મહેંદી સેરેમનીમાં પાયલ રોહતગીના ચેહરા પર જોવા મળ્યું ગજબનું નૂર, જુવો તેની મહેંદી સેરેમનીની તસવીરો

બોલિવુડ

પોતાના બેબાક નિવેદનોને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહેતી પ્રખ્યાત અભિનેત્રી પાયલ રોહતગી પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ સંગ્રામ સિંહ સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેના લગ્ન સાથે જોડાયેલા તમામ ફંક્શન શરૂ થઈ ચુક્યા છે અને તાજેતરમાં જ તેની મહેંદીની તસવીરો સામે આવી છે જેમાં તે ખૂબ જ સુંદર અને ખુશ જોવા મળી રહી છે. તસવીરોમાં પાયલ રોહતગી પોતાના હાથની મહેંદી ફ્લોંટ કરતા જોવા મળી રહી છે અને આ દરમિયાન તેની સ્ટાઈલ જોવા જેવી છે. ચાલો જોઈએ પાયલ રોહતગીની મહેંદીની તસવીરો.

12 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે સંગ્રામ સિંહ અને પાયલ: જણાવી દઈએ કે, પાયલ રોહતગી અને સંગ્રામ સિંહના લગ્ન 9 જુલાઈના રોજ આગ્રામાં થઈ રહ્યા છે. બંનેએ થોડા દિવસ પહેલા લગ્નની ઘોષણા કરી હતી. 30 વર્ષની ઉંમરમાં પાયલ દુલ્હન બનવા જઈ રહી છે, આવી સ્થિતિમાં તે ખૂબ જ ખુશ છે. આ પહેલા પાયલ અને સંગ્રામે પ્રી વેડિંગ ફોટોશૂટની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે ખૂબ હેડલાઈન્સમાં રહી હતી. બંને લગભગ 12 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને વર્ષ 2014માં તેમણે સગાઈ કરી હતી અને હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે.

જણાવી દઈએ કે 14 જુલાઈના રોજ બંને દિલ્હીમાં એક ગ્રેંડ રિસેપ્શન આપશે જેમાં બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ સ્ટાર્સ શામેલ થવાના છે. સાથે જ વાયરલ થઈ રહેલી મહેંદીની તસવીરોમાં જોઈ શકાય છે કે પાયલ રોહતગી ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. આ સાથે તે મહેંદીના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દરમિયાન તેણે બ્રાઈટ અને નારંગી કલરનો સલવાર સૂટ પહેર્યો જેમાં તે પોતાના હાથ પર લાગેલી મહેંદી ફ્લોંટ કરતા જોવા મળી હતી.

તાજેતરમાં જ પાયલ રોહતગીએ આગ્રામાં લગ્ન કરવાનું કારણ જણાવતા કહ્યું હતું કે, “કારણ કે, અમે પહેલી વખત દિલ્હી-આગ્રા હાઈવે પર મળ્યા હતા. મારી કાર ખરાબ થઈ ગઈ અને મને મદદની જરૂર હતી. સંગ્રામની કાર ત્યાંથી પસાર થઈ રહી હતી અને દેખીતી રીતે ડ્રાઈવરો એકબીજાને ઓળખતા હતા. કોઈ રીતે તેમણે આવીને અમારી મદદ કરી.”

 

View this post on Instagram

 

A post shared by Team Payal Rohatgi (@payalrohatgi) 

આ ઉપરાંત તેણે પોતાના લગ્ન સાથે જોડાયેલા ફંક્શન વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “હલ્દી, મહેંદી, ચૂડા સેરેમની આગ્રામાં જ યોજાશે. ત્યાર પછી અમે 9 જુલાઈએ આગ્રામાં જ લગ્ન કરીશું. લગ્નમાં માત્ર તેના અને મારા પરિવારના સભ્યો અને નજીકના લોકો જ શામેલ થશે. લગ્ન પછી, અમે એક મંદિર જવાની યોજના બનાવી રહ્યા છીએ અને કદાચ આશીર્વાદ લેવા માટે મથુરા જઈ શકીએ છીએ.”

ક્યારેય માતા નહિં બની શકે પાયલ રોહતગી: જણાવી દઈએ કે, પાયલે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે ક્યારેય બાળકને જન્મ નહીં આપી શકે. તેણે જણાવ્યું હતું કે, “હું સંગ્રામને કહી રહી છું કે, તે એક એવી છોકરી સાથે લગ્ન કરે, જે તેને એક બાળક આપી શકે. મેં હંમેશા તેમને આ કહ્યું છે, કારણ કે હું તેને બાળક આપી શકતી નથી. તે મારા રહસ્યનો ભાગ નથી, કારણ કે હું તેને ક્યારેય જાહેર કરવા ઈચ્છતી નથી. મેં મારા એગ્સ ક્યારેય ફ્રીઝ કરાવ્યા નથી, હું છોકરીઓને તેમના એગ્સ ફ્રીઝ કરવા માટે કહું છું કારણ કે કારકિર્દીના ચક્કરમાં તે સમય લગાવે છે.”

સાથે જ આ બાબતમાં સંગ્રામ સિંહે કહ્યું હતું કે, “પરિસ્થિતિ ગમે તે હોય, હું હંમેશા તેનો સાથ આપીશ. જો તે માતા ન બની શકે તો શું, તેનો અર્થ એ નથી કે મારે બીજે લગ્ન કરી લેવા જોઈએ. આવું ક્યારેય નહિં બની શકે. મને તેમાં ક્યારેય કોઈ કમી દેખાતી નથી. મારા માટે તે એક પરફેક્ટ લાઈફ પાર્ટનર છે. અમે પ્રેમથી દરેક કમીને પૂર્ણ કરશું.”