ટીવીની સૌથી લોકપ્રિય અને ફેવરિટ સિરિયલોમાંથી એક, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’, માં કોઈ કલાકાર આવે કે કોઈ કલાકાર જાય, દર્શકોનું મનોરંજન ક્યારેય અટકતું નથી. 14 વર્ષમાં આ શોએ ઘણા ટ્વિસ્ટ અને ટર્ન જોયા છે પરંતુ આ કોમેડી સિરિયલથી દર્શકો ક્યારેય નિરાશ થયા નથી.
જુલાઈ 2008માં શરૂ થયેલી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં એવા ઘણા કલાકારો છે જે તેની શરૂઆતથી જ શો સાથે જોડાયેલા છે. તેઓ 14 વર્ષથી સતત આ શો સાથે જોડાયેલા છે. સાથે જ ઘણા કલાકારોએ વર્ષો સુધી શોમાં રહ્યા પછી શોનો સાથ છોડ્યો છે. સમય સમય પર મેકર્સ જૂના કલાકારોની જગ્યાએ નવા કલાકારોને લાવતા રહે છે.
થોડા અઠવાડિયા પહેલા ‘તારક મેહતા’નું પાત્ર નિભાવનાર શૈલેષ લોઢાએ શો છોડી દીધો હતો. આ શો તેના વગર ઘણા દિવસો સુધી ચાલતો રહ્યો પરંતુ હવે શોમાં નવા ‘તારક મેહતા’ની એન્ટ્રી થઈ ચુકી છે. નવા તારક મેહતા તરીકે સચિન શ્રોફ જોવા મળી રહ્યા છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે હવે શોમાં વધુ એક નવા ચેહરાની એન્ટ્રી થવા જઈ રહી છે.
સમાચાર આવી રહ્યા છે કે હવે શોમાં કોઈ ખાસ આવવાનું છે. જણાવવામાં આવી રહ્યું છે કે હવે શોમાં જે નવો કલાકાર આવવાનો છે તેનો શ્યામ પાઠક એટલે કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના પત્રકાર પોપટલાલ સાથે ખાસ સંબંધ જોડાશે. મેકર્સ હવે પોપટલાલના લગ્ન કરાવવાના મૂડમાં છે.
જણાવી દઈએ કે શોની શરૂઆતથી જ પોપટલાલ કુંવારા છે. તેમના લગ્નની ઘણી તક આવી પરંતુ ક્યારેય પણ તેમના લગ્ન થઈ શક્યા નહિં. વારંવાર સતત તેમની આશાઓ તૂટતી ગઈ. જો કે હવે તેમના માથા પર સાફો સજ્જ થવા જઈ રહ્યો છે. આ વર્ષે જુલાઈમાં શોના 14 વર્ષ પૂરા થવા પર શોના નિર્માતા અસિત મોદીએ દર્શકોને વચન આપ્યું હતું કે આ વર્ષે પોપટલાલના પણ લગ્ન થશે. હવે અસિત મોદી પોતાનું વચન પૂરું કરવા જઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ વાતનો ખુલાસો શ્યામ પાઠકે પોતે એટલે કે પોપટલાલે કર્યો છે કે હવે મિસિસ પોપટલાલની પણ શોમાં એન્ટ્રી થવા જઈ રહી છે. આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ચંપક ચાચા, નવા તારક મેહતા, આત્મારામ ભીડે અને પોપટલાલ જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
આ વીડિયોને શોના ફેન પેજ દ્વારા ઈન્સ્ટા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં નવા તારક મેહતા ચાચાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ માંગે છે. ત્યાર પછી, પોપટલાલ કહે છે કે જે નવા પાત્રો આવવાના છે તેમાં સૌથી મહત્વપૂર્ણ છે મિસેજ પોપટલાલ. આ સાંભળીને આત્મારામ ભીડે હસવા લાગે છે.