નવાબ સૈફ અલી ખાન, બેગમ કરીના, તૈમૂર અને જેહની પટૌડી પેલેસમાં સમય પસાર કરતાની તસવીરો આવી સામે, જુવો આ વાયરલ તસવીરો

બોલિવુડ

બોલિવૂડની પૂર્વ અભિનેત્રી શર્મિલા ટાગોર અબજોની સંપત્તિની માલિક છે, તેમના લગ્ન પૂર્વ ક્રિકેટર નવાબ મન્સૂર અલી ખાન પટૌડી સાથે થયા હતા, તેમના મૃત્યુ પછી તે તેમની સંપત્તિની માલિક બની ગઈ.

નવાબ પટૌડી અને શર્મિલા ટાગોરને ત્રણ બાળકો છે. જેમના નામ સૈફ અલી ખાન, સબા અલી અને સોહા અલી ખાન છે. શર્મિલા તેના પતિ અને પરિવારની સંપત્તિનું ધ્યાન રાખે છે. નવાબ પટૌડી ખાનની અબજોની સંપત્તિમાં ઘણી હવેલીઓ, કોઠીઓ અને સેંકડો એકર જમીન શામેલ છે.

તાજેતરમાં જ સૈફ અને કરીના બંને તેમના પિતૃક ઘર એટલે કે પટૌડી પેલેસ પહોંચ્યા હતા. આ ઘરની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં સૈફ તેના ભવ્ય ઘરમાં અલગ-અલગ જગ્યાએ જોવા મળી રહ્યો છે.

આ તસવીરોમાં સૈફ તેના મહેલમાં અલગ-અલગ જગ્યાએ પોઝ આપતા જોવા મળે છે. તસવીરોમાં જોઈ શકાય છે કે આ મહેલ કેટલો ભવ્ય છે. તેઓ ઈબ્રાહીમ કોઠીના નામથી પણ ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર સૈફના પટૌડી પેલેસની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે.

વાસ્તુની દ્રષ્ટિએ આ ઘરનો કોઈ જવાબ નથી. આ મહેલમાં મોટા મોટા હોલ, બગીચાઓ છે, જે આંખોને આનંદ આપે છે. આ મહેલમાં લક્ઝરી લાઈફ દરેકનું સપનું હોય છે. સૈફ અને તેના પરિવારને આ પિતૃક ઘરમાં જોઈને ચાહકો પણ ખૂબ જ પ્રભાવિત થાય છે.

પટૌડી પેલેસ વર્ષ 1900માં બનાવવામાં આવ્યો હતો. આ મહેલને ઈબ્રાહિમ કોઠીના નામથી પણ ઓળખવામાં આવે છે. તમને એ જાણીને નવાઈ લાગશે, પરંતુ આ પેલેસ 2005 થી 2014 સુધી નિમરાની હોટલ હતી, પરંતુ તે પછી સૈફે તેને પાછું લઈ લીધું અને તેનું રિનોવેશન કરાવ્યું.

સૈફનો પોતાની માટી અને તેના પિતૃક ઘર સાથે એક ખાસ સંબંધ છે. સૈફ અને તેનો આખો પરિવાર રિનોવેશન પછી શિયાળો પસાર કરવા પટૌડી પેલેસ આવે છે. સૈફની માતા શર્મિલા ટાગોર અહીં રહે છે, જે તેના સમયની પ્રખ્યાત અભિનેત્રી હતી. એક રિપોર્ટ મુજબ પટૌડી પેલેસમાં 150 રૂમ છે. તેમાં 7 ડ્રેસિંગ રૂમ, 7 બેડરૂમ, 7 બિલિયર્ડ રૂમ છે. અહીંના ડ્રોઈંગ રૂમ અને ડાઈનિંગ રૂમ પણ ખૂબ મોટા છે.

આ ઘર બનાવવાનો ઓર્ડર સૈફના દાદા ઈફ્તિખાર અલી ખાને આપ્યો હતો. તે રોબર્ટ ટોર રસેલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. અને તેણે પોતાના સમયની સંસ્થાનવાદી ઇમારતોમાંથી પ્રેરણા લીધી હતી.

આ ભવ્ય મહેલમાં એટલી જગ્યા છે, કે તેમાં ગામ સરળતાથી વસાવી શકાય છે. સ્પષ્ટ છે કે, સૈફ તેના માતાપિતાના ઘરે તૈમૂર અને કરીના સાથે કવાલિટી ટાઈમ પસાર કરવામાં ખૂબ જ મજા કરી રહ્યા છે. પટૌડી પેલેસમાં ‘મંગલ પાંડે’, ‘વીર-ઝારા’ સહિત અનેક બોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે. ‘રંગ દે બસંતી’, ‘પ્રેમ’ જેવી ફિલ્મો પણ શામેલ છે.

વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો સૈફ હવે નેટફ્લિક્સ પર ‘બાઝાર’ના રિલીઝ પછી સેક્રેડ ગેમ્સના શૂટિંગમાં વ્યસ્ત છે. જ્યારે કરીના અક્ષય કુમારની સાથે ગુડ ન્યૂઝ માટે શૂટિંગ કરી રહી છે. કરીના પોતાની આગામી ફિલ્મ તખ્તમાં રણવીર સિંહ, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, અનિલ કપૂર, જાન્હવી કપૂર અને ભૂમિ પેડનેકર સાથે જોવા મળશે.