મીડિયા અને પાર્ટીઓથી દૂર રહે છે સનીદેઓલની સુંદર પત્ની પૂજા દેઓલ, જુવો તેની તસવીરો

બોલિવુડ

બોલીવુડ અભિનેતા સન્ની દેઓલ તેમના સમયના મોસ્ટ ડિમાંડિંગ અભિનેતા હતા. તે સમયે તેની ફિલ્મોને લઈને દીવાનગી એવી હતી કે તેની ફિલ્મનો દરેક શો ફૂલ થઈ જતો હતો. છતા પણ સની લાઈમલાઈટથી દુર રહેતા હતા. સની દેઓલ ખૂબ શરમાળ વ્યક્તિ છે. આ સાથે જ તમે સનીને એવોર્ડ શો અને ફંક્શનમાં ભાગ્યે જ જોયો હશે. તે બોલિવૂડ સ્ટાર્સની પાર્ટીઓમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. આ સાથે સનીના પરિવારને પણ પાર્ટીમાં ભાગ્યે જ જોયા હશે.

સની દેઓલનો આખો પરિવાર લાઈમલાઈટથી દૂર રહે છે. સની દેઓલની પત્નીનું નામ પૂજા દેઓલ છે. તેની પત્ની શરૂઆતથી જ લાઈમ લાઈટથી દૂર રહે છે. આજ સુધી પૂજા કોઈ એવોર્ડ શો કે બોલિવૂડ પાર્ટીમાં જોવા મળી નથી. તેની પત્ની થોડા વર્ષો પહેલા સનીના પુત્ર કરણ દેઓલની પહેલી ફિલ્મ પલ પલ દિલ કે પાસની સ્ક્રિનિંગ દરમિયાન જોવા મળી હતી. હંમેશાં કેમેરાથી દૂર રહેતી પૂજા પુત્ર કરણની ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન મીડિયાની સામે આવી હતી.

ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન જ્યારે પૂજાને ખબર પડી કે મીડિયા બહાર ઉભી છે, ત્યારે તે તરત જ તેની કારમાં બેસી ગઈ હતી. આ સમય દરમિયાન મીડિયાએ તેની ઘણી તસવીરો ક્લિક કરી લીધી હતી. જણાવી દઇએ કે સની દેઓલની પત્ની પૂજા દેઓલ ખૂબ જ સુંદર છે. જણાવી દઈએ કે સની દેઓલના લગ્ન પૂજા સાથે બોલીવુડમાં આવતા પહેલા જ થઈ ગયા હતા. એક સમયની સ્ટોરી એવી પણ છે કે ફિલ્મ બેતાબના સેટ પર અભિનેત્રી અમૃતા સની દેઓલના પ્રેમમાં પડી ગઈ હતી. પરંતુ અમૃતા સિંહની માતા આ સંબંધના સખત વિરુદ્ધ હતી.

અમૃતા સિંહ સન્ની દેઓલ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી, તેથી તેની માતાએ સની દેઓલની જાસૂસી શરૂ કરી. આ દરમિયાન અમૃતાની માતાને ખબર પડી કે સની લંડનમાં રહેતી પૂજા નામની છોકરી સાથે રિલેશનશિપમાં છે. આટલું જ નહીં સની દેઓલ તેની સાથે લગ્ન પણ કરી ચુક્યા છે. દેઓલ પરિવાર સનીની આ વાતને છુપાવી રાખવા ઈચ્છતો હતો. સની ઈચ્છતો ન હતો કે તેના લગ્નની વાત ઇન્ડસ્ટ્રીમાં જાણ થાય, કારણ કે તેની કારકીર્દિ પર તેની અસર થઈ શકતી હતી.

આ દરમિયાન સન્નીની પત્ની પૂજા લંડનમાં રહેતી હતી અને સની સમય-સમય પર તેને મળવા લંડન જતો હતો. તો સની પોતે પરણીત હોવાની મનાઈ કરઓ હતો. ત્યાં સુધીમાં, અમૃતા સિંહ પણ તેનાથી દૂર થઈ ગઈ હતી. જણાવી દઈએ કે સની દેઓલે વર્ષ 1984 માં પૂજા સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો છે. કરણ દેઓલ અને રાજવીર દેઓલ. કરણ દેઓલે બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે.