ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી આજકાલ સ્ટંટ શો ‘ખતરો કે ખિલાડી 11’ ને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા પોતાના પતિ અભિનવ કોહલી અને પુત્રને કારણે પણ ચર્ચામાં હતી. આટલું જ નહીં, જ્યારે શ્વેતા તિવારી અને તેના પતિ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, તે દરમિયાન શ્વેતાની પુત્રી પલક તિવારીએ તેનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કર્યું હતું, પરંતુ હવે તે પરત ફરી ચુકી છે. તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો ગરમ કરતા જોવા મળી રહી છે.
ટીવી દુનિયા કરતા વધારે પર્સનલ લાઇફને કારણે સમાચારોમાં રહેલી શ્વેતા તિવારીની પુત્રી પલક હવે ઈંટરનેટ પર પોતાના હૂસ્નના જાદૂથી આગ લગાવી રહી છે. જેને જોઈને સારા-સારા પીગળી જાય છે. જણાવી દઈએ કે આ દિવસોમાં શ્વેતા તિવારી “ખતરો કે ખિલાડી 11” શોમાં ભાગ લેવા માટે કેપટાઉનમાં છે અને ત્યાં શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ તેની પુત્રી પલક તિવારી હોટ અને સુંદર તસવીરોના કારણે ઈન્ટરનેટ પર છવાયેલી છે.
જણાવી દઈએ કે પલક તિવારીની પહેલી ફિલ્મ ‘રોઝી – ધ સૈફ્રોન ચેપ્ટર’ આ મહિને રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા જ તે જબરદસ્ત રીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. પલક તિવારી સોશિયલ મીડિયા પર એક પછી એક અનેક તસવીરો શેર કરી રહી છે. જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટ કેરી કરતા જોવા મળી રહી છે. ત્યાર પછી ચાહકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. જણાવી દઈએ કે પલક તિવારીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 4.59 મિલિયન ફોલોઅર્સ છે.
પલક તિવારીના સ્ટાઇલિશ આઉટફિટવાલા લુકને જોઇને લોકો અલગ-અલગ પ્રકારની કમેંટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો કમેંટમાં કહી રહ્યા છે કે, “માતાથી પણ આગળ”, તો કેટલાક લોકો લખી રહ્યા છે કે, “નજર હટી રહી નથી.” તો એક વ્યક્તિએ કહ્યું છે કે, “તમને જોઈને હું મીણબત્તીની જેમ પીગળી રહ્યો છું.” જણાવી દઈએ કે આ તસવીરોમાં પલકનો બોલ્ડ લૂક જોઈને ચાહકો તેના દિવાના બની ગયા છે.
જણાવી દઈએ કે પલક તિવારીએ આ ફોટો હાલના સમયમાં ફોટોશૂટ કરાવ્યો છે. જેમાં તે અલગ અલગ તસવીરોમાં અલગ અલગ સ્ટાઇલમાં પોઝ આપતા જોવા મળી રહી છે. જો પલક તિવારીના ડેબ્યૂ વિશે વાત કરીએ તો તેમની આવનારી ફિલ્મને વિશાલ મિશ્રા એ નિર્દેશિત કરી છે, જ્યારે વિવેક ઓબેરોય, પ્રેરણા વી અરોરા એ તેને પ્રોડ્યૂસ કરી છે.
પલકની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો પલક શ્વેતા તિવારી અને તેના પહેલા પતિ રાજા ચૌધરીની પુત્રી છે. શ્વેતા અને રાજાના લગ્ન 1998 માં થયા હતા અને પલકનો જન્મ ઓક્ટોબર 2000 માં થયો હતો. લગ્નના 7 વર્ષ પછી 2007 માં શ્વેતાએ રાજા ચૌધરી પર ઘરેલું હિંસાનો આરોપ લગાવીને છૂટાછેડા નોંધાવ્યા હતા. 2013 માં શ્વેતાએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતા અને નવેમ્બર, 2016 માં તેમના પુત્ર રેયંશનો જન્મ થયો હતો.
રિપોર્ટ્સ મુજબ રેયંશના જન્મના એક વર્ષ પછી શ્વેતા અને અભિનવના સંબંધોમાં અણબનાવ આવ્યો હતો. 2019 માં શ્વેતાએ આરોપ લગાવ્યો હતો કે અભિનવ તેના અને તેની પુત્રી પલક સાથે મારપીટ કરે છે. ત્યાર પછી અભિનવને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જોકે પછી પલકે સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા કરી હતી કે અભિનવે તેને ફિઝિકલી નહિં, પરંતુ વર્બલી
એબ્યૂઝ કરી.