247 એકરમાં બનેલું છે નતાશા પૂનાવાલાનું ફાર્મહાઉસ, ફાઈવ સ્ટાર હોટલને પણ આપે છે ટક્કર, જુવો તસવીરો

Uncategorized

આજકાલ ફાર્મ હાઉસનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. લોકો પાસે જ્યારે લક્ઝરી ઘર હોય છે, તો તેમના ફાર્મ હાઉસ પણ ખૂબ લક્ઝરી હોય છે. બોલિવૂડ સ્ટાર્સ અને ટોપ બિઝનેસ ફેમિલીઝ તેમાં આગળ છે. આજ સુધી તમે ઘણા ફિલ્મી સ્ટાર્સના લક્ઝુરિયસ ફાર્મહાઉસ જોયા હશે, પરંતુ આજે અમે તમને બિઝનેસની દુનિયા સાથે જોડાયેલા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાની પત્ની સોશ્યલાઇટ નતાશા પૂનાવાલા ખૂબ જ કિંમતી અને લક્ઝુરિયસ ફાર્મહાઉસની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.

જણાવી દઈએ કે નતાશા પૂનાવાલા સોશિયલ મીડિયા પર એક ચર્ચિત નામ છે. કરીના કપૂર ખાન અને મલાઈકા અરોરા જેવી હસ્તીઓ સાથે ઘણી વાર તેની તસવીરો વાયરલ થાય છે. તે ઘણીવાર આ અભિનેત્રીઓ સાથે જોવા મળે છે. પુણેમાં જન્મેલી નતાશાએ 2006 માં અદાર પૂનાવાલા સાથે લગ્ન કર્યા હતા. આજે બંને ખૂબ જ લક્ઝરી જીવન જીવે છે.

નતાશા અને અદાર પાસે મુંબઈ અને પુણેમાં ઘણી સંપત્તિ છે, જેની કિંમત અબજો રૂપિયામાં છે. આ કપલ પાસે પુણેમાં 750 કરોડનો બંગલો છે, જે ખૂબ જ લક્ઝુરિયસ છે. જ્યારે બંનેનું મુંબઇમાં એક લૈવિશ લિંકન હાઉસ પણ છે.

સાથે જ નતાશા અને અદાર પાસે લોનાવાલામાં એક ફાર્મહાઉસ પણ છે, જેને જોઈને કોઈને પણ ફાઇવ સ્ટાર હોટલ જેવો અહેસાસ થઈ શકે છે. ચાલો આજે તમને આ કિંમતી ફાર્મ હાઉસની તસવીરો બતાવીએ.

મળતી માહિતી મુજબ, નતાશા પૂનાવાલાનું મુંબઈના લોનાવાલામાં આવેલું આ ફાર્મ હાઉસ 247 એકરમાં ફેલાયેલું છે. બહારથી તે ખૂબ સરળ લાગે છે, જો કે અંદરથી તે ખૂબ જ સુંદર લાગે છે. તેની આજુબાજુ હરિયાળી જ હરિયાળી છે, જેના કારણે અહીંનું વાતાવરણ ખૂબ શુદ્ધ છે.

એવું માનવામાં આવે છે કે અદાર અને નતાશાએ આ ફાર્મહાઉસ ઋતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન પાસે ડિઝાઈન કરાવ્યું છે. સુઝૈને હોલ, ડાયનિંગ ટેબલથી લઈને બેડરૂમ સુધી તેમાં જગ્યા આપી છે.

તમે જોઈ શકો છો કે, મોટા ડાઇનિંગ ટેબલ માટે એકસાથે 12 લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં પાર્ટી કરવા માટે એક મોટો હોલ પણ બનાવવામાં આવ્યો છે.

સુઝાન ખાને તેને ખૂબ જ સુંદરતા સાથે સજાવ્યું છે. આ ફાર્મહાઉસ કોઈ ફાઇવ સ્ટાર હોટલ જેવું લાગે છે. તે ઘણી સુવિધાઓથી સજ્જ છે. અંદરથી તે ખૂબ જ સુંદર અને લક્ઝુરિયસ છે.

કહેવાય છે કે પૂનાવાલા પરિવારે આ ફાર્મહાઉસ મહિન્દ્રા પરિવાર પાસેથી ખરીદ્યું હતું. ત્યાર પછી તેમણે આ ફાર્મ હાઉસમાં ઘણા ફેરફારો કર્યા હતા. સુઝૈન ખાને આ કામ ખૂબ સારી રીતે કર્યું છે.

આ ઘરમાં હાજર દરેક ચીજને ખૂબ જ લક્ઝુરિયસ અને સુંદર બનાવવા માટે ખૂબ પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે. બેડરૂમથી લઈને બાથરૂમ સુધી દરેક ચીજ પોતાનામાં ખાસ છે.

અ તસવીર જોઈને તમે ક્યારેય નહિં કહો કે, આ નતાશા અને અદાર પૂનાવાલાના ફાર્મ હાઉસની તસવીરો છે. એક અન્ય તસવીરમાં તમે જોઈ શકો છો કે, નતાશા પોતાના ફાર્મ હાઉસ પર પોતાના ઘોડા સાથે જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published.