કોઈ ફાઈવ સ્ટાર્સ હોટલથી ઓછું નથી પરિણીતિ ચોપડાનું ઘર, જુવો આ લક્ઝરી ઘરની અંદરની તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી તરીકે જાણીતી પરિણીતી ચોપડાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર સારી ઓળખ બનાવી છે. તેની એક્ટિંગની સાથે ચાહકોએ તેને તેની સુંદરતાને કારણે પણ ખૂબ પસંદ કરી છે. તે ઘણીવાર તેની ફિલ્મોને લઈને હેડલાઇન્સનો ભાગ રહે છે. જણાવી દઈએ કે પરિણીતી ચોપડા જાણીતી અને સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપરાની કઝીન સિસ્ટર છે.

પરિણીતી ચોપડાને હિન્દી સિનેમામાં કામ કરતા ઘણો સમય થઈ ગયો છે. અત્યાર સુધી તેના કામને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. તે હંમેશાં કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે, જોકે આજે અમે તમને એવી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જેમાં પરિણીતી ચોપડાની જાન વસે છે. ખરેખર આપણે પરિણીતીના ઘરની વાત કરી રહ્યા છીએ. પરિણીતી ચોપરાનું ઘર ખૂબ જ સુંદર અને લક્ઝરી છે. ચાલો આજે તેના ઘરની કેટલીક તસવીરો જોઈએ.

બાલકનીનો સુંદર નજારો: આ પરિણીતી ચોપરાના ઘરનો બાલ્કનીનો નજારો છે. બાલ્કનીમાંથી બહાર જોવાથી દિલને આરામ આપનારો નજારો જોવા મળે છે, જેનો અહેસાસ તમને તસવીર જોઈને જ થઈ ગયો હશે. તેના ઘરની બાલ્કનીમાં અલગ અલગ છોડ સિરામિક ફ્લાવર પોટમાં લગાવવામાં આવ્યા છે. સાથે જ, બાલ્કનીમાં કાચની દિવાલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાચની દિવાલો પરથી સૂર્યાસ્તનો નજારો પણ જોવા મળે છે.

ટીવી એરિયા: આ તસવીરમાં જોઇ શકાય છે કે પરિણીતીના ઘરે એક મોટું ટીવી છે. આ તેનો ટીવી કોર્નર છે. તે અવારનવાર અહીં સમય પસાર કરતી જોવા મળે છે. આ એરિયાની દિવાલો પર નજર કરીએ તો ખબર પડે છે કે ઘરની દીવાલોને સફેદ રંગથી તૈયાર કરવામાં આવી છે.

સુંદર સજાવટ: પરિણીતી ચોપડાએ તેના ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે અને ઘર જોવામાં ખૂબ જ વ્યવસ્થિત પણ જોવા મળે છે. ડેકોરેશનની ચીજોથી તેના ક્લાસિક ટેસ્ટની જાણ થાય છે

ઘરના ડ્રોઇંગ રૂમનો નજારો: આ છે પરિણીતિના ઘરનો ડ્રોઈંગ રૂમનો નજારો. આ તસવીરમાં પરિણીતી ચોપડાને નમસ્કારની મુદ્રામાં જોઈ શકાય છે. ઘરના ડ્રોઇંગ રૂમમાં અલગ અલગ રંગના સોફા રાખવામાં આવ્યા છે. ત્યાં સફેદ રંગના પડદા લાગેલા છે અને દિવાલો સફેદ રંગની જોવા મળી રહી છે. ડ્રોઇંગ રૂમની સુંદરતા જોતા જ બને છે.

સુંદર ડિઝાઇન: આ તસવીર સ્પષ્ટતા કરે છે કે પરિણીતી ચોપરાનું ઘર કેટલું લક્ઝુરિયસ અને સુંદર છે. મોંઘા કાર્પેટ, આરામદાયક સીટિંગ એરેંજમેંટ, ઇન્ડોર પ્લાંટ્સ અને વુડન ફ્લોરિંગ ઘરને પરફેક્ટ લુક આપે છે. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ મુજબ પરિણીતી ચોપડાનું ઘર જાણીતી ઇન્ટિરિયર ડિઝાઇનર રિચા બહલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.

2011 માં કર્યું હતું બોલીવુડ ડેબ્યૂ: જણાવી દઈએ કે પરિણીતી ચોપડાએ તેની ફિલ્મી કારકીર્દિની શરૂઆત વર્ષ 2011 માં ફિલ્મ રિકી બહલથી કરી હતી. પરંતુ મુખ્ય કલાકારો તરીકેની તેમની પહેલી ફિલ્મ ‘ઇશાકઝાદે’ હતી. પરિણીતી એક અભિનેત્રીની સાથે જ એક શ્રેષ્ઠ સિંગર પણ છે.