‘ઉમરાવ જાન’ (2005), ‘ધૂમ-2’ અને ‘ગુરુ’ (2007) સહિત 6 ફિલ્મોમાં સાથે કામ કર્યું. સાથે જ લગ્ન પછી બંનેની ફિલ્મો ‘સરકાર રાજ’ (2008) અને ‘રાવન’ (2010) રિલીઝ થઈ હતી. આજે આ કપલ ખુશીથી પોતાનું જીવન પસાર કરી રહી છે.