અનુપમાનો નાનો પુત્ર કલનાવત રિયલ લાઈફમાં છે ખૂબ જ ફેમસ, મળો તેમના રિયલ પરિવારને

બોલિવુડ

ટીવી સિરિયલ ‘અનુપમા’ આ દિવસોમાં ચરમસીમા પર છે. આ સીરિયલને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. સાથે જ આ ટીવી સીરિયલમાં ઘણા કલાકારો એવા છે, જેમને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. તેમાંથી એક પાત્ર સિરિયલમાં ‘સમર’નું છે. સમર સીરિયલનું પાત્ર નિભાવનારી અનુપમાનો નાનો પુત્ર છે.

જણાવી દઈએ કે જે પુત્રની કલ્પના દરેક માતા કરે છે, સમર બિલકુલ તેવો જ છે. પોતાની માતાને કોઈ પણ દુઃખ ન પહોંચે તેના માટે તે કોઈની પણ સામે ઉભો રહી જાય છે અને આવી સ્થિતિમાં આ સુંદર પાત્ર નિભાવતા અભિનેતાની વાત કરીએ તો ‘સમર’નું પાત્ર પારસ કલનાવત નિભાવી રહ્યા છે.

સમર તરીકે પારસને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે અને તે એક આદર્શ પુત્રની છબી સાથે ઘર-ઘરમાં ખૂબ ખ્યાતિ મેળવી રહ્યો છે. ચાલો આજે તમને તેમના અંગત જીવન વિશે જણાવીએ.

કોણ છે પારસ કલનાવત: જણાવી દઈએ કે પારસ કલનાવત એક ભારતીય અભિનેતા અને મોડલ છે. તે ઘણા ભારતીય ટેલિવિઝન-શો ની સાથે-સાથે વેબ-સિરીઝમાં પણ નિયમિત રીતે જોવા મળે છે. તેમની કારકિર્દીની શરૂઆત ત્યારે થઈ જ્યારે તેમણે મેરી દુર્ગા પર સંજય પ્રિંસ અહલાવતની ભુમિકા નિભાવી. નોંધપાત્ર છે કે પારસ જિમ જવાનો પણ શોખીન છે અને હવે પારસ સ્ટાર પ્લસની ટીવી સીરિયલ ‘અનુપમા’માં સમરનું પાત્ર નિભાવી રહ્યો છે.

પારસ કલનાવતનો જન્મ અને શરૂઆતનું જીવન: જણાવી દઈએ કે પારસ કલનાવત નાગપુરના બિઝનેસમેન ભૂષણ કલનાવત અને અનીતા કલનાવતનો પુત્ર છે. તેમનો જન્મ નાગપુર પાસે ભંડારા વિસ્તારમાં થયો હતો. તેમણે પોતાનું શિક્ષણ નાગપુરની એક સ્કૂલમાંથી લીધું અને પછી તે અભિનેતા બનવા માટે મુંબઈ ચાલ્યા ગયા. તેમણે ટેરેન્સ લુઈસ એકેડેમીમાંથી ડાન્સ ડિપ્લોમા પણ મેળવ્યું છે. સાથે જ વાત પારસના જન્મ વર્ષની કરીએ તો તેનો જન્મ 9 નવેમ્બર 1996ના રોજ થયો હતો.

પારસના પિતા ભૂષણ કલનાવત બિઝનેસમેન હતા. તે જ વર્ષે માર્ચમાં પારસના પિતાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. સાથે જ પારસની માતા અનિતા કલનાવત એક હાઉસવાઈફ છે. પારસની એક મોટી બહેન પણ છે, જે પરિણીત છે. પારસ તેના પરિવારના દરેક સભ્યને ખૂબ જ પ્રેમ કરે છે અને હંમેશા તેના પરિવાર સાથે જોડાયેલી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતો રહે છે.

પારસ કલાનવતની કારકિર્દી: જણાવી દઈએ કે ઈન્ડસ્ટ્રીમાં કોઈ સાથે ઓળખાણ ન હોવાને કારણે પારસ માટે પોતાને સ્થાપિત કરવું સરળ ન હતું. પરંતુ એક્ટિંગ પ્રત્યે તેમનો જુસ્સો એટલો હતો કે તેમણે પીછેહઠ કરવાનો નિર્ણય ક્યારેય પોતાના મનમાં ન લીધો. સાથે જ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવવા માટે પારસે નાના-નાના પગલાં લીધા અને વર્ષ 2017માં ‘એ જિંદગી’ ટીવી સીરિયલ માં ધ્રુવની ભૂમિકા નિભાવી.

પારસને ઓળખ મળી ટીવી સીરિયલ ‘મેરી દુર્ગા’થી. આ સિરિયલ સમાપ્ત થયા પછી પારસે ‘મરિયમ ખાન રિપોર્ટિંગ લાઈવ’, ‘કૌન હૈ’ અને ‘લાલ ઈશ્ક’ જેવી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું. પરંતુ પારસને દર્શકોનો સૌથી વધુ પ્રેમ ટીવી સિરિયલ ‘અનુપમા’માં મળ્યો.

જણાવી દઈએ કે ટીવી સિરિયલ ઉપરાંત પારસે ‘દિલ હી તો હૈ-2’, ‘ઈશ્ક આજ કલ’ અને ‘દિલ હી તો હૈ-3’ જેવી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત પારસ કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી ચુક્યા છે. ટીવી અને પ્રિન્ટની જાહેરાતોમાં પણ પારસ જોવા મળી ચુક્યો છે. આ રીતે જોવામાં આવે તો પારસે ભલે ધીમી શરૂઆત કરી હોય, પરંતુ હવે તેણે સફળતાની સીડીઓ ચળવાની શરૂઆત કરી દીધી છે.

જાણો કેવી છે પારસ કલનાવતની લવ લાઈફ: બીજી તરફ પારસની લવ લાઈફની વાત કરીએ તો ટીવી સીરિયલ ‘મેરી દુર્ગા’ના શૂટિંગ દરમિયાન પારસ અને તેની કો-સ્ટાર ઉર્ફી જાવેદનું નામ એકબીજા સાથે જોડાઈ ગયું હતું. જોકે ખુલીને બંનેએ ક્યારેય પોતાના પ્રેમને કબૂલ નથી કર્યો. સાથે જ વર્ષ 2018 માં જેવી જ ટીવી સીરિયલ સમાપ્ત થઈ તેવા જ તેમના બ્રેકઅપના સમાચાર પણ આવવા લાગ્યા. ત્યાર પછી ટીવી સીરિયલ ‘અનુપમા’માં પારસની કો-એક્ટર અનઘા ભોસલેને તેની ગર્લફ્રેન્ડ જણાવવામાં આવી, પરંતુ પારસ અને અનઘા બંનેએ મીડિયાની સામે આવીને આ વાત સ્પષ્ટ કરી દીધી કે તેમની વચ્ચે માત્ર મિત્રતા છે.