આ ભાડાના મકાનમાં રહેતા હતા ટ્વિટરના નવા CEO પરાગ અગ્રવાલ, અહીં પસાર થયું છે તેમનું બાળપણ, જુવો તસવીરો

વિશેષ

પરાગ અગ્રવાલ આ સમયે દરેક જગ્યાએ છવાયેલા છે. સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ ચેનલો સુધી દરેક જગ્યાએ તેની ચર્ચાઓ થઈ રહી છે. નોંધપાત્ર છે કે પરાગ અગ્રવાલ હવે ટ્વિટરના નવા CEO હશે. સોમવારે ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સીએ રાજીનામું આપી દીધું હતું. આવી સ્થિતિમાં પરાગને સીટીઓ (ચીફ ટેક્નોલોજી ઓફિસર) પદ પરથી પ્રમોશન આપવામાં આવ્યું અને તે ટ્વિટરના સીઈઓ બની ગયા.

પરાગનું સોશિયલ મીડિયા એકાઉન્ટ આ સમયે અભિનંદનના સંદેશાઓથી ભરેલું છે. દરેક ભારતના આ લાલની સફળતાથી ખુશ છે. આ સાથે જ લોકોની આતુરતા પરાગના અંગત જીવન વિશે જાણવા માટે પણ વધી રહી છે. પરાગ કોણ છે, ક્યાં રહેતા હતા, તેમનું બાળપણ કેવું હતું, તેમણે શું અભ્યાસ કર્યો, તેમની પત્ની કોણ છે, તેમનો પગાર શું છે, આ બધા સવાલ લોકો ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે.

અજમેરના રહેવાસી છે પરાગ: પરાગ આજે જ્યાં છે ત્યાં પહોંચવા માટે તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે. તેમનો પરિવાર મૂળ રીતે રાજસ્થાનના અજમેરનો છે. સાથે જ જવાહરલાલ નેહરુ હોસ્પિટલમાં (JLN) પરાગનો જન્મ 21 મે 1984ના રોજ થયો હતો. અગ્રવાલ સમાજના ભૂતપૂર્વ પ્રમુખ શૈલેન્દ્ર અગ્રવાલ જણાવે છે કે “પરાગનું આખું બાળપણ અજમેરની ગલીઓમાં પસાર થયું છે. આજે તેમણે અજમેર સહિત સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.”

ભાડાના મકાનમાં પસાર થયું બાળપણ: પરાગના દાદા મુનીમ હતા. તે અને તેમનો પરિવાર અજમેરના ધાન મંડી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. આ ભાડાનું ઘર ખૂબ નાનું હતું. જોકે તેમાં દરેક ખૂબ પ્રેમથી રહેતા હતા. પરાગનો અજમેર સાથે દિલનો સંબંધ છે. તેમણે તેમના બાળપણની તમામ યાદો અહીં સંગ્રહ કરી છે.

સંઘર્ષો દ્વારા મેળવી સફળતા: આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પરાગના ભાડાના ઘરની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે પરાગ કેવી રીતે એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારની જેમ જીવતા હતા. ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે આ નાનકડા ઘરમાં રહેતો બાળક એક દિવસ અમેરિકાની મોટી કંપનીનો CEO બની જશે.

અજમેરના લોકોને છે ગર્વ: આ ઘરના જૂના મકાનમાલિક અવિનાશ ગોયલ જણાવે છે કે પરાગના દાદા-દાદી અને માતા-પિતા આ ભાડાના મકાનમાં રહેતા હતા. અહી આસપાસ રહેતા લોકોએ પરાગની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અહીં જન્મેલું બાળક આટલી મોટી ઉંચાઈ પર પહોંચી ગયું છે. અમને આ વાતની ખૂબ ખુશી છે. તેમણે અજમેર અને દેશનું નામ રોશન કર્યું છે.

પરાગ અગ્રવાલના પિતા રામગોપાલ અગ્રવાલની નોકરી મુંબઈમાં બીએમઆરસી માં હતી. આ કારણે તે પરાગ અને પત્ની સાથે મુંબઈ શિફ્ટ થઈ ગયા હતા. અહીં જ પરાગે શાળા અને કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો. તે IIT બોમ્બેના વિદ્યાર્થી છે. પછી વધુ અભ્યાસ માટે તે અમેરિકા ગયા. અહીં તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. સાથે જ મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી પીએચડી કર્યું છે. ટ્વિટર તેમણે 2011 માં જોઈન કર્યું હતું. સાથે જ 2017 માં તે કંપનીના સીટીઓ બન્યા હતા. અને હવે તે 2021માં સીઈઓ બનવા જઈ રહ્યા છે.