અંદરથી આટલો સુંદર છે સૈફ અલી ખાનનો 80 વર્ષ જૂનો મહેલ, કિંમત છે 800 કરોડ, જુવો અંદરની સુંદર તસવીરો

બોલિવુડ

સૈફ અલી ખાન હિન્દી સિનેમાના એક જાણીતા અભિનેતા છે. સૈફ અલી ખાન લગભગ છેલ્લા 30 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. સૈફ અલી ખાન એક અમીર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમની અમીરીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેમનો હરિયાણામાં એક સુંદર મહેલ છે, જેની કિંમત 800 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ખાસ વાત એ છે કે બોલિવૂડની ઘણી ફિલ્મોનું શૂટિંગ સૈફ અલી ખાનના પટૌડી પેલેસમાં કરવામાં આવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે સૈફની આગામી વેબ સિરીઝ ‘તાંડવ’નું મોટાભાગનું શૂટિંગ આ ભવ્ય પેલેસમાં કરવામાં આવ્યું છે. અલી અબ્બાસ ઝફરની પહેલી વેબ સિરીઝ ‘તાંડવ’ પ્રાઇમ વીડિયો 15 જાન્યુઆરીએ રિલીઝ થવા માટે તૈયાર છે. આ સાથે સૈફનો મહેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ચાલો આજે આ પટૌડી પેલેસ વિશે જાણીએ.

તાજેતરમાં જ પટૌડી પેલેસ ‘તાંડવ’ના શૂટિંગને લઈને જ્યારે ચર્ચામાં રહ્યો હતો ત્યારે સૈફ અલી ખાને કહ્યું હતું કે, “મને તેને ક્યારેક-ક્યારેક શૂટિંગ માટે આપવામાં કોઈ મુશ્કેલી નથી કારણ કે 340 દિવસ એ ખાલી રહે છે. જોકે મહેલના બહારના ભાગમાં શૂટિંગમાં આરામદાયક રહું છું”

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈફ અલી ખાનના આ લક્ઝુરિયસ પેલેસમાં કુલ 150 રૂમ છે, તેમાં સાત ડ્રેસિંગ રૂમ, સાત બેડરૂમ, સાત બિલિયર્ડ રૂમ અને એક વિશાળ ડાઇનિંગ રૂમ પણ શામેલ છે. એવું કહેવામાં આવે છે કે ઈફ્તીખાર અલી ખાન દ્વારા આ પેલેસનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે સૈફના દાદા હતા. તે હરિયાણાના ગુરુગ્રામમાં સ્થિત છે. આ પેલેસ લગભગ 80 વર્ષ પહેલાં બનીને તૈયાર થયો હતો. તેની ડિઝાઈન રોબર્ડ ટોર રસેલ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

આ સૈફનો આ પેલેસ ખૂબ ખર્ચાળ હોવાની સાથે ખૂબ જ સુંદર પણ છે. તેની સામે મોટા-મોટા પેલેસ પણ ફિક્કા પડી જાય છે. અવારનવાર સૈફ અલી ખાન તેના આ પૂર્વજોના ઘરે આવે છે. જોકે સૈફ કહી ચુક્યા છે કે ઘર ઉપયોગમાં આવતું નથી. વર્ષમાં એક કે બે વાર તેઓ પરિવાર સાથે અહીં આવે છે.

જણાવી દઈએ કે સૈફ અલી ખાનના દિવંગત પિતા મન્સૂર અલી ખાન 9 મા નવાબ છે, જ્યારે તેમના પછી સૈફ અલી ખાન આ રજવાડાના 10 મા નવાબ છે. સૈફના પિતા મન્સૂર એક પ્રખ્યાત ક્રિકેટર રહી ચુક્યા છે. તેમના મૃત્યુ પછી, સૈફને તાજ પહેરાવવામાં આવ્યો અને આ મહેલનો વારસદાર બનાવવામાં આવ્યો. પટૌડી પેલેસનું નિર્માણ 1935 માં 8 માં નવાબ ઈફ્તિખાર અલી હુસૈન સિદ્દકી દ્વારા કરાવવામાં આવ્યું હતું. સૈફ તેની પૂર્વ પત્ની અભિનેત્રી અમૃતા સિંહ સાથે પણ અહીં આવતો હતો.

Leave a Reply

Your email address will not be published.