શ્વેતા તિવારીની પુત્રી પલકે ઈંસ્ટા એકાઉંટ કર્યું ડિલીટ, સોશિયલ મીડિયાથી થઈ ગઈ દૂર, જાણો કારણ

બોલિવુડ

આ દિવસોમાં ટીવીની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી ખૂબ જ ચર્ચાનો વિષય બનેલી છે. તેનું કારણ તેની પર્સનલ લાઈફમાં થયેલી ઉથલ-પાથલ છે. હવે આ વખતે તે હેડલાઇન્સમાં એટલા માટે છે કારણ કે તેમની પુત્રી પલક તિવારીએ તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કર્યું છે. જણાવી દઈએ કે સોશ્યલ મીડિયા પર પલકના ઘણા ફોલોવર્સ છે. તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી.

પલકના ચાહકો દરરોજ તેના નવા વિડિઓની રાહ જોતા રહે છે. તેની દરેક તસવીર અને વિડિઓને આવતાની સાથે જ હજારોમાં લાઈક અને વ્યૂઝ મળે છે. હવે અચાનક પોતનું ઈંસ્ટા એકાઉંટ બંધ કરવાને કારણે ચાહકોને ઓટો ઝટકો લાગ્યો છે. પરંતુ એક અલગ એકાઉંટ દ્વારા પલક તિવારી સોશિયલ મીડિયા પર જોવા મળે છે. પરંતુ તેનુ આ એકાઉંટ પ્રાઈવેટ છે. જણાવી દઇએ કે તેની માતા શ્વેતા તિવારી પણ તેના આ પ્રાઈવેટ એકાઉન્ટને ફોલો કરે છે.

@palaktt નામના આ પ્રાઇવેટ એકાઉંટને માત્ર તેની માતા જ નહિં પરંતુ અભિનેતા ઇરફાન ખાનના પુત્ર બાબિલ ખાન અને અભિનેત્રી સુષ્મિતા સેનની પુત્રી રેની સેન પણ ફોલો કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે પલક તિવારીએઆ પગલું તેની માતા શ્વેતા તિવારી અને તેના પતિ અભિનવ કોહલી વચ્ચે ચાલી રહેલી લડાઇને કારણે ભર્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા ઘણા દિવસોથી શ્વેતાના પતિ અભિનવ કોહલી તેના પર પોતાના પુત્રને હોટલમાં છુપાવવાનો આરોપ લગાવી રહ્યા છે. અભિનવ કોહલીએ એક વીડિયોમાં જણાવ્યું હતું કે શ્વેતા મારા પુત્રને કોઈ હોટલના રૂમમાં મૂકીને કેપટાઉન ચાલી ગઈ છે. જણાવી દઈએ કે શ્વેતા તિવારી હાલમાં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં છે, જ્યાં તે ખતરો કે ખિલાડી 11 ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સમય દરમિયાન તે સતત પોતાના પતિના આરોપોનો જવાબ આપી રહી છે.

અભિનવ કોહલીના આરોપ પછી શ્વેતાએ તેના જવાબમાં એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. તેણે જે વીડિયો શેર કર્યો હતો તેમાં, તેનો પતિ તેની પાસેથી બાળક છીનવતા જોવા મળી રહ્યો છે. આ વીડિયો પછી ઘણા સેલેબ્સ શ્વેતાના સપોર્ટમાં આવ્યા હતા. સાથે જ અભિનવ કોહલીની ધરપકડ કરવાની માંગ પણ કરી હતી. અભિનવ કોહલીએ ત્યાર પછી કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.