ફિલ્મોમાં માતાનું પાત્ર નિભાવનારી આ 5 અભિનેત્રીઓ રિયલ લાઈફમાં છે ખૂબ બોલ્ડ અને યંગ, જુવો તસવીરો

બોલિવુડ

એક મહાન અને શ્રેષ્ઠ કલાકાર એ જ હોય છે કે દરેક પરિસ્થિતિમાં પોતાની કળાનું ઉદાહરણ આપી શકે. જો કોઈ કલાકાર એવો છે જે દરેક પાત્રને ખૂબ સારી રીતે નિભાવે છે તો તે એક શ્રેષ્ઠ કલાકારની શ્રેણીમાં આવે છે. પછી ભલે તે બાળકની ભૂમિકા નિભાવે કે કોઈ અન્ય, પરંતુ તે સહજતાના ગુણને ગાયબ થવા ન દે. જણાવી દઈએ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ રહી છે, જે ‘ઇમેજ કોન્શસ’ હોવાને કારણે કેટલીક સુંદર ભૂમિકાને રિજેક્ટ કરી ચુકી છે. જો કે ઈન્ડસ્ટ્રીમાં કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે જે તેમની ઈમેજને ધ્યાનમાં ન રાખીને દરેક પ્રકારનું રિસ્ક લેવા માટે તૈયાર થઈ જાય છે. સાથે જ દરેક પ્રકારનો રોલ કરવા માટે તૈયાર પણ રહે છે.

આ તો દરેક જાણે છે કે બોલીવુડ ફિલ્મોમાં એક માતાનું પાત્ર હંમેશાથી ખૂબ મહત્વપૂર્ણ રહ્યું છે. જો કે સમય જતાની સાથે જ માતાની ઈમેજ અને તેના લુક બંનેમાં પરિવર્તન આવ્યું છે. જ્યાં પહેલાના સમયમાં મોટી ઉંમરની અભિનેત્રીઓ જ માતાની ભૂમિકા નિભાવતી હતી, પરંતુ આજના સમયમાં નાની અભિનેત્રીઓ પણ માતાની ભૂમિકા નિભાવવા માટે તૈયાર રહે છે. તો આજે અમે તમને આવી જ નાની ઉંમરની અભિનેત્રીઓ વિશે જણાવીશું, જેમણે ફિલ્મોમાં માતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે. ખરેખર મોટા પડદા પર માતાની ભૂમિકા નિભાવનારી આ અભિનેત્રીઓ રિયલ લાઈફમાં ખૂબ સ્ટાઇલિશ અને ગ્લેમરસ છે, પરંતુ તેમણે ફિલ્મમાં વૃદ્ધ મહિલાનું પાત્ર એટલી સારી રીતે નિભાવ્યું કે તેના પાત્રને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા.

અર્ચના જોઈસ: કેજીએફ ફિલ્મમાં અર્ચના જોઇસે યશની માતાની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ વર્ષ 2018 માં રિલીઝ થઈ હતી. જણાવી દઈએ કે રિયલ લાઈફમાં અર્ચનાની ઉંમર ખૂબ ઓછી છે અને તે લૂકમાં ખૂબ જ સુંદર છે.

મેહર વિજ: મેહર વિજ સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં મેહરે મુન્નીની માતાની ભૂમિકા નિભાવી હતી. જણાવી દઇએ કે ફિલ્મમાં ભલે મેહર વિજ દર્શકોને ખૂબ સરળ જોવા મળી રહી હતી, પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ સ્ટાઈલિશ અને ગ્લૈમરસ છે.

નાદિયા: નાદિયાએ ઘણી સાઉથ ઈંડિયન ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી છે. વર્ષ 2013 માં રિલીઝ થયેલી ફિલ્મ મિર્ચીમાં તે પ્રભાસની માતા બની હતી. ફિલ્મોમાં માતાની ભૂમિકા નિભાવનારી નાદિયા રિયલ લાઈફમાં ખૂબ જ સુંદર અને ગ્લેમરસ છે.

રામ્યા કૃષ્ણન: બોલિવૂડ અને સાઉથની જાણીતી અભિનેત્રી રામ્યા કૃષ્ણન પોતાના જમાનાની સુંદર અભિનેત્રીમાંથી એક છે. રામ્યા કૃષ્ણને ફિલ્મ ‘બાહુબલી’ માં શિવગામી દેવીની ભૂમિકા નિભાવી હતી. જણાવી દઇએ કે તેણે 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તે રિયલ લાઇફમાં ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર છે.

અમૃતા સુભાષ: અમૃતા સુભાષે રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બોયમાં રણવીરની માતાની ભૂમિકા નિભાવી હતી. જોકે અમૃતા આ ફિલ્મમાં રણવીરની માતા બની હતી, પરંતુ તસવીરોમાં જોવાથી ખબર પડે છે કે તે રિયલ લાઈફમાં ખૂબ નાની છે. અમૃતા લૂકમાં ખૂબ જ નિર્દોષ અને બ્યૂટીફુલ છે.