આજના વધતા પ્રદુષણને જોઈને ઘરની આસપાસ જેટલી વધુ હરિયાળી હોય તેટલું સારું છે. આપણે આપણા ઘરની આસપાસ ફુલ-છોડ લગાવવાથી અચકાવું જોઈએ નહીં. જો કે આ કરતી વખતે તમારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. આ નિયમોનો સીધો સંબંધ વાસ્તુ શાસ્ત્ર સાથે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જ્યારે ઘરની આજુબાજુ કેટલાક ખાસ છોડ લગાવતા સમયે તેની દિશા ખૂબ મહત્વ ધરાવે છે. આ સાથે કેટલાક અન્ય પ્રકારના છોડને ઘરની નજીક લગાવવાથી બચવું જોઈએ. જો તમે ફુલ-છોડના વાસ્તુનું ધ્યાન નથી રાખતા તો તેની ખરાબ અસર તમારા ઘર પરિવાર પર પડે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને ફૂલ-છોડ સાથે જોડાયેલા વાસ્તુ નિયમો વિશે જણાવીશું.
પીપળના ઝાડની પૂજાનું મહત્વ ઘણા હિંદુ ગ્રંથોમાં જોવા મળે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ પીપળાનું ઝાડ ઘરની પૂર્વ દિશામાં ન હોવું જોઈએ. જો પીપળો ઘરની પૂર્વ દિશામાં હોય, તો તે અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પૈસાની અછત થવા લાગે છે.
લીંબુ અથવા ગુલમોહરનું ઝાડ ઘરની ઉત્તર દિશામાં ન હોવું જોઈએ. તેનાથી પરિવારના કોઈ સભ્યને આંખની બીમારી થઈ શકે છે. ઘરની આસપાસ દ્રવ્ય અથવા દૂધ કાઢતા ફૂલ-છોડ ન લગાવવા જોઈએ. તેનાથી નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે. તે ઘરમાં લડાઈ-ઝઘડાનું કારણ બને છે. આટલું જ નહિં આ કારણે ઘરના સભ્યો વધારે બીમાર પડે છે.
જે વૃક્ષ ફળ નથી આપતા તે વૃક્ષ પણ ઘરની આસપાસ ન હોવા જોઈએ. તેનાથી સંતાન મેળવવામાં મુશ્કેલી થાય છે. આ સાથે ઘરના ખર્ચમાં વધારો થવા લાગે છે. ઘરના સભ્યો પર દેવું પણ થઈ શકે છે. તે પૈસાનું નુક્સાન પણ કરાવી શકે છે. આ સાથે જ ઘરના સભ્યો બિમાર પણ થઈ શકે છે.
કાંટાવાળા ફૂલ-છોડ પણ ઘરની નજીક ન હોવા જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. આ બનતા કામ બગાડી શકે છે. તેનાથી તમારા ઘણા કામ અટકી શકે છે. તેથી તેમને ઘરથી દૂર રાખવામાં જ ભલાઈ છે.
જો તમે કોઈ ઘર ખરીદી રહ્યા છો અને જો ત્યાં પહેલાથી જ કાંટાવાળા ફૂલ-છોડ છે તો તેને દૂર કરો. જો કે આ કરતા પહેલા, તમારે તે છોડની પૂજા કરવી જોઈએ. આ પછી તમારે એક સંકલ્પ કરવો જોઈએ કે અહીં તમે એક નવો છોડ વાવશો. આ પ્રક્રિયા કર્યા પછી જ તમારે છોડ કાપવો જોઈએ. જ્યારે તમે કોઈ વૃક્ષ કાપો છો ત્યારે તેના એક અઠવાડીયાની અંદર જ બીજું વૃક્ષ વાવવું.