કરોડો રૂપિયા હોવા છતાં પણ પંકજ કપૂરે ખૂબ જ સિમ્પ્લ રીતે કર્યા પુત્રીના લગ્ન, ભાઈ શાહિદ થયા ઈમોશનલ, જુવો તસવીરો

બોલિવુડ

શાહિદ કપૂરની સાવકી બહેન અને દિગ્ગ્ઝ કલાકાર પંકજ કપૂરની પુત્રી સનાહ કપૂર લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે 2 માર્ચના રોજ મહાબળેશ્વરમાં મયંક પાહવા સાથે સાત ફેરા લીધા. મયંક પાહવા બોલિવૂડ અભિનેતા મનોજ પાહવા અને સીમા પાહવાના પુત્ર છે. આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

દુલ્હન બનીને ખૂબ જ સુંદર લાગી રહી હતી સનાહ કપૂર: સનાહ કપૂર પોતાના લગ્નમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાનો દુલ્હન ડ્રેસ ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો. તે આ દરમિયાન સ્કાય કલરના લહેંગા-દુપટ્ટા સાથે લાલ રંગનું બ્લાઉઝ પહેરેલી જોવા મળી હતી. તેણે પોતાનો મેકઅપ પણ ખૂબ જ લાઈટ રાખ્યો હતો. તે પોતાના આ લુકમાં એલિગેંટ લાગી રહી હતી.

દૂલ્હાની પણ હતી ગજબ સ્ટાઈલ: સાથે જ દૂલ્હા મયંક પાહવાની વાત કરીએ તો તે બ્લેક કલરના પઠાની કુર્તા-પાયજામા પહેરેલા જોવા મળ્યા હતા. તેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા. આ દરમિયાન મયંક અને સનાહના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહી હતી. બંને તેમના લગ્નથી ખૂબ જ ખુશ હતા. સનાહે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર પણ લગ્નની તસવીરો શેર કરી છે.

ભાઈ શાહિદ કપૂર અને ભાભી મીરા આ સ્ટાઈલમાં મળ્યા જોવા: બહેન સનાહના લગ્નમાં ભાઈ શાહિદ કપૂર અને ભાભી મીરા રાજપૂત અલગ સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. શાહિદ આ દરમિયાન બ્લેક શેરવાનીમાં હતા તો મીરા રાજપૂત સફેદ ડિઝાઈનર સાડીમાં જોવા મળી હતી. શાહિદ અને મીરાની જોડી આ લુકમાં જબરદસ્ત લાગી રહી હતી. મીરા પોતાની નણંદના લગ્નમાં ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી. કહેવાય છે કે મીરા આખા પરિવારને સાથે જોડીને રાખે છે.

શાહિદે કહ્યું- બાળકી ક્યારે મોટી થઈ ગઈ ખબર ન પડી: શાહિદ કપૂરે સોશિયલ મીડિયા પર પણ લગ્નની તસવીરો શેર કરીને બહેન સનાહને અભિનંદન આપ્યા. તેમણે લખ્યું, “સમય કેવી રીતે પસાર થઈ જાય છે ખબર નથી પડતી. હવે સનાહ દુલ્હન બની ગઈ છે. મારી બાળકી ખૂબ જ ઝડપથી મોટી થઈ ગઈ. એક સુંદર અધ્યાય માટે એક ભાવનાત્મક શરૂઆત. ડીયર સનાહ અને મયંક અમે તમને હંમેશા સૂર્યપ્રકાશ અને સારી વાઇબ્સની શુભેચ્છા પાઠવીએ છીએ.”

માસી રત્ના પાઠક અને માસા નસરૂદીન શાહ પણ આવ્યા: પંકજ કપૂર અને સુપ્રિયા પાઠક પણ પુત્રીના લગ્નમાં ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. સાથે જ લગ્નમાં સુપ્રિયા પાઠકની બહેન રત્ના પાઠક અને તેમના પતિ નસરુદ્દીન શાહ પણ આવ્યા હતા. દરેકે લગ્નમાં સાથે ઉભા રહીને કપલ વાળા પોઝ પણ આપ્યા.

લગ્ન રાખ્યા ખૂબ જ સિમ્પલ: સાથે જ લગ્નમાં રત્ના પાઠકના પુત્ર વિવાન શાહ પણ બ્લેક કલરની શેરવાની પહેરીને આવ્યા હતા. તે પણ પોતાની માસેરી બહેનના લગ્નમાં ખૂબ જ ખુશ જોવા મળ્યા. જણાવી દઈએ કે આ લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા. લગ્નમાં માત્ર નજીકના સંબંધીઓ અને ખાસ મિત્રો જ શામેલ થયા હતા. લગ્ન પણ ખૂબ જ સિમ્પલ રાખવામાં આવ્યા હતા. તેમાં કોઈ તડક ભડક ન હતી.