હથેળીમાં ખંજવાળથી લઈને ગરોળી જોવા સુધી, આ 7 ચીજો આપે છે ધન લાભના સંકેત

ધાર્મિક

જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આર્થિક લાભ સાથે જોડાયેલા છે. જો તમને આ સંકેત મળે, તો સમજી લો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર છે અને જીવનમાં પૈસા આવવાના છે. તો ચાલો જાણીએ તે સંકેત વિશે.

કીડીઓનું દેખાવું: કાળા રંગની કીડીઓનું દેખાવું શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો તમારા ઘરમાં કાળા રંગની કીડીઓ નીકળે અથવા કંઈક ખાતી જોવા મળે તો તેનો અર્થ એ છે કે તમને પૈસા મળવાના છે. ઘરમાં કીડીઓનું નીકળવું શુભ માનવામાં આવે છે. જો ઘરમાં કીડીઓ નીકળે છે તો તમે તેને લોટમાં ખાંડ મિક્સ કરીને ખાવા માટે આપો. તેને મારવાની ભૂલ ન કરો.

ચકલીનો માળો: જો ઘરની છત પર ચકલી માળો બનાવે છે, તો સમજી લો કે તમને ધન લાભ થવાનો છે. છત પર માળો હોવો શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ચકલીઓ માળો બનાવે છે. તે ઘરમાં ક્યારેય પૈસાની અછત થતી નથી.

ગરોળીનું દેખાવું: ઘરમાં ગરોળીનું દેખાવું પણ ધન લાભના સંકેત માનવામાં આવે છે. જો ઘરમાં એક સાથે ત્રણ ગરોળી જોવા મળે તો સમજી લો કે ક્યાંકથી પૈસા આવવાના છે અને પૈસાને લઈને ચાલી રહેલી અછત સમાપ્ત થવાની છે. આ ઉપરાંત જો ગરોળી જમીન પર ચાલે તો તે પણ એક સારો સંકેત છે.

હથેળીમાં ખંજવાળ: સતત ઘણા દિવસો સુધી જો હાથની હથેળીમાં ખંજવાળ આવે તો તે આર્થિક લાભ તરફ ઈશારો કરે છે. શાસ્ત્રો મુજબ જો હાથમાં ખંજવાળ આવે તો સમજી લો કે તમારા જીવનમાં પૈસા આવવાના છે.

ગાયનું રોટલી ખાવું: રસ્તામાં જો કોઈ ગાય રોટલી ખાતી જોવા મળે છે, તો તે પણ ધન લાભ સાથે જોડાયેલા સંકેત માનવામાં આવે છે. અચાનક ગાયનું દેખાવું ધન સમસ્યાઓ સમાપ્ત થવાના સંકેત માનવામાં આવે છે.

શંખનો અવાજ: શંખ ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલો માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ઘરમાં શંખ રાખવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ રહે છે. શંખનો અવાજ સાંભળવો આર્થિક લાભના સંકેત છે. સાંજના સમયે શંખનો અવાજ સાંભળવાનો અર્થ એ છે કે તમે ટૂંક સમયમાં ધનવાન બનવાના છો.

ઘુવડનું ઘરમાં આવવું: ઘુવડને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી પૃથ્વીની મુલાકાત લેવા આવે છે, ત્યારે તે ઘુવડ પર સવારી કરે છે. તેથી ઘરમાં ઘુવડનું આગમન માતા લક્ષ્મીના આગમનના સંકેત છે, અને જે ઘરમાં રાતના સમયે ઘુવડ આવે છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આવા ઘરમાં ક્યારેય પૈસાની અછત થતી નથી અને અપાર સંપત્તિ મળે છે. આ ઉપરાંત સ્વપ્નમાં સાવરણી, વાંસળી, હાથી, શંખ, ગરોળી, સાપ, ગુલાબ વગેરે દેખાય તો તે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મળવાના સંકેત માનવામાં આવે છે.