TMKOC ના કુંવારા ‘પોપટલાલ’ રિયલ લાઈફમાં છે ત્રણ બાળકોના પિતા, જાણો તેમની રિયલ લાઈફ વિશે કેટલીક રસપ્રદ વાતો

મનોરંજન

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટેલિવિઝન ઈંડસ્ટ્રીની ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સિરિયલ છે અને લાંબા સમયથી આ સિરિયલ દર્શકોનું મનોરંજન કરી રહી છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલને તમામ વર્ગના લોકો ખૂબ જ ઉત્સાહથી જુવે છે અને આ શોના તમામ પાત્રો પણ લોકોના દિલમાં વસી ચુક્યા છે.

આ સિરિયલમાં જોવા મળતા તમામ કલાકારો પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી લોકોનું ખૂબ જ મનોરંજન કરી રહ્યા છે અને આ તમામ પાત્રો આજે ઘર-ઘરમાં ખૂબ પ્રખ્યાત થઈ ચુક્યા છે. હાલના સમયમાં, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવી ઈંડસ્ટ્રીનો સૌથી લોકપ્રિય કોમેડી શો બની ચુક્યો છે.

આ શોમાં જેઠાલાલ અને દયા બેનનું પાત્ર સૌથી વધુ લોકપ્રિય થઈ ચુક્યું છે, જો કે આજે અમે તમને તારક મેહતા શોના એક એવા પાત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ અને કોમિક સ્ટાઈલથી દર્શકોનું ખૂબ જ મનોરંજન કરે છે અને આ પાત્ર કોઈ અન્ય નહિં પરંતુ તારક મેહતાના પત્રકાર પોપટલાલનું પાત્ર છે.

તારક મેહતા શો માં પત્રકાર પોપટલાલનું પાત્ર અભિનેતા શ્યામ પાઠક નિભાવે છે અને આ સિરિયલમાં ભલે પત્રકાર પોપટલાલ પોતાના લગ્નને લઈને હંમેશા ચિંતિત રહે છે, પરંતુ વાત કરીએ શ્યામ પાઠકની રિયલ લાઈફ વિશે તો શ્યામ પાઠક રિયલ લાઈફમાં પરિણીત છે અને તેમને 3 બાળકો પણ છે અને તે પોતાના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે.

શ્યામ પાઠકની પત્નીનું નામ રેશ્મી છે અને આ બંનેએ વર્ષ 2003માં લવ મેરેજ કર્યા હતા. તમને જણાવી દઈએ કે રેશ્મી અને શ્યામની પહેલી મુલાકાત NSD એટલે કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં થઈ હતી. શ્યામ અને રશ્મિ એકબીજાના ક્લાસમેટ હતા અને અહીંથી જ આ બંને વચ્ચે પહેલા મિત્રતા થઈ અને પછી બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો.

ત્યાર પછી શ્યામ અને રેશ્મીએ પોતાના પરિવારના સભ્યોને જાણ કર્યા વગર એકબીજા સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી પહેલા તો શ્યામ અને રેશ્મીના પરિવારના સભ્યો આ બંનેથી ખૂબ નારાજ થયા, જો કે સમયની સાથે આ બંનેના પરિવારના સભ્યો એ પણ આ સંબંધને સ્વીકારી લીધો અને આજે રેશ્મી અને શ્યામ એકબીજા સાથે ખૂબ જ સુખી જીવન જીવી રહ્યા છે.

શ્યામ પાઠકની પત્ની રેશમી એંટરટેન્મેંટ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવતી નથી અને લાઈમલાઈટથી ખૂબ દૂર રહેવાનું પસંદ કરે છે. રેશમી એક હાઉસવાઈફ છે અને તે પોતાના પરિવારનું ખૂબ સારી રીતે ધ્યાન રાખે છે. શ્યામ અને રેશ્મી ત્રણ બાળકોના માતા-પિતા છે જેમના નામ નિયતિ, પાર્થ અને શિવમ છે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં પત્રકાર પોપટલાલની ભૂમિકા નિભાવનાર અભિનેતા શ્યામ પાઠકને આ ભૂમિકા મળ્યા પછી અભિનેતાની દુનિયા બદલાઈ ગઈ. તમને જણાવી દઈએ કે તારક મેહતા શોમાં કામ કરતા પહેલા શ્યામ પાઠક વર્ષ 2007ની સુપરહિટ ફિલ્મ ચાઈનીઝ લેડીમાં જોવા મળી ચુક્યા છે અને તમને જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ 2007માં ચીનમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઈ હતી.

આ ફિલ્મનું નિર્દેશન એંગ લી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મમાં અભિનેતા શ્યામ પાઠકની એક્ટિંગની પણ લોકોએ ખૂબ પ્રસંશા કરી હતી. જોકે, શ્યામ પાઠકને સૌથી વધુ લોકપ્રિયતા તારક મેહતાના શોમાં પોપટલાલના પાત્રથી મળી છે.