એક સમયે સાડી પહેરીને ‘પ્રતિજ્ઞા’ એ ઘર-ઘરમાં બનાવી હતી પોતાની ઓળખ, આજે ખૂબ જ બદલાઈ ગઈ છે પૂજા ગૌર, જુવો હાલની તસવીરો

મનોરંજન

પૂજા ગૌર ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ છે. તેણે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે અને લોકો તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરે છે. જણાવી દઈએ કે પૂજા ગૌર ફેમિલી ડ્રામા અને એંટરટેનમેંટ ટાઈપની સિરિયલો કરે છે. પૂજા ગૌરનો જન્મ 1 જૂન 1991 ના રોજ અમદાવાદમાં થયો હતો અને તેણે તેની કારકિર્દીની શરૂઆત પ્રખ્યાત ટીવી સીરિયલ “કીતની મોહબ્બત હૈ” દ્વારા કરી હતી. આ શો પછી પૂજાએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું.

પૂજા ગૌર ભારતીય ટીવી સીરિયલની શ્રેષ્ઠ અભિનેત્રી છે અને તેણે પોતાની મહેનતના આધારે ટીવીની દુનિયામાં ઘણી સફળતા મેળવી છે. ભારતીય ટીવી સિરિયલોમાં પોતાની એક્ટિંગથી સારી એવી ઓળખ બનાવનારી અભિનેત્રી પૂજા ગૌરને બાળપણથી જ અભ્યાસમાં રસ હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ ગુજરાતના અમદાવાદમાં આવેલી એ.જી. સ્કૂલ અમદાવાદથી લીધું હતું, આગળના અભ્યાસ માટે, તેમણે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદથી અભ્યાસ શરૂ કર્યો હતો, અને આ કોલેજથી પૂજા ગૌરે સ્નાતક પૂર્ણ કર્યું હતું.

જણાવી દઈએ કે પૂજા ગૌરે વર્ષ 2008 માં સિરીયલ “કીતની મોહબ્બત હૈ” થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યાર પછી પૂજા ગૌરે તેની કારકિર્દીમાં ક્યારેય પાછળ વળીને જોયું નથી અને તેણે ટીવી સિરિયલની સફળ અભિનેત્રી તરીકે પોતાનું સ્થાન બનાવ્યું હતું. પૂજા ગૌરે સપના બાબુલ કી બિદાઈ, યે રિશ્તા ક્યા કેહલાતા હૈ, માયકે સે બંધી ડોર, એક થી નાયિકા જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. આટલું જ નહીં પરંતુ પૂજા ટીવીનો રિયાલિટી શો ખતરો કે ખિલાડીનો પણ ભાગ રહી ચૂકી છે, પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા સિરિયલ “પ્રતિજ્ઞા” થી મળી છે.

એક સમયે પૂજા ગૌરે સાડી પહેરીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. તેણે પોતાની સાદગીથી દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું હતું, પરંતુ હવે પૂજા ગૌર ખૂબ જ બોલ્ડ બની ગઈ છે. જો તમે પૂજા ગૌરની લેટેસ્ટ તસવીરો જોશો, તો તમે પોતે જ અંદાજ લગાવી શકો છો કે ટીવીમાં સામાન્ય દેખાતી પુત્રવધૂ “પ્રતિજ્ઞા” કેટલી બદલાઈ ગઈ છે. કદાચ પૂજા ગૌરને તસવીરોમાં ઓળખવી થોડું મુશ્કેલ બની શકે છે.

જણાવી દઈએ કે ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પૂજા ગૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર તેની સુંદર અને બોલ્ડ તસવીરો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. ચાહકો પણ તઈ તસવીરોને ખૂબ જ પસંદ કરે છે. જેમ કે તમે બધા તસવીરમાં જોઈ શકો છો કે પૂજા ગૌરનો લુક કેટલો બદલાઈ ગયો છે. એક નજરમાં તેને ઓળખવી થોડું મુશ્કેલ બની શકે છે. આ તસવીરો જોઇને દરેક એ જ કહેશે કે આ તે જ પૂજા છે જે પ્રતિજ્ઞાના પાત્રમાં જોવા મળી હતી. ચાહકો તેની તસવીરો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.

અભિનેત્રી પૂજા ગૌર સાવધાન ઈંડિયાને પણ હોસ્ટ કરી ચુકી છે. આ ઉપરાંત તેણે બોલિવૂડની ફિલ્મ ‘કેદારનાથ’ માં સારા અલી ખાનની બહેનની ભૂમિકા નિભાવી હતી અને તેની એક્ટિંગની લોકોએ ખૂબ પ્રશંસા પણ કરી હતી. જો આપણે પૂજા ગૌરની પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો તે ટીવી અભિનેતા રાજસિંહ અરોરા સાથે રિલેશનશિપમાં હતી અને તેમનો સંબંધ લગભગ 10 વર્ષ સુધી ચાલ્યો હતો. ત્યાર પછી બંનેએ વર્ષ 2020 માં પરસ્પર સંમતિથી તેમના સંબંધો સમાપ્ત કર્યા હતા.