બ્રહ્મચારી હનુમાનજીને વિશેષ પરિસ્થિતિમાં કરવા પડ્યા હતા 3 લગ્ન, વાંચો તે કથા

ધાર્મિક

હિન્દુ ધર્મમાં હનુમાનજીને ખૂબ માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી તેમના ભક્તો હંમેશાં દુ: ખ અને મુશ્કેલીથી દૂર રહે છે. આ કારણોસર તેમને સંકટ મોચન પણ કહેવામાં આવે છે. હનુમાનજીનાં ઘણાં નામ છે, પછી ભલે બજરંગબલી કહો કે પછી રામભક્ત કહો. હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત તરીકે પણ ઓળખાય છે. શાસ્ત્રો અનુસાર હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વ્યક્તિના દિવસ બદલાવા લાગે છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં આવતી ગરીબી દૂર થવા લાગે છે.

હનુમાનજી એક બાળ બ્રહ્મચારી અને રામ ભક્ત તરીકે પણ પૂજવામાં આવે છે. આ વાત તો પ્રખ્યાત છે. પરંતુ શું તે અપરણિત હતા, તે કદાચ સંપૂર્ણપણે સાચું નથી. પૌરાણિક કથા મુજબ તેણે કુલ ત્રણ લગ્ન કર્યા હતા, પરંતુ આ ત્રણેય પરિસ્થિતિઓ અને સમય ખૂબ જ અલગ અને રસપ્રદ હતા.

તેની પુષ્ટિ આંધ્રપ્રદેશના તે મંદિરથી પણ થાય છે, જ્યાં હનુમાનજીની તેમની પત્ની સાથે એક મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરની ખૂબ દૂર સુધી માન્યતા છે. અહીં ઘણી કપલ તેમના લગ્ન જીવનને સુખી બનાવવા માટે દર્શન કરવા આવે છે. આજે અમે તમને જણાવીએ કે બાળ બ્રહ્મચારી હનુમાનજીના શા માટે અને કેવી રીતે ત્રણ લગ્ન થયા હતા.

પહેલા સુર્યદેવ પુત્રી સુર્વચલા: પરાશર સંહિતા મુજબ બજરંગબલિની પહેલી પત્ની સૂર્ય પુત્રી સુવર્ચલા હતી. એવું માનવામાં આવે છે કે રુદ્રાવતાર હનુમાનજી સૂર્યના શિષ્ય હતા. આવી સ્થિતિમાં સૂર્યદેવને તેમને નવ વિદ્યાનું જ્ઞાન આપવાનું હતું. આવી સ્થિતિમાં હનુમાનજી પાંચ વિદ્યા શીખી ચુક્યા હતા. પરંતુ બાકીના ચાર માત્ર પરિણીત વ્યક્તિ જ શીખી શકતા હતા. આવી સ્થિતિમાં સૂર્યદેવે હનુમાનજીને લગ્ન માટે કહ્યું હતું. આ માટે તેણે પોતાની પુત્રી સુવર્ચલાની પસંદગી કરી. એવું કહેવામાં આવે છે કે સુવર્ચલા હંમેશાં તપમાં બેસી રહેતા હતા. આ કારણોસર પોતાનું શિક્ષણ પૂર્ણ કરવા માટે હનુમાનજીને સુવર્ચલા સાથે લગ્ન કરવા પડ્યા. હનુમાનજી સાથે લગ્ન કર્યા પછી, સુવર્ચલા કાયમ માટે તપમાં વ્યસ્ત થઈ ગયા.

બીજા લગ્ન રાવણ પુત્રી અનંગકુસુમા: પઉમચરિતના એક પ્રસંગ મુજબ જ્યારે રાવણ અને વરુણ દેવ વચ્ચે યુદ્ધ થયું હતું, ત્યારે વરુણ દેવ તરફથી હનુમાનજી રાવણ સાથે લડ્યા હતા. સાથે જ તેમણે તેના બધા પુત્રોને બંધી બનાવી લીધા હતા. એવું માનવામાં આવે છે કે યુદ્ધમાં પરાજિત થયા પછી, રાવણે તેની દુહિતા અનંગકુસુમાના લગ્ન હનુમાન સાથે કરાવ્યા હતા. આ લગ્ન વિશેની માહિતીનો ઉલ્લેખ શાસ્ત્ર પઉમચરિત માં મળે છે કે સીતા-હરણના સંદર્ભમાં ખર દૂષણ-વધના સમાચાર લઈને રાક્ષસ-દૂત હનુમાનની સભામાં પહોંચ્યા તો અંતઃપુરમાં શોક છવાઈ ગયો હતો અને અનંગકુસુમા બેભાન થઈ ગઈ હતી.

વરુણ દેવની પુત્રી સત્યવતી: વરૂણદેવ અને રાવણ વચ્ચેના આ યુદ્ધમાં હનુમાને પ્રતિનિધિ તરીકે લડીને વરુણદેવને વિજય અપાવ્યો હતો. પછી તેનાથી પ્રસન્ન થઈને વરૂણદેવે તેમની પુત્રી સત્યવતીના લગ્ન હનુમાનજી સાથે કર્યા. શાસ્ત્રોમાં ભલે હનુમાનજીના આ લગ્ન વિશે માહિતી ન હોય પરંતુ આ ત્રણેય લગ્ન વિશેષ પરિસ્થિતિમાં થયા હતા. સાથે જ આ વાતની જાણ થાય છે કે હનુમાનજી એ ક્યારેય પણ પોતાની પત્નીઓ સાથે લગ્ન સંબંધોનું નિર્વાહ કર્યું નથી. હનુમાનજી આજીવન બ્રહ્મચારી જ રહ્યા હતા.