કરણ જોહરથી લઈને શત્રુધન સિન્હા આ 10 સ્ટાર્સ છે જુડવા બાળકોના માતા-પિતા, નંબર 5 એ તો આપ્યો હતો 3 બાળકોને જન્મ

બોલિવુડ

માતાપિતા બનવું એ દુનિયાનું સૌથી મોટું સુખ છે. એવું કહેવામાં આવે છે કે તેનાથી કોઈ મોટું સુખ નથી હોતું. આ એક એવું સુખ છે જે સામાન્ય માણસોની સાથે જ બોલીવુડ સેલેબ્સ પણ આ સુખનો અનુભવ કરે છે. આપણી ઘણી સેલિબ્રિટી કપલ તો એવી છે જે એક નહીં પરંતુ એક જ વખતમાં બે-બે બાળકોના માતા-પિતા બન્યા છે. આ સેલેબ્સ જુડવા બાળકોના માતા-પિતા બન્યા છે. આજે અમે તમને તે સેલિબ્રિટી કપલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કરણ જોહર: આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે ફિલ્મ મેકર કરણ જોહર નું. કરણ એક સિંગલ પેરેંટ છે. ફિલ્મમેકર કરણ જોહર સરોગસી દ્વારા જુડવા બાળકોના પિતા બન્યા છે. કરણ જોહર એક પુત્ર અને એક પુત્રીનો પિતા છે. તેમના પુત્રનું નામ તેના પિતાના નામ પર યશ જોહર છે. તેની પુત્રીનું નામ રૂહી છે.

સન્ની લિયોન – ડેનિયલ વેબર: ભારતીય મૂળની અભિનેત્રી સન્ની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબર વર્ષ 2018 માં સરોગસી દ્વારા જુડવા બાળકોના માતા-પિતા બન્યા હતા. સન્ની અને ડેનિયર આ બંનેના પુત્રોના નામ અશરસિંહ વેબર અને નોહાસિંહ વેબર છે. આ બંનેએ એક પુત્રીને દત્તક પણ લીધી છે.

સંજય દત્ત-માન્યતા દત્ત: સંજય દત્તે માન્યતા દત્ત સાથે ત્રીજા લગ્ન કર્યા છે. તેમના જુડવા બાળકોના નામ શહરાન અને ઇકરા. હવે તે બંને દસ વર્ષના થઈ ગયા છે. સંજય દત્તને તેની પહેલી પત્ની થી પણ એક પુત્રી ત્રિશાલા છે.

સેલિના જેટલી – પિટર હોગ: બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલીએ બિઝનેસમેન પીટર હોગ સાથે સાત ફેરા લીધા છે. તેણે લગ્ન કર્યા પછીથી જ ફિલ્મોને અલવિદા કહ્યું હતું. સેલિના વર્ષ 2012 માં પહેલી વાર જુડવા બાળકોની માતા બની હતી. તેણે પોતાના આ બાળકોનું નામ વિરાજ અને વિસ્ટન રાખ્યું છે. આ પછી, અભિનેત્રીએ 2017 માં ફરી એક વાર જુડવા બાળકોને જન્મ આપ્યો. આ દરમિયાન તેણે પોતાના એક પુત્ર શમશેર ને ગુમાવ્યો હતો.

ફરાહ ખાન – શિરીષ કુંડર: બોલીવુડની જાણીતી કોરિઓગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાન અને શીરીશ કુંદર પણ બાળકોની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી છે. કારણ કે આ કપલ એક જ વારમાં એક નહિં પરંતુ 3 બાળકોના માતા-પિતા બન્યા હતા. વર્ષ 2008 માં ફરાહ ખાને આઈવીએફ ટેકનીક દ્વારા ત્રણ બાળકો, બે પુત્રી અન્યા, દિવા અને એક પુત્ર ક્રૈજને જન્મ આપ્યો હતો.

હિતેન તેજવાલી – ગૌરી પ્રધાન: ટીવી પર હિતેન તેજવાલી અને ગૌરી પ્રધાનની જોડી સૌથી સુંદર અને પ્રખ્યાત જોડીમાંની એક છે. અભિનેત્રી ગૌરીએ જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. હિતેન-ગૌરીના પુત્રનું નામ નિવાન છે, જ્યારે તેમની પુત્રીનું નામ કાત્યા છે.

સૌરભ રાજ જૈન – રિદ્ધિમા: મહાભારત, મહાકાલી અને રાધાકૃષ્ણ જેવી ભક્તિપૂર્ણ સિરિયલોથી પ્રખ્યાત બનેલા અભિનેતા સૌરભ રાજ જૈન અને તેમની પત્ની રિદ્ધિમા પણ જુડવા બાળકોનાં માતા-પિતા છે. આ બંનેના જુડવા બાળકોનાં નામ રિષિકા અને હરીશિવ છે.

કૃષ્ણ અભિષેક – કશ્મીરા શાહ: કૃષ્ણા અભિષેક એક મોટા કોમેડિયન બની ચુક્યા છે. તેણે કાશ્મીરા શાહ સાથે લગ્ન કર્યા હતા. કૃષ્ણાની પત્ની કશ્મિરાએ ઘણી વખત મિસકેરેજનું દુઃખ સહન કર્યું છે. ત્યાર પછી બંને સરોગસી દ્વારા જુડવા પુત્રો રેયાન અને કૃષાંગના માતા-પિતા બન્યા.

કરણવીર બોહરા – ટીજે સિંધુ: ટીવીના સૌથી હેન્ડસમ અભિનેતામાં શામેલ કરણવીર બોહરાએ ટીજે સિંધુ સાથે લગ્ન કર્યા છે. આ કપલ ત્રણ પુત્રીના માતા-પિતા છે. કરણ અને ટીજેની પહેલી બે પુત્રી વિએના અને બેલા બોહરા જુડવા છે. આ બંનેનો જન્મ વર્ષ 2017 માં થયો હતો.

શત્રુઘ્ન સિંહા – પૂનમ સિંહા: બોલીવુડના 80 ના દાયકાના જાણીતા બોલિવૂડ અભિનેતા શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાના ઘરે પણ જુડવા બાળકોનો જન્મ થતો. તેમણે આ બાળકોનું નામ લવ અને કુશ રાખ્યું હતું. આ બંને ભાઈ લુકમાં એક જેવા જ છે. આ બંને ભાઈઓને એક બહેન સિનાક્ષી સિન્હા પણ છે.