શ્રાવણ મહીનામાં શિવજીને પ્રસાદ તરીકે ચળાવો આ 5 ચીજો, દરેક ઈચ્છા થશે પૂર્ણ

ધાર્મિક

આ દિવસોમાં ભારતમાં શ્રાવણ મહિનાની ધૂમ છે. 9 ઓગસ્ટથી શરૂ થયેલો આ મહોત્સવ લગભગ એક મહિના સુધી ચાલશે. આ વખતે શ્રાવણ મહિનામાં ભક્તો કંઈક વધુ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે. કેટલાક કાંવડમાં ભાગ લઈ રહ્યા છે તો કેટલાક ભોલેનાથના શણગારમાં લાગેલા છે. આ ઉપરાંત લોકો શિવજીની પૂજા પણ ખૂબ કરી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે આ મહિનામાં શિવજી ભક્તોની પુકાર જલ્દી સાંભળે છે. શ્રાવણ જ તે મહિનો છે જ્યારે ભોલેનાથ સ્વર્ગમાંથી પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે. તેથી માત્ર સોમવારે જ નહીં, પરંતુ આ આખા મહિનામાં શિવ પૂજાનું મહત્વ રહે છે.

તમારામાંથી ઘણા લોકો પણ પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે શ્રાવણમાં શિવને મનાવવામાં વ્યસ્ત હશે. શિવપૂજામાં આરતી પછી પ્રસાદી પણ આપવામાં આવે છે. આ પ્રસાદીનું પોતાનું અલગ મહત્વ હોય છે. પહેલા તમે આ પ્રસાદ શિવને ચળાવો છો અને પછી અન્ય ભક્તોમાં વહેંચો છો. આ પ્રસાદને જ્યારે ભોલેનાથના ચરણો પાસે રાખવામાં આવે છે, ત્યારે તેમાં અપાર સકારાત્મક ઉર્જા સમાઈ જાય છે. પછી જે પણ વ્યક્તિ તેને ગ્રહણ કરે છે, તેમાં એક સકારાત્મક ઉર્જા આવે છે અને તેનું નસીબ પ્રબળ બનવા લાગે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલીક એવી ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને શિવજીને ચળાવવાથી સૌથી વધુ લાભ મળે છે.

દહીં-મિશ્રી: દહીં અને મિશ્રીને મિક્સ કરીને બનાવેલો પ્રસાદ ખૂબ જ સારો અને સ્વાદિષ્ટ માનવામાં આવે છે. તેને ચળાવવાથી અને ખાવાથી તમારા જીવનમાં મધુરતા આવે છે. જો તમે ઇચ્છો તો તમે તેમાં થોડું મધ પણ મિક્સ કરી શકો છો.

સાબૂદાણાની ખિચડી: આ પ્રસાદ તમે મંદિરોમાં ઘણી વખત ખાધો હશે. મોટાભાગના લોકો શ્રાવણ મહિનામાં વ્રત રાખે છે, આવી સ્થિતિમાં તેમને સાબુદાણાથી બનેલી સ્વાદિષ્ટ ખીચડી પ્રસાદીમાં આપવાથી પુણ્ય મળે છે.

મીઠાઈ: શિવજીને તમે પ્રસાદી તરીકે મીઠાઈ પણ ચળાવી શકો છો. જો કે તમે કોઈપણ પ્રકારની મીઠાઈનો ઉપયોગ કરી શકો છો, પરંતુ પીળા રંગની મીઠાઈ ચળાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ફળ: પ્રસાદ તરીકે ફળ ચળાવવા પણ શુભ હોય છે. તેનાથી માત્ર દેવતા પ્રસન્ન જ થતા નથી પરંતુ ભક્તોને ઉપવાસમાં થોડી રાહત પણ મળી જાય છે. તેમાં તમે કેળા, દ્રાક્ષ, સફરજન અથવા મિશ્રિત ફળ આપી શકો છો.

નાળિયેર: શ્રીફળ અથવા નાળિયેર સૌથી પ્રસિદ્ધ પ્રસાદી છે. તેને શિવજી ઉપરાંત અન્ય ભગવાનને પણ ચાવવામાં આવે છે. આ એક શુભ ફળ હોય છે, જેને ચળાવવાથી સારું નસીબ મળે છે.

પ્રસાદ વિશે કહેવામાં આવે છે કે તે જેટલી વધારે લોકો વચ્ચે વહેંચવામાં આવે તેટલું જ વધુ ફળ મળે છે. જો તમને કોઈ શિવજીનો પ્રસાદ આપે તો તેને લેવાની ના ન પાડો. જો તમે કોઈ ખાસ ચીજ ખાઈ શકતા નથી, તો તેને ખૂબ ઓછી માત્રામાં લો. શિવ પ્રસાદ લીધા પછી તેનો બગાડ કરવો જોઈએ નહીં. તેને ખાઈને સમાપ્ત કરવી જોઈએ. પ્રસાદ બગાડનાર વ્યક્તિ પર શિવજી ગુસ્સે થઈ શકે છે.