ઘરમાં આ 3 જગ્યા પર કરો માતા લક્ષ્મીજીને બિરાજમાન, જીવનભર ઘરમાં આવતા રહેશે પૈસા જ પૈસા

ધાર્મિક

પૈસાની આવક જ્યાં સુધી થતી રહે છે ત્યાં સુધી જીવનમાં સુખ પણ રહે છે. આજકાલ લોકોનો ખર્ચ એટલા વધી ગયા છે કે ઓછા પૈસામાં ગુજારો થતો નથી. ઉપરથી મોંઘવારી પણ વધી રહી છે. આવી સ્થિતિમાં એક સારી લાઈફસ્ટાઈલ જીવવા માટે વધુ પૈસા હોવા ખૂબ જ જરૂરી છે. જો કે કેટલીક વાર કોઈ કારણોસર, પૈસાની આવક અટકી જાય છે. તેના કારણે તેમનું બેલેન્સ ડગમગવા લાગે છે. જો તમે ઈચ્છો છો કે તમારી સાથે આ બધુ ન થાય તો આજથી જ માતા લક્ષ્મીને માનવા લાગો. ધનની દેવી જ્યાં હોય છે ત્યાં પૈસાની અછત થતી નથી. આવી સ્થિતિમાં જો તમે ઘરમાં ત્રણ વિશેષ જગ્યા પર તેમને બિરાજમાન કરી દો તો જીવનભર પૈસા આવતા રહે છે.

પહેલી જગ્યા- પૂજા ઘર: દરેક હિન્દુ પરિવારમાં પૂજા ઘર હોવું જરૂરી હોય છે જ્યાં ઘણા દેવી-દેવતાઓ રાખવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની ઇચ્છા મુજબ પૂજાઘરમાં જુદા જુદા ભગવાન રાખે છે. આવી સ્થિતિમાં તમારા પૂજા ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ હોવી ખૂબ જ જરૂરી છે. તમે અહીં માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીર બંનેમાંથી કોઈપણ રાખી શકો છો. પૂજા ઘરમાં માતા લક્ષ્મીનું હોવું શુભ હોય છે. આ તે જગ્યા છે જ્યાં તમે નિયમિતપણે સંપૂર્ણ નિયમો સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો છો. તેમની આગળ ઘીનો દીવો પ્રગટાવો છો. માતાની પૂજા કરવાથી તે તમારાથી પ્રસન્ન થાય છે. સાથે જ તમારી દરેક ઈચ્છા પણ પૂર્ણ કરે છે. માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં પોઝિટીવ એનર્જી પણ આવે છે.

બીજી જગ્યા – તિજોરી: આપણે બધા આપણા પૈસા અને દાગીના વગેરેને એક તિજોરી અથવા કબાટમાં રાખીએ છીએ. તમે જે જગ્યા પર પૈસા રાખો છો ત્યાં માતા લક્ષ્મીનું હોવું ખૂબ જ જરૂરી હોય છે. આવી સ્થિતિમાં તમે તમારી તિજોરીની અંદર માતા લક્ષ્મીની ચાંદીની મુર્તિ રાખી શકો છો. આ કરવાથી તમારા ધનમાં વધારો થવા લાગશે. જો તમે ચાંદીના લક્ષ્મીજી ખરીદી નથી શકતા તો તિજોરીમાં માતા રાની તસવીર ચિપકાવી દો. જ્યારે માતા પોતે તમારા પૈસાની નજીક રહેશે તો તેમાં વધારો થશે. આ ઉપાયથી તમારા ખર્ચમાં પણ ઘટાડો આવશે.

ત્રીજી જગ્યા – મુખ્ય દરવાજો: ઘરના મુખ્ય દરવાજા પર માતા લક્ષ્મીના પગના નિશાન જરૂર બનાવો. આજકાલ બજારમાં લક્ષ્મીજીના પગના સ્ટીકરો પણ મળે છે. તમે તેને પણ લગાવી શકો છો. આ કરવાથી માતા સૌથી પહેલા તમારા ઘરમાં જ પ્રવેશ કરશે. પછી જે ઘરમાં માતા લક્ષ્મી હોય તે ઘરમાં પૈસાની અછત કેવી રીતે થઈ શકે.