પૂજા બેદીની પુત્રી સુંદરતા અને હોટનેસની બાબતમાં અભિનેત્રીઓ કરતા પણ છે આગળ, જુવો તસવીરો

બોલિવુડ

કબીર બેદીની પુત્રી અને અભિનેત્રી પૂજા બેદી ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. ખરેખર આ વખતે તેણે કોઈ વિવાદ કર્યો નથી. પૂજા બેદીએ તાજેતરમાં તેનો 51 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. આવી સ્થિતિમાં તેમની ફરી એકવાર ચર્ચા કરવામાં આવી રહી છે. પૂજા બેદીએ તેની 29 વર્ષની કારકિર્દીમાં માત્ર 7 ફિલ્મોમાં જ કામ કર્યું છે.

હવે જ્યારે પૂજા બેદી ધીરે ધીરે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ રહી છે. તો બીજી તરફ તેની પુત્રી અલાયા ફર્નિચરવાલા બોલિવૂડમાં પ્રવેશ કરી ચુકી છે. અલા ફર્નિચરવાલાએ સૈફ અલી ખાન અને તબ્બુ સાથે ફિલ્મ ‘જવાની જાનેમન’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે સૈફ અલી ખાનની પુત્રી બની હતી. જણાવી દઈએ કે અલાયાની માતા પૂજા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. પૂજાએ ફરહાન ઇબ્રાહિમ ફર્નિચરવાલા સાથે 1994 માં લગ્ન કર્યા હતા અને 2003 માં અલગ થઈ ગયા હતા.

પૂજા અને ફરહાન ઇબ્રાહિમ ફર્નિચરવાલાને બે સંતાનો, પુત્રી અલાયા અને પુત્ર અમર ફર્નિચરવાલા છે. જો અલાયા ફર્નિચરવાલાની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અલાયા ઘણીવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે. અલાયાના ઇન્સ્ટાગ્રામ પર કુલ 1 મિલિયન ફોલોઅર્સ છે. અલાયાએ થોડા દિવસો પહેલા તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. આ તસવીર તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

અલાયાએ તેની તસવીર સાથે લખ્યું કે, હું હંમેશાં સ્ટૂલ ઉપર આ રીતે બેસું છું. અલાયાની આ તસવીર પર સોશિયલ મીડિયા યુઝર્સે ખૂબ કમેંટ કરી હતી. તેના ચાહકો લખે છે કિલિંગ ઇન બ્લેક. તો અન્ય એ આગનું ઈમોજી બનાવ્યું છે. કોઈએ આ તસવીરને ઓસમ કહ્યું છે તો ઘણા લોકોએ હાર્ટનું ઈમોજી બનાવ્યું છે.

જણાવી દઈએ કે તેમને ‘જવાની જાનમન’ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યૂ આર્ટિસ્ટ (ફીમેલ) નો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. અલાયાએ તેની આ પોસ્ટ સાથે લખ્યું- બેસ્ટ ડેબ્યૂ ફિમેલ, આ સાથે, તેણે પોતાના ચાહકોને થેન્ક યૂ કહેતા એક મેસેજ પણ લખ્યો હતો. અલાયાનો જન્મ 28 નવેમ્બર 1997 ના રોજ પૂજા બેદી અને ફરહાન ઇબ્રાહિમ ફર્નિવાલાના ઘરે થયો હતો. આ ફિલ્મ પહેલા, અલાયા 2011 માં સોની ઇન્ટરનેશનલ ચેનલના રિયાલિટી શોનો પણ એક ભાગ બની ચૂકી છે. આ શો દરમિયાન તે એક સ્પર્ધક તરીકે તેની માતા પૂજા બેદી સાથે જોવા મળી હતી.

અલાયાના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, ‘એક ઔર ગજબ કહાની’ નામની બીજી ફિલ્મમાં તે ટૂંક સમયમાં જોવા મળશે. આ ફિલ્મમાં અલાયાની સાથે અર્જુન કપૂર, આદિત્ય સીલ અને અમૃતા પુરી પણ જોવા મળશે. જણાવી દઈએ કે અલાયા અને રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી વચ્ચે નવેમ્બર, 2014 માં લોઅર પરેલના એક પબમાં મોટો ઝઘડો થયો હતો. ત્યાર પછી પૂજા બેદીને જેલ પણ જવું પડ્યું હતું.