પૂજા બેનર્જીએ છોડી કુમકુમ ભાગ્ય સિરિયલ, વીડિયો શેર કરીને જણાવ્યું કારણ

બોલિવુડ

પ્રખ્યાત ટીવી અભિનેત્રી પૂજા બેનર્જી ટૂંક સમયમાં જ પોતાના ચાહકને ગુડ ન્યૂઝ આપવા જઈ રહી છે, પરંતુ તે પહેલા એક બેડ ન્યૂઝ પણ છે. હા, પૂજા બેનર્જીએ હવે કુમકુમ ભાગ્ય સિરિયલ છોડી દીધી છે અને આ વાત ક્યાંકને ક્યાંક તેના ચાહકો માટે ખરાબ સમાચાર છે.

નોંધપાત્ર છે કે પૂજા આ સિરિયલમાં, રિયાનું પાત્ર નિભાવતી હતી અને રિયા નામના પાત્રને દર્શકો તરફથી હંમેશા ખૂબ પ્રેમ મળ્યો, પરંતુ પૂજા બેનર્જી માટે 21 ફેબ્રુઆરીનો દિવસ કુમકુમ ભાગ્યના સેટ પર છેલ્લો દિવસ હતો. આવી સ્થિતિમાં હવે તે આ શોમાં જોવા નહીં મળે.

જણાવી દઈએ કે પૂજાએ શો છોડવાની માહિતી પોતે સોશિયલ મીડિયા પર શેર કરી. સોશિયલ મીડિયા પર અવારનવાર એક્ટિવ રહેતી પૂજાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયો કુમકુમ ભાગ્યના સેટનો છે. જેમાં શોની આખી ટીમ પૂજા બેનર્જીને વિદાય આપતા જોવા મળી રહી છે.

સાથે જ આ વિડિયોમાં કુમકુમ ભાગ્યના તમામ કલાકારો પૂજાના શો છોડવા પર ઈમોશનલ થતા જોવા મળ્યા. આ ઉપરાંત આ વીડિયો શેર કરતી વખતે પૂજા બેનર્જીએ પણ મેકર્સ અને તમામ કલાકારો માટે હૃદયસ્પર્શી વાત લખી છે.

પૂજાએ વીડિયો શેર કરતા પોતાની પોસ્ટમાં લખ્યું કે, “યુનિટ અમે ફરીથી મળીશું… આ સુંદર મુસાફરી માટે કુમકુમ ભાગ્યની ટીમનો આભાર. મારી પ્રેગ્નેંસી દરમિયાન ખૂબ પ્રેમ અને મને ખાસ અનુભવ કરાવવા માટે હું હંમેશા તમારા બધાની આભારી રહીશ.”

 

View this post on Instagram

 

A post shared by Pooja Sandeep Sejwal (@poojabanerjeee) 

આટલું જ નહીં, પૂજાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, “સ્પોટ બોય, કેમેરા ડિપાર્ટમેન્ટ, મેકઅપ અને હેર ડિપાર્ટમેન્ટ અને અન્ય જુનિયર્સને ક્યારેય નહીં ભૂલું. તમે બધા ખૂબ જ સપોર્ટિંગ અને ધ્યાન રાખનારા છો. હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું.” સાથે જ જણાવી દઈએ કે આ પોસ્ટમાં, પૂજા બેનર્જીએ પોતાના સાથી કલાકારને ટેગ કરતા તેમનો આભાર માન્યો છે.

પ્રેગ્નન્સીના કારણે છોડ્યો શો: જેમ કે તમે વીડિયોમાં જોઈ રહ્યા છો કે પૂજાની વિદાય પાર્ટીમાં દરેક લોકો ઈમોશનલ થઈ રહ્યા છે. તે સ્વાભાવિક વાત છે કે કોઈ વિવાદ વગેરેના કારણે પૂજા શો છોડી રહી નથી. હા, જો કે શરૂઆતમાં અમે એક ગુડ ન્યૂઝનો ઉલ્લેખ કર્યો હતો અને તે ગુડ ન્યૂઝ એ છે કે પૂજા બેનર્જી માતા બનવા જઈ રહી છે અને અભિનેત્રીની પ્રેગ્નન્સીનો આ છેલ્લો મહિનો ચાલી રહ્યો છે.

આવી સ્થિતિમાં તેણે શોમાંથી બ્રેક લીધો છે. સાથે જ જણાવી દઈએ કે પૂજા બેનર્જીએ ઘણા સુપરહિટ ટીવી શો કર્યા છે અને ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી તેણે આ શોના આધારે પોતાનું નામ બનાવ્યું છે. હવે પૂજાની જોલીમાં અત્યાર સુધીમાં આવેલા શોની વાત કરીએ તો આ લિસ્ટમાં ‘એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ’, ‘ઘર આજા પરદેસી’, ‘ચંદ્રનંદીની’, ‘દિલ હી તો હૈ’ અને ‘કસૌટી જિંદગી કી-2’ શામેલ છે અને માર્ચ મહિનામાં પૂજાના ઘરે નાનો મહેમાન આવી શકે છે.