પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે પરાગ અગ્રવાલ, ફરવાનો છે ખૂબ જ શોખ, જાણો કેવી છે તેમની લવ લાઈફ

બોલિવુડ

પરાગ અગ્રવાલ આ દિવસોમાં સોશિયલ મીડિયા સ્ટાર બની ચુક્યા છે. ખરેખર સોમવારે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ સીઇઓના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં ટ્વિટરના નવા CEO ભારતીય-અમેરિકન પરાગ અગ્રવાલ બનશે. આ પહેલા તેઓ કંપનીમાં ચીફ ટેક્નોલોજી ઓફિસરના પદ પર હતા. પરાગે 2011માં ટ્વિટર જોઇન કર્યું હતું. આ પહેલા તે યાહૂ અને માઈક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરી ચુક્યા હતા.

પરાગ અગ્રવાલ ટ્વિટરના નવા CEO બન્યા પછી તેમને સતત અભિનંદનના સંદેશા મળી રહ્યા છે. આ સાથે જ લોકો તેમના અંગત જીવન વિશે જાણવા માટે પણ ખૂબ આતુર છે. ખાસ કરીને પરાગની લવ લાઈફ અને પત્ની વિશે ગૂગલ પર ખૂબ સર્ચ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં આજે અમે તમને પરાગની પત્ની, તેના લવ અને લગ્ન જીવનનો પરિચય આપવા જઈ રહ્યા છીએ.

આ છે પરાગ અગ્રવાલની પત્ની: પરાગ અગ્રવાલની પત્નીનું નામ વિનીતા અગ્રવાલ છે. તેમણે વિનીતા સાથે ઓક્ટોબર 2015માં સગાઈ કરી હતી. ત્યાર પછી બંનેએ જાન્યુઆરી 2016માં લગ્ન કર્યા હતા. આ લગ્ન હિંદુ રીતિ રિવાજ મુજબ થયા હતા. લગ્નની વિધિની તસવીરો તમે પરાગના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોઈ શકો છો. આ લગ્નથી પરાગને એક પુત્ર પણ છે જેનું નામ અંશ છે. લગ્ન પછીથી પરાગ તેની પત્ની વિનીતા અને પુત્ર અંશ સાથે અમેરિકાના કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં રહે છે.

ખૂબ ભણેલી છે પરાગની પત્ની: પરાગની પત્ની વિનીતા અગ્રવાલનું ટ્વિટર એકાઉન્ટ જોવાથી એ જાણ થાય છે કે તે સ્ટેનફોર્ડ સ્કૂલ ઑફ મેડિસિનમાં ફિઝિશિયન અને આસિસ્ટંટ ક્લિનિકલ પ્રોફેસર છે. આ નોકરી પહેલાં તે ફ્લેટિરોન હેલ્થમાં પ્રોડક્ટ મેનેજમેન્ટના ડિરેક્ટર તરીકે કામ કરતી હતી. તે ‘બિગહૈટ બાયોસાયન્સ’ સાથે પણ કામ કરે છે. મેડિકલ અને ટેકનિકલ ફીલ્ડમાં તેનું નામ ખૂબ રહ્યું છે.

વિનિતાએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. સાથે જ તે મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી પીએચડી પણ કરી ચુકી છે. જોકે રસપ્રદ વાત એ છે કે જે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી વિનીતા એ અભ્યાસ કર્યો છે ત્યાંથી જ પરાગે પણ પોતાનું પીએચડી કર્યું છે. વિનિતાએ ઈંસ્ટિટ્યૂટ ઓફ હાવર્ડ એંડ એમઆઈટી સાથે જેનેટિક બેસિસ ઓફ કોમન ડિસીઝનો અભ્યાસ કર્યો છે. સાથે જ તે કોલ્ડ સ્પ્રિંગ હાર્બર લેબોરેટરી એંડ લોરેંસ લીવમોર નેશનલ લેબોરેટરી માંથી કોમ્પ્યૂટેશનલ રિસર્ચ પણ કરી ચુકી છે.

ફરવાનો છે શોખ: પરાગ અને તેની પત્નીને ફરવાનો ખૂબ શોખ છે. પરાગ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવારનવાર પત્નીની તસવીરો શેર કરે છે. અહીં બંનેએ સુંદર ડેસ્ટિનેશંશની તસવીરો અપલોડ કરી છે.

પત્ની ઉપરાંત પરાગ પોતાના માતા-પિતાની તસવીર પણ શેર કરતા રહે છે. થોડા સમય પહેલા તેમણે પોતાના માતા-પિતાની તસવીર શેર કરી હતી, તો તેના પર સારી કમેન્ટ્સ આવી હતી. એક યુઝરે લખ્યું હતું કે પિતાના ચહેરા પર ગર્વ અને ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. હવે જે વ્યક્તિનો પુત્ર આટલો મોટો હોદ્દો મેળવે છે તેના પિતાને ગર્વ થવું સ્વાભાવિક છે.

જણાવી દઈએ કે પરાગનો જન્મ અને ઉછેર ભારતમાં થયો છે. IIT બોમ્બેમાંથી અભ્યાસ કર્યા પછી તેઓ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. તેમણે B.Tech એન્જિનિયરિંગ કર્યું છે. સાથે જ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે પીએચડી પણ કર્યું છે.