નિક-પ્રિયંકાની પુત્રી પર માસી પરિણીતિ એ લુટાવ્યો પ્રેમ, કહ્યું- તે મારી બાળકી છે, જુવો તેનો આ વીડિયો

બોલિવુડ

પરિણીતી ચોપરા હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી છે અને તે બોલીવુડ અને હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાની કઝીન પણ છે. બંને બહેનોનો અદ્ભુત બોન્ડિંગ કોઈથી છુપાયો નથી. હવે પરિણીતીને પ્રિયંકા પર પ્રેમ લુટાવવા ઉપરાંત એક અન્ય નવી વ્યક્તિ મળી ગઈ છે.

હવે પરિણીતી માત્ર પ્રિયંકા પર જ નહીં પરંતુ તેની પુત્રી પર પણ પ્રેમ લુટાવે છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ આ વર્ષની શરૂઆતમાં એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. પ્રિયંકા આ વર્ષે સરોગસી દ્વારા માતા બની હતી. કપલ એ પોતાની પુત્રીનું નામ માલતી મેરી ચોપરા જોનાસ રાખ્યું છે. માલતી મેરી ચોપરા જોનાસને તેની માસી એટલે કે પરિણીતીએ દુનિયાની સૌથી સુંદર બાળકી જણાવી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પરિણીતી પ્રિયંકાની પુત્રીને દુનિયાની સૌથી સુંદર છોકરી કહી રહી છે. વીડિયોમાં પ્રિયંકા અને તેની માતા મધુ પણ જોવા મળી રહી છે. પ્રિયંકાની માતાના ખોળામાં પ્રિયંકાની પુત્રી માલતી છે. વીડિયોમાં તમે જોઈ અને સાંભળી શકો છો કે પરિણીતી કેવી રીતે પ્રિયંકાની પ્રેમિકાની પ્રસંશા કરી રહી છે.

જણાવી દઈએ કે તાજેતરમાં પરિણીતી ચોપરાએ એક ઈન્ટરવ્યુમાં ભાગ લીધો હતો. જ્યાં તેણે પોતાની ભાણેજ વિશે પણ વાત કરી હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે તે પોતાની ભાણેજ વિશે શું કહેવા ઈચ્છે છે અને શું તે તેને મળી છે. તો પરિણીતીએ જવાબ આપતા કહ્યું કે “ઓહ માય ગોડ. અલબત્ત, તે દુનિયાની સૌથી સુંદર બાળકી છે. તે શરૂઆતમાં થોડી નબળી હતી, પરંતુ હવે તે સ્વસ્થ છે.” અભિનેત્રીએ આગળ કહ્યું, “તે એક સુંદર બાળકી છે, હું તેના વિશે વધુ વાત કરવા ઈચ્છતી નથી, પરંતુ તે મારી નાની છોકરી છે”.

 

View this post on Instagram

 

A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi) 

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો ‘Jerry x Mimi’ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વિડિયો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે, “આટલી પ્રેમાળ અને મને પસંદ છે કે તે તેની પ્રાઈવસીનું સન્માન કરે છે”. એકે લખ્યું કે, “નિક અને પ્રિયંકાની પુત્રી કેટલી સુંદર છે તેનો અંદાજ આપણે બસ પ્રેમથી લગાવી શકીએ છીએ કે “. એક યુઝરે પરિણીતી માટે લખ્યું કે, “પરી તુ નજર ન દે ના”.

પરિણીતીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે ફરી એકવાર મોટા પડદા પર અક્ષય કુમારની પત્નીના પાત્રમાં જોવા મળશે. બંને કલાકારો 4 જુલાઈથી તેમની નવી ફિલ્મ ‘કેપ્સુલ ગિલ’નું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. બંને પતિ-પત્નીના રોલમાં હશે. આ પહેલા બંને 2019ની ફિલ્મ ‘કેસરી’માં પતિ-પત્ની બની ચૂક્યા છે.