પ્રભાસે શેર કરી અમિતાભ ની 47 વર્ષ જૂની તસવીર, કહ્યું- મારું સપનું સાચું થયું, તો બિગ બી એ કહ્યું કે…

બોલિવુડ

હિન્દી સિનેમા અને દક્ષિણ ભારતીય સિનેમાના બે દિગ્ગજ કલાકારો એકસાથે મોટા પડદા પર જોવા મળવાના છે. એક અભિનેતા છે જેનું નામ આખી દુનિયા જાણે છે. ‘સદીના મેગાસ્ટાર’ અમિતાભ બચ્ચન, તો અન્ય ‘બાહુબલી’ કહેવાય છે. બાહુબલી એટલે દક્ષિણ ભારતીય ફિલ્મોનો સુપરસ્ટાર પ્રભાસ.

દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને પ્રભાસની જોડી પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળવાની છે. બંને કલાકારોની એકસાથે આગામી ફિલ્મની તાજેતરમાં જ ઘોષણા કરવામાં આવી છે. તેને લઈને બંને અભિનેતા ખૂબ જ ખુશ છે. બંને ખુશ એટલા માટે છે કારણ કે બંને પહેલીવાર એકબીજા સાથે કામ કરવા જઈ રહ્યા છે.

અમિતાભ બચ્ચન અને પ્રભાસ બંનેએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની ખુશી શેર કરી છે. પ્રભાસે બિગ બી સાથે કામ કરવા વિશે લખ્યું છે કે તેમનું સપનું સાચું થયું છે. તો બીજી તરફ અમિતાભ બચ્ચને પ્રભાસ સાથે કામ કરવું સમ્માનની વાત જણાવી છે.

પ્રભાસે જણાવ્યું કે તેનું એક મોટું સપનું સાચું થઈ ગયું છે. પ્રભાસે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી બિગ બીની દાયકાઓ જૂની તસવીર પોસ્ટ કરી છે. પ્રભાસે અમિતાભ બચ્ચનની જે તસવીર પોસ્ટ કરી છે તે તેની સુપરહિટ ફિલ્મ ‘દીવાર’ની છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે અમિતાભ પોતાની ચિર પરિચિત સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે.

વાદળી રંગનો કોટ પહેરીને અમિતાભ બચ્ચન એ પોતાના બંને પગ ટેબલની ઉપર રાખ્યા છે. તસ્વીર શેર કરવાની સાથે પ્રભાસે લખ્યું છે કે, “આ મારા માટે આ એક સપનું સાકાર થવા જેવું છે. મહાન અમિતાભ બચ્ચન સર સાથે આજે #ProjectK નો પહેલો શોટ પૂર્ણ કર્યો!”

પ્રભાસની પોસ્ટ પર એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું કે, ‘મારા ફેવરિટ અભિનેતા’. સાથે જ એકે લખ્યું કે, ‘અભિનંદન સર’. બીજી તરફ બિગ બીએ પણ એક ટ્વિટ કર્યું છે. પોતાના ટ્વીટમાં, સીનિયર બચ્ચને લખ્યું છે કે, “‘પહેલો દિવસ.. પહેલો શૉટ.. ‘બાહુબલી’ પ્રભાસ સાથે પહેલી ફિલ્મ.. અને તેની કંપની ઓરામાં હોવું એક સમ્માન છે, તેમનું ટેલેંટ અને તેમની વધારે વિનમ્રતા.. શીખવા માટે આત્મસાત…!”

આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે અમિતાભ અને પ્રભાસ: અમિતાભ બચ્ચન અને પ્રભાસની આગામી ફિલ્મનું નામ ‘પ્રોજેક્ટ કે’ છે. આ ફિલ્મને લઈને બંને અભિનેતાઓની સાથે બંનેના ચાહકો પણ ખૂબ જ ખુશ છે. માહિતી મુજબ આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે.