‘જોધા અકબર’ ની જોધા ઇર્ફ પરિધિ શર્મા આજે બની ચુકી છે એક બાળકની માઁ, છતા પણ છે ખૂબ જ ફિટ, જુકો તેની સુંદર તસવીરો

Uncategorized

ટીવીની દુનિયામાં, દર વર્ષે ઘણા શો આવે છે અને ચાલે છે અને પછી બંધ થઈ જાય છે. એવા ઘણા ઓછા લોકો હોય છે જે દર્શકોના દિલ અને મગજમાં પોતાની જગ્યા બનાવી શકે છે. આવા જ શોમાં એક શો હતો ટીવી પર આવનારો શો ‘જોધા અકબર’. જોધા અકાબરે દેશભરમાં એક અલગ ઓળખ બનાવી હતી. તે એક ઐતિહાસિક શો હતો. તે એટલો પ્રખ્યાત થયો હતો કે ઘણા દિવસો સુધી ટીવી પર ટીઆરપીમાં નંબર બની રહ્યો હતો.

આ શોમાં જોધા બાઇની ભૂમિકા નિભાવનાર પરિધિ શર્માને ઘર-ઘરમાં ઓળખ મળી હતી. અભિનેત્રી પરિધિ શર્મા હવે 34 વર્ષની થઈ ગઈ છે. પરિધિનો જન્મ 15 મે 1987 માં ઇંદોર શહેરમાં થયો હતો. પરિધી શર્માએ સીરીયલ ‘તેરે મેરે સપને’ થી 2010 માં ટીવી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને તેની સાચી ઓળખ 2013 માં શરૂ થયેલા ટીવી શો ‘જોધા અકબર’ થી મળી. પરિધીએ આ શોમાં તેની એક્ટિંગ અને સુંદરતાથી બધાને દિવાના બનાવ્યા હતા.

પોતાની કારકિર્દીને ઓળખ મળ્યાના એક વર્ષમાં જ જોધા ઉર્ફ પરિધી શર્માએ અમદાવાદના બિઝનેસમેન તન્મય સક્સેના સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 5 વર્ષ પછી, પરિધિએ 2016 માં એક પુત્રને જન્મ આપ્યો. આ સમય દરમિયાન, તેણે એક્ટિંગથી બ્રેક લીધો અને તેના પરિવાર અને બાળકને સમય આપ્યો. આજે આ અભિનેત્રીનો પુત્ર પણ પાંચ વર્ષનો થઈ ગયો છે. પરિધિના પુત્રનું નામ રિધાર્વ છે.

પરિધિ શર્મા એક પુત્રની માતા બન્યા પછી પણ આજે ખૂબ જ સ્લિમ ટ્રીમ લાગે છે. તેની ફિટનેસને જોઈને કોઈ કહી શકશે નહીં કે તે 5 વર્ષના પુત્રની માતા હશે. આ અભિનેત્રી ઘણીવાર પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. લોકો તેની ખૂબ પ્રશંસા કરે છે. લોકો તેને તેની ફિટનેસનું રાજ પણ પૂછે છે. જણાવી દઇએ કે જોધા અકબર પછી પરિધિ એ ‘યે કહાં આ ગયે હમ’ (2016) માં જોવા મળી હતી. તેની પ્રેગ્નેંસીના કારણે તેણે ટૂંક સમયમાં જ કામ પરથી બ્રેક લીધો હતો.

પ્રેગ્નેંસી પછી, એક સમયે પરિઘને ઓળખવી પણ મુશ્કેલ હતું. તેનો લુક ઘણો બદલાઈ ગયો હતો. પરંતુ આ પછી, અભિનેત્રીએ તેના લુક પર ઘણું કામ કર્યું અને પોતાને ફીટ કરી અને ટીવી શો ‘પટિયાલા બેબ્સ’થી ટીવી પર જોરદાર કમબેક કર્યું. પરંતુ આ સીરિયલમાં તેણે ટીનએજ છોકરીની માતાની ભૂમિકા નિભાવી હતી. પરિધી 2011 માં શરૂ થયેલા પ્રખ્યાત શો ‘રુક જાના નહીં’માં મુખ્ય પાત્ર સાંચીની સહેલી મહકના પાત્રમાં જોવા મળી હતી. તેના આ પત્ર એ પણ ઘણી ઉંડી છાપ છોડી હતી.

પરિધિ શર્મા સાથે એક વિવાદ એ પણ છે કે તેની પર એક્ટિંગ કારકીર્દિની શરૂઆતમાં પોતાના લગ્નની વાત છુપાવવાનો આરોપ પણ લાગતો રહે છે. આ વિશે તેમણે કહ્યું હતું કે હું એક સામાન્ય વ્યક્તિ છું, મને તે યોગ્ય નથી લાગતું કે પોતાની પર્સનલ લાઈફ વિશે દરેકને જણાવવું જોઈએ. પરિધિ શર્માએ તેરે મેરે સપને, રૂક જાના નહીં, જોધા અકબર, કોડ રેડ, યે કહાં આ ગયે હમ, પટિયાલા બેબ્સ અને જગ જનાની માં વૈષ્ણો દેવી જેવા ટીવી શોમાં કામ કર્યું છે.