પોતાના પરિવારમાં સૌથી નાના છે પ્રભાસ, તેમના કાકા છે પ્રોડ્યૂસર તો મોટૉ ભાઈ છે એંજીનિયર, જુવો પ્રભાસના પરિવારની ઝલક

બોલિવુડ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અભિનેતા પ્રભાસ આજે પોતાના શ્રેષ્ઠ લુક અને દમદાર એક્ટિંગના દમ પર દક્ષિણ ભારતની સાથે-સાથે ભારતના અન્ય ભાગોમાં પણ ગજબની લોકપ્રિયતા મેળવી ચુક્યા છે. પ્રભાસની વાત કરીએ તો આજે તેમની લાખોની સંખ્યામાં ફેન ફોલોઈંગ છે અને તેમના ચાહકોને તેમની સાથે જોડાયેલા નાનામાં નાના સમાચારમાં પણ ખૂબ જ રસ ધરાવે છે. પરંતુ અમારી આજની આ પોસ્ટમાં અમે તમને પ્રભાસ વિશે નહીં, પરંતુ તેમના પરિવારના કેટલાક સભ્યોનો પરિચય કરાવવા જઈ છીએ અને જણાવવા જઈ રહ્યા છીએ કે આટલા મોટા સુપરસ્ટાર અભિનેતાના ઘરના સભ્યો ક્યા કામમાં વ્યસ્ત છે.

સૌથી પહેલા જો વાત કરીએ અભિનેતા પ્રભાસના પિતાની તો તેમનું નામ છે સૂર્યનારાયણ રાજુ, જે વ્યવસાયે એક ફિલ્મ પ્રોડ્યૂસર તરીકે પોતાની ઓળખ ધરાવે છે અને તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી એકથી એક ચઢિયાતી સુંદર અને સફળ તેલુગુ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. જેમાં અમર દીપમ, મથુરા સ્વપ્નમ, ત્રિસુલમ, ધર્મ અધિકારી અને કૃષ્ણાવેણી જેવી ફિલ્મોના નામ શામેલ છે. પ્રભાસની માતા શિવ કુમારી છે, જે એક હાઉસવાઈફ છે.

માતા-પિતા પછી જો પ્રભાસના ભાઈ-બહેનની વાત કરીએ તો તેમની એક મોટી બહેન અને મોટો ભાઈ પણ છે, જેમાં તેના મોટા ભાઈનું નામ પ્રબોધ અને તેમની બહેનનું નામ પ્રગતિ છે. બધા ભાઈ-બહેનોમાં પ્રભાસ સૌથી નાના છે.

અભિનેતા પ્રભાસના મોટા ભાઈ પ્રબોધ એક્ટિંગ અને ગ્લેમરની દુનિયાથી દૂર ગોવામાં રહે છે અને વ્યવસાયે એક સોફ્ટવેર એન્જિનિયર છે. અભિનેતા પ્રભાસ પોતાના મોટા ભાઈને પણ એક વખત ફિલ્મોમાં આવવા માટે પુછી ચુક્યા છે, પરંતુ તેણે ના પાડી દીધી હતી.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રિબેલ સ્ટાર તરીકે ઓળખાતા પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર કૃષ્ણમ રાજુ ઉલ્લા ઉપ્પલાપતિ સંબંધમાં પ્રભાસના કાકા લાગે છે, જેમણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એકથી એક ચઢિયાતી ફિલ્મો બનાવી છે અને તે ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં એક્ટિંગ કરતા પણ જોવા મળી ચુક્યા છે. પ્રભાસના કાકા 2000 થી 2001 સુધી આપણા દેશના દિગ્ગજ રાજનેતા અટલ બિહારી બાજપાઈની સરકારમાં વિદેશ મંત્રીના પદ પર પણ કાર્યરત રહી ચૂક્યા છે.

રિયલ લાઈફની વાત કરીએ તો અભિનેતા પ્રભાસનું આખું નામ પ્રભાસ રાજુ ઉપ્પલાપતિ છે, પરંતુ આજે તેમણે પ્રભાસના નામથી જ જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે અને તેના લગભગ તમામ ચાહકો આજે તેમને આ નામથી જ ઓળખે છે.

વાત કરીએ અંગત જીવન વિશે તો, અભિનેતાએ પોતાના એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેણે પોતે પોતાના પરિવારના સભ્યોને કહ્યું હતું કે તે પોતાની ફિલ્મ બાહુબલી પછી લગ્ન કરશે. જો કે, આજે આ ફિલ્મને ઘણો સમય પસાર થઈ ગયો છે, પરંતુ આજ સુધી પ્રભાસ તરફથી લગ્નને લઈને કોઈ અપડેટ શેર કરવામાં આવ્યું નથી. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રભાસ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપરસ્ટાર અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સાથે લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા હતા.