ખુબ જ પવિત્ર છે પારિજાતનો છોડ તેને લગાવવાથી મળે છે ધન લાભથી લઈને આ ચમત્કારિક ફાયદાઓ

ધાર્મિક

પારીજાતનાં ઝાડમાં ખૂબ જ સુંદર ફૂલો આવે છે, જે સફેદ રંગના હોય છે અને સુગંધિત હોય છે. આ છોડ હરસીંગાર, શેફાલિકા, પરજા તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં તેનું નામ નાઈટ જેસ્મિન છે. પારીજાતનાં ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે અને તેઓ સવારના સમયે કરમાઈ જાય છે. શાસ્ત્રોમાં પારિજાતનું ફૂલ ખૂબ જ ચમત્કારિક માનવામાં આવ્યું છે અને આ ફૂલોની મદદથી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. તો ચાલો આપણે પારિજાત ફૂલના ચમત્કારીક ફાયદા વિશે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ પારીજતનું ઝાડ ઘરના વાસ્તુ દોષને દૂર કરે છે. તેથી જે લોકોના ઘરમાં વાસ્તુ દોષ હોય છે. તે લોકોએ તેમના ઘરમાં આ છોડ લગાવવો જોઈએ. જો ઘરમાં છોડ લગાવવાની જગ્યા નથી. તો આ છોડને ઘરની નજીક લગાવો. આ વાતનું ધ્યાન રાખો કે તે ઘરેથી જોઈ શકાય. આ ઉપાય કરવાથી વાસ્તુ દોષ યોગ્ય થઈ જશે.

માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે પરીજાતનાં ફૂલોનો ઉપયોગ કરો. આ ફૂલ માતાને ખૂબ પ્રિય છે અને માતાને આ ફૂલ ચળાવવાથી તે પ્રસન્ન થાય છે. જો કે પૂજા માટે માત્ર તે જ ફૂલનો ઉપયોગ કરો જે એકદમ સાફ હોય. જમીન પર પડેલા ફૂલોનો ઉપયોગ પૂજા દરમિયાન ન કરો.

શાસ્ત્રો મુજબ જ્યાં આ છોડ હોય છે ત્યાં સાક્ષાત લક્ષ્મીનો વાસ હોય છે. તેથી આર્થિક સમસ્યા થાય ત્યારે ઘરમાં આ છોડ લગાવી દો. ઘરના આંગણામાં આ ઝાડ લગાવાથી માતા લક્ષ્મીનો વાસ થશે અને પૈસાની અછત દૂર થશે. તમારે શુક્રવારે આ છોડ લગાવવો જોઈએ.

તણાવને દૂર કરવામાં પણ આ ફૂલ અસરકારક છે. જે લોકોને વધારે તણાવ રહે છે તે આ ફૂલને સુંગધતા રહો. આ ફૂલ સુંઘવાથી તણાવ દૂર થઈ જશે. જે લોકોને રાત્રે ખરાબ સ્વપ્નો આવે છે. તે લોકો રાત્રે સૂવાના સમયે તેમની પાસે થોડા પારિજાતન ફૂલ રાખો. આ કરવાથી સ્વપ્નો આવવાનું બંધ થઈ જશે.

જે ઘરમાં પારિજાતનો છોડ હોય છે. તે ઘરના સભ્યોનાં જીવનમાં હંમેશા ખુશીઓ રહે છે અને દરેકનું આયુષ્ય પણ લાંબુ થાય છે. આ ઉપરાંત જેના પણ ઘરમાં આ ફૂલ ખીલે છે. ત્યાં હંમેશા શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

આ ફૂલો સ્વાસ્થ્ય માટે પણ સારા માનવામાં આવે છે. આ ફૂલનો રસ પીવાથી હૃદય રોગથી રક્ષણ મળે છે. હરસીંગારનો ઉપયોગ હૃદયરોગ માટે શ્રેષ્ઠ છે. જો તમને હ્રદય રોગ છે, તો તેના ફૂલના રસનું સેવન કરો. કોઈપણ આયુર્વેદિક ડૉક્ટર પાસેથી રસ કાઢવાની પ્રક્રિયા શોધી કાઢો. આ છોડના પાનનો ઉપયોગ પણ ઔષધિ તરીકે કરવામાં આવે છે.

પારિજાત સાથે જોડાયેલ પૌરાણિક મહત્વ: પૌરાણિક માન્યતાઓ મુજબ, પરીજાતનું ઝાડ સ્વર્ગમાંથી ધરતી પર લાવવામાં આવ્યું હતું. નરકાસૂરના વધ પછી એક વખત શ્રીકૃષ્ણ સ્વર્ગ ગયા અને ત્યાં ઈંદ્રએ તેમને પારિજાતનું ફૂલ ભેટમાં આપ્યું. જ્યારે અન્ય દંતકથા અનુસાર પારિજાત છોડનો ઉદ્દભવ સમુદ્ર મંથન દરમિયાન થયો હતો. જેને ઈન્દ્રએ તેની વાટિકામાં રોપ્યો હતો. હરિવંશપુરાણમાં આ ઝાડ અને ફૂલોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશમાં પારિજાતના 4 પ્રકારના છોડ છે. જે હજારો વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. આ ચારમાંથી બે છોડ વન વિભાગ ઈટાવાના પરિસરમાં છે. જે પર્યટકોને ‘દેવતાઓ અને રાક્ષસો’ વચ્ચે થયેલા સમુદ્ર મંથન વિશે જણાવે છે.