ઘરની તિજોરીમાં નથી ટકી રહ્યા પૈસા, તો તિજોરીમાં રાખો આ છોડનું પાન, મળશે પૈસા જ પૈસા

ધાર્મિક

હિન્દુ સંસ્કૃતિમાં પીપળના વૃક્ષને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. આ ઉપરાંત જો તમને ધર્મ અને આધ્યાત્મિકતામાં રસ છે તો તમે જરૂર જાણતા હશો કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે હું પીપળનું વૃક્ષ છું અને ક્યાંક ને ક્યાંક આ પીપળના વૃક્ષનું મહત્વ જાણી શકાય છે. પરંતુ અમે તમને એક સવલ પૂછીએ કે શું તમે ક્યારેય પારસ પીપળા વિશે સાંભળ્યું છે? આવી સ્થિતિમાં સામ્ન્ય રીતે તમારો જવાબ ના હશે.

ચાલો આવી સ્થિતિમાં અમે તમને પારસ પીપળા વિશે જણાવીએ અને તે એક એવું ચમત્કારી વૃક્ષ છે. જેના પાંદડાને તિજોરીમાં રાખવાથી તમારી તિજોરી ધન-ધાન્યથી ભરાઈ જાય છે. આ ઉપરાંત આ વૃક્ષના પાંદડા અનેક રીતે ફાયદાકારક હોય છે. ચાલો આવી રીતે સમજીએ સંપૂર્ણ સ્ટોરી.

વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં કેટલીક એવી ચીજો વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. જે ખૂબ જ ચમત્કારિક હોવાની સાથે જ વ્યક્તિઓ માટે ખૂબ જ શુભ પણ હોય છે અને આ ચીજોને પોતાની પાસે રાખવાથી અથવા પહેરવાથી તમામ દુ:ખ અને દર્દ દૂર થઈ જાય છે. તેમાંથી એક પારસ પીપળનું વૃક્ષ છે. જોકે પારસ પીપળો એક દુર્લભ વૃક્ષ છે. જો તેને ઘરના આંગણામાં લગાવવામાં આવે તો પરિવારમાં ક્યારેય પૈસાની અછત નથી આવતી. આ ઉપરાંત પારસ પીપળાનું મહત્વ જેટલું ટોટકામાં છે તેનાથી વધારે ઉપયોગ આયુર્વેદમાં પણ થાય છે.

જણાવી દઈએ કે પારસ પીપળાથી નશા જેવા વ્યસનને પણ છોડી શકાય છે. સાથે જ અન્ય સામગ્રીઓ સાથે તેનો ઉપયોગ સંપત્તિ, વૈભવ, સુખ અને ઐશ્વર્ય મેળવવા માટે કરવામાં આવે છે. સાથે જ જ્યારે આપણે પારસ પીપળા વિશે વાત કરીએ છીએ તો તે સામાન્ય પીપળાથી બિલકુલ અલગ છે અને તે સામાન્ય રીતે જંગલોમાં જોવા મળે છે. આ ઉપરાંત પારસ પીપળાના પાન દૂરથી જોવામાં પીપળા જેવા જ હોય છે, પરંતુ તેના પાંદડાની ગોળાઈ વધુ હોય છે અને તેમાં લેડીઝ ફ્લાવર્સ જેવા પીળા ફૂલો પણ આવે છે.

સાથે જ જેમ કે તેના નામ સાથે જ પારસ જોડાયેલું છે તો આ વૃક્ષ પોતાની આસપાસની ચીજોને સોના સમાન બનાવી દે છે. અને આ જ કારણ છે કે તેનું જ્યોતિષમાં અને આયુર્વેદમાં ખૂબ વર્ણન કરવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેને ‘ગુરૂનું વૃક્ષ’ કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો કુંડળીમાં ગુરુ નબળા છે તો આ વૃક્ષને ઘરમાં જરૂર લગાવો.

આટલું જ નહીં આ છોડ વિશે કહેવાય છે કે ભગવાન વિષ્ણુ તેનાથી પ્રસન્ન થાય છે અને આ વૃક્ષની પૂજા કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ધન-ધાન્યથી ભરપૂર બનવા ઈચ્છે છે તો તેમણે પારસ પીપળાની પૂજા જરૂર કરવી જોઈએ. સાથે જ જો કોઈ વ્યક્તિ આર્થિક સંકટનો સામનો કરી રહી છે તો તેણે પારસ પીપળના 108 પાન પર ભગવાન વિષ્ણુનું નામ લખીને નદીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ. તેનાથી ઘરમાં પૈસાની અછત દૂર થશે, સાથે જ ધન લાભ થવાની પણ સંભાવના રહે છે.

આ ઉપરાંત જો ઘરમાં કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડી રહ્યા છે તો પારસ પીપળના 21 પાન પર ‘ૐ હનુમતૈ નમઃ’ લખીને તેને વહેતા પાણીમાં નાખો. તેનાથી ખરાબ નજરનો પડછાયો દૂર થાય છે અને વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. સાથે જ જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિના લગ્ન થઈ રહ્યા નથી તો પારસ પીપળાના મૂળમાં જળ ચળાવવું જોઈએ. આ સાથે જો તે વ્યક્તિ ગુરુ ગ્રહના મંત્રના જાપ કરે તો ટૂંક સમયમાં લગ્ન થવાના યોગ બનશે.