ટીવીની દુનિયાની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારીને કોણ નથી ઓળખતું. શ્વેતાએ પોતાની કારકિર્દીમાં ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે ઘણી ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જણાવી દઈએ કે, શ્વેતા પોતાની કારકિર્દીમાં એક મોટું સ્થાન મેળવવામાં સફળ રહી પરંતુ તેનું અંગત જીવન ખૂબ જ મૂંઝવણ ભરેલું રહ્યું. તેણે પોતાના જીવનમાં બે વખત છૂટાછેડાની પીડાનો સામનો કર્યો છે. હવે આવી સ્થિતિમાં શ્વેતા તિવારીનું કહેવું છે કે તેની પુત્રી પલક તિવારી લગ્ન ન કરે તો સારું. આ ઉપરાંત પણ શ્વેતા તિવારીએ પોતાના અંગત જીવન વિશે ઘણી વાતો કરી. ચાલો જાણીએ શ્વેતાએ શું કહ્યું?
બે વખત છૂટાછેડા થવા પર તૂટી ચુકી હતી શ્વેતા: જણાવી દઈએ કે, શ્વેતા તિવારીએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં વર્ષ 1998માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેમના ઘરે એક પુત્રીનો જન્મ થયો, જેનું નામ પલક તિવારી છે. પરંતુ વર્ષ 2012માં તેણે પોતાના લગ્ન તોડી નાખ્યા. ત્યાર પછી શ્વેતા એ પોતાની પુત્રી સાથે નવું જીવન શરૂ કર્યું. આ દરમિયાન તેના જીવનમાં અભિનેતા અભિનવ કોહલી આવ્યો.
ત્યાર પછી આ કપલ એ વર્ષ 2013માં લગ્ન કર્યા હતા. અને પછી તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો જેનું નામ રેયાંશ છે. પરંતુ વર્ષ 2019 સુધીમાં તેમની વચ્ચેનો સંબંધ બગડી ચુક્યો હતો. આવી સ્થિતિમાં આ બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો. શ્વેતાના બંને લગ્ન સફળ ન થઈ શક્યા. આવી સ્થિતિમાં તેમણે પોતાની પુત્રી પલક તિવારીને લગ્ન ન કરવાની સલાહ આપી.
તૂટેલા લગ્ન પર શ્વેતાનું નિવેદન: તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન શ્વેતા તિવારીએ પોતાના તૂટેલા લગ્નો વિશે વાત કરતા કહ્યું કે, “મેં મારા પહેલા લગ્નને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, કારણ કે મારો ઉછેર એવો હતો કે બધું જ સમજીને ચાલવું જોઈએ. જોકે બીજા લગ્નમાં મેં સમય બગાડ્યો નહિં. હું જાણતી હતી કે ખરાબ થઈ ગયું છે તો ખરાબ જ થવાનું છે. હું લાખ પ્રયત્નો કર્યા પછી પણ તેને બચાવી શકીશ નહીં. એક પોઈન્ટ પછી, મેં તેને સમાપ્ત કરવાનું નક્કી કર્યું.”
મેં એક ક્ષણ માટે પણ વિચાર્યું ન હતું કે લોકો શું કહેશે. જો હું પોતે કમાઈ શકું છું તો હું તેની સાથે ઠીક છું. લોકો મારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફથી એંટરટેન થઈ શકે છે. જ્યારે તમારા લોકોની વિચારસરણીને મહત્વ નથી આપતા, તો તેમનામાં એટલી હિંમત નથી હોતી કે તે તમારી પાસે આવીને કંઈ પણ પૂછી શકે.”
આટલા માટે આપી પોતાની પુત્રીને લગ્ન ન કરવાની સલાહ: પોતાની પુત્રી પલક તિવારી માટે શ્વેતા તિવારીનું કહેવું છે કે, “હું લગ્નમાં વિશ્વાસ કરતી નથી. અહીં સુધી કે મેં મારી પુત્રીને પણ લગ્ન ન કરવાની સલાહ આપી છે. આ તેનું જીવન છે અને હું તે નક્કી નથી કરતી કે તે તેને કેવી રીતે જીવે. પરંતુ હું ઈચ્છું છું કે કોઈપણ પગલું ભરતા પહેલા તે સારી રીતે વિચાર કરે. માત્ર એટલા માટે કે તમે રિલેશનશિપમાં છો, તેને લગ્નમાં બદલવાની જરૂર નથી. જીવનમાં લગ્ન કરવા ખૂબ જરૂરી છે અને લગ્ન વગર જીવન કેવી રીતે ચાલશે, એવું ન થવું જોઈએ. કહેવાનો અર્થ એ છે કે દરેક લગ્ન ખરાબ નથી હોતા. મારા ઘણા મિત્રો છે જેઓ સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે અને હું તેમના માટે ખુશ છું. પરંતુ મેં એવા ઘણા મિત્રો પણ જોયા છે જેઓ તેમના લગ્નજીવનમાં સમાધાન કરીને ચાલી રહ્યા છે, જે તેમના અને તેમના બાળકો માટે યોગ્ય નથી.”
શ્વેતાએ આગળ કહ્યું કે, “હું મારી પુત્રીને કહેવા ઈચ્છું છું કે તે કરો, જે તને ખુશી આપે. પરંતુ તેને સમાજના દબાણમાં ન કરો. તમે તેને તક પર છોડી શકતા નથી. કારણ કે જે યોગ્ય નથી તે ત્યારે પણ યોગ્ય રહેશે નહીં, અને તે વધુ ખરાબ પણ હોઈ શકે છે.”