બોલીવુડના આ 6 અભિનેતા નિભાવી ચુક્યા છે વૃદ્ધ વ્યક્તિનું પાત્ર, કોઈ બન્યું 90 વર્ષ વૃદ્ધ તો કોઈ…

બોલિવુડ

ફિલ્મોમાં અભિનેતાઓને પોતાની ભુમિકામાં ઢળવા માટે સખત મહેનત કરવી પડે છે. કેટલીક વખત તો પાત્ર મુજબ સ્ટાર્સ પોતાનો સંપૂર્ણ લુક બદલી નાખે છે અને પડદા પર તેમને જોઈને ચાહકોને બિલકુલ વિશ્વાસ નથી આવતો કે આવું પણ થઈ શકે છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ફિલ્મમેકર્સ પાત્રને જીવંત બતાવવા માટે અભિનેતાનો સંપૂર્ણ લુક બદલી નાખે છે. જોકે તેની પાછળ ઘણા કલાકોની મહેનત લાગે છે. ચાલો આજે તમને કેટલાક આવા પ્રખ્યાત સ્ટાર્સ વિશે જણાવીએ જેમણે પોતાની ફિલ્મ માટે એવું રૂપ ધારણ કર્યું કે તે પોતાના સાચા રૂપની ઓળખથી બિલકુલ અલગ જોવા મળ્યા.

અમિતાભ બચ્ચન, ફિલ્મ- પા: સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને છેલ્લા 52 વર્ષમાં એકથી એક ચઢિયાતા પાત્રો નિભાવ્યા છે. તેને બોલિવૂડના સૌથી મોટા હીરો માનવામાં આવે છે. બિગ બીએ વર્ષ 2009 માં તેમની ફિલ્મ ‘પા’ માટે જે રૂપ ધારણ કર્યું હતું તેને જોઈને તેમને ઓળખવા પણ મુશ્કેલ બની રહ્યું હતું. અમિતાભનો આ લુક આંતરરાષ્ટ્રીય મેક-અપ આર્ટિસ્ટ ક્રિસ્ટીન ટિન્સલે એ તૈયાર કર્યો હતો અને આ ફિલ્મ માટે બંનેને વર્ષ 2009 માં નેશનલ ફિલ્મ એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

રાજકુમાર રાવ, ફિલ્મ- રાબતા: અભિનેતા રાજકુમાર રાવે ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ફિલ્મ ‘રાબતા’માં કેમિયો કર્યો હતો. ફિલ્મમાં રાજકુમાર એક 324 વર્ષના વ્યક્તિના રોલમાં જોવા મળ્યા હતા. રાજકુમારને પહેલી વખત જોઈને ઓળખવા પણ મુશ્કેલ બની રહ્યું હતું. તેનો આ ભયાનક લુક મેકઅપ આર્ટિસ્ટ જુબે જોહલે તૈયાર કર્યો હતો.

કમલ હાસન, ફિલ્મ – ઈંડિયન: દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા અભિનેતા કમલ હાસન વર્ષ 1996 માં આવેલી તેમની ફિલ્મ ‘ઇન્ડિયન’માં ડબલ રોલમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તે 70 વર્ષના વ્યક્તિના રોલમાં જોવા મળ્યા હતા. કહેવાય છે કે કમલનો આ લુક મેકઅપ આર્ટિસ્ટ માઈકલ વેસ્ટમોર અને માઈકલ જોન્સ દ્વારા મળીને તૈયાર કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે પોતાના આ પાત્ર માટે કમલ હાસને ચોથો રાષ્ટ્રીય એવોર્ડ પોતાના નામે કર્યો હતો.

ઋષિ કપૂર, ફિલ્મ- કપૂર એન્ડ સન્સ: દિગ્ગઝ અને દિવંગત અભિનેતા ઋષિ કપૂરના લુકમાં ગજબનું પરિવર્તન ફિલ્મ ‘કપૂર એન્ડ સન્સ’ દરમિયાન આવ્યું હતું. ઋષિ કપૂર આ ફિલ્મમાં 90 વર્ષના વ્યક્તિના રોલમાં જોવા મળ્યા હતા. ઋષિનો આ લુક મેકઅપ આર્ટિસ્ટ ગ્રેગ કેનોમે તૈયાર કર્યો હતો. આ માટે તેમને 91 મા ઓસ્કાર એવોર્ડમાં ‘વાઇસ’ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

રિતિક રોશન, ફિલ્મ- ધૂમ 2: સુપરસ્ટાર રિતિક રોશન સુપરહિટ ફિલ્મ ધૂમ 2 માં એક વૃદ્ધ વ્યક્તિની ભૂમિકામાં જોવા મળ્યો હતો. એક સીન દરમિયાન રિતિકને એક વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડ, એક વૃદ્ધ મહિલા તરીકે બતાવવામાં આવ્યો હતો, અને તે બધું હતું મેકઅપનો કમાલ. રિતિકને આ સ્ટાઇલમાં જોઇને ચાહકોના હોશ ઉડી ગયા હતા.

રણબીર કપૂર, ફિલ્મ- સંજુ: અભિનેતા રણબીર કપૂરે સુપરસ્ટાર સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ ‘સંજુ’માં તેમનું પાત્ર નિભાવ્યું હતું અને આ પાત્રમાં તે ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. જોકે પડદા પર સંજય દત્ત બનવા માટે રણબીરને ઘણી મહેનત કરવી પડી હતી. રણબીરનો લુક પ્રોસ્થેટિક આર્ટિસ્ટ ડૉ. મુર્કી અને હેરસ્ટાઇલિસ્ટ અલીમ હકીમે તૈયાર કર્યો હતો.