વિઘ્નહર્તા ભગવાન ગણેશનું પાત્ર નિભાવીને અમર થયા આ 6 કલાકાર, નંબર 4 તો દુનિયાને કહી ચુક્યા છે અલવિદા

બોલિવુડ

સંસારના પ્રથમ પૂજનીય ભગવાન ગણેશ માટે ગણેશ ચતુર્થીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે દરેક ઘરમાં ભગવાન ગણેશ બિરાજમાન હોય છે અને આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમ કે બોલીવુડની દુનિયાથી લઈને ટીવી દુનિયા સુધી પણ ગણેશ ચતુર્થીની એક અલગ જ ધૂમ જોવા મળે છે. ભગવાન ગણેશની કથાઓ પર ઘણી ટીવી સીરિયલ્સ અને ફિલ્મો બની ચુકી છે.

ખાસ વાત એ છે કે આ ફિલ્મો અને ટીવી સિરિયલોમાં ભગવાન ગણેશની ભૂમિકા નિભાવનારા કલાકારોને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં પરંતુ ઘણા કલાકારોને તો લોકો રિયલમાં પણ ભગવાન ગણેશ માનવા લાગ્યા હતા. આજે અમે તમને એવા જ કેટલાક કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે સોનેરી પડદા પર ભગવાન ગણેશની ભૂમિકા નિભાવી અને હંમેશા માટે અમર થઈ ગયા. ચાલો જાણીએ કોણ છે તે કલાકાર?

જય મલ્હાર: ભગવાન શિવની કથાઓ પર આધારિત ટીવી શો ‘જય મલ્હાર’ એક મરાઠી શો હતો જે વર્ષ 2014 થી વર્ષ 2017 સુધી પ્રસારિત થયો હતો. આ શોમાં ભગવાન ગણેશની ભૂમિકા નિભાવનાર સંજય ભીસેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

ગણપતિ બાપ્પા મોરિયા: આ ટીવી શો માતા પાર્વતી અને ભગવાન ગણેશના સંબંધ પર આધારિત હતો. આ શોની શરૂઆત વર્ષ 2014 થી થઈ હતી ત્યાર પછી વર્ષ 2017 સુધી આ શો પ્રસારિત થયો હતો. આ શોમાં ભગવાન ગણેશનું પાત્ર અભિનેતા સંજય યેવાલે નિભાવ્યું હતું. આ શો દ્વારા તેને ખૂબ લોકપ્રિયતા મળી હતી.

ગણેશ લીલા: ટીવી શો ગણેશ લીલા વર્ષ 2009માં પ્રસારિત થયો હતો. આ ટીવી સિરિયલ ભગવાન ગણેશની લીલા પર આધારિત હતી, જેમાં નાના બાળ કલાકાર આકાશ નાયરે ભગવાન ગણેશની ભૂમિકા નિભાવી હતી. આ શો દ્વારા આકાશને ખૂબ સફળતા મળી. ત્યાર પછી તેણે અન્ય ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.

શ્રી ગણેશ: સૌથી પહેલા વાત કરીએ વર્ષ 2000માં આવેલી ટીવી સીરિયલ ‘શ્રી ગણેશ’ વિશે. આ સીરિયલમાં ભગવાન ગણેશનું પાત્ર જાગેશ મુકાતીએ નિભાવ્યું હતું, જેમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, લોકો તેમને રિયલ લાઈફમાં પણ ભગવાન ગણેશ તરીકે પૂજવા લાગ્યા હતા. જો કે જાગેશ વર્ષ 2020માં હાર્ટ એટેકના કારણે આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. તેમણે પોતાની કારકિર્દીમાં ‘અમિતા કા અમિત’ જેવી ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું.

વિઘ્નહર્તા ગણેશ: આ શોની શરૂઆત વર્ષ 2017 થી થઈ હતી જે વર્ષ 2021 સુધી ટેલિકાસ્ટ થયો હતો. ભગવાન ગણેશ પર આધારિત શોમાં બાળ કલાકાર ઉઝૈર બસરે ગણેશજીનું પાત્ર નિભાવ્યું હતું.

‘દેવા શ્રી ગણેશ’: આ એક મરાઠી સિરિયલ હતી, જેની શરૂઆત વર્ષ 2020માં થઈ હતી. આ સિરિયલમાં ભગવાન ગણેશની ભૂમિકા અદ્વૈત કુલકર્ણીએ નિભાવી હતી. પરંતુ કેટલાક કારણોસર આ શો માત્ર 11 દિવસ જ ચાલી શક્યો.