પુરુષોત્તમ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજામાં રાખો આ બાબતોનું ધ્યાન, નહિં તો થઈ શકે છે નુક્સાન

ધાર્મિક

આસો અધિક મહિનો ચાલી રહ્યો છે. શાસ્ત્રોમાં તેને પુરુષોત્તમ મહિનો કહેવામાં આવે છે. ખરેખર, આ મહિનાના સ્વામી ભગવાન વિષ્ણુ છે. તેથી, અધિક મહિનામાં તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં જે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને ઘણાં ફળ મળે છે. પરંતુ આ મહિનામાં દુનિયાના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજામાં કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ.

ભગવાના વિષ્ણુની પૂજામાં આ બાબતોનુ ધ્યાન રાખો: અધિક મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. વિષ્ણુજીની સાથે-સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે, તેમને ખીર સાથે પીળી મીઠાઈ અને ફળનો ભોગ ચઢાવવો જોઈએ.

પીપળાના ઝાડની પૂજા કરો: પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે, તેથી અધિક મહિના દરમિયાન પીપળના ઝાડને મીઠુ જળ ચઢાવવાથી લાભ થાય છે. અધિક મહિના દરમિયાન તુલસી જીની સામે ઘીનો દીવો પ્રગટાવવો પણ ફાયદાકારક માનવામાં આવે છે.

ભગવાન શાલિગ્રામના દર્શન કરો: પદમ પુરાણ મુજબ જે વ્યક્તિ ભગવાન વિષ્ણુના પ્રતીક શાલિગ્રામના દર્શન કરે છે. તેમની તરફ નમે છે, તેમને સ્નાન કરાવે છે અને તેમની પૂજા કરે છે તેમને કોટિ યજ્ઞ સમાન પુણ્ય મળે છે. તેમનું સ્મરણ, જાપ, ધ્યાન અને પૂજા કરવાથી ઘણા પાપ દૂર થાય છે.

ભગવાન સત્યનારાયણની પૂજા કરો: અધિક મહિનામાં ભગવાન સત્ય નારાયણની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, આ સિવાય ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. એવું પણ માનવામાં આવે છે કે અધિક મહિનામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થાય છે.

આ કાર્યો અધિક મહિનામાં ન કરો: અધિક મહિનામાં લગ્ન, સગાઇ, મકાન નિર્માણની શરૂઆત, ગૃહપ્રદેશ, મુંડન, સંન્યાસ અથવા શિષ્ય દીક્ષા લેવી, નવી કન્યાનો ગૃહપ્રવેશ, દેવી-દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા, યજ્ઞ, મોટી પૂજાનો આરંભ, બોરવેલ, જળાશય ખોદવું જેવા પવિત્ર કાર્યો કરવામાં આવતા નથી.

Leave a Reply

Your email address will not be published.