વિરાટ કોહલી ની દીવાની છે આ પાકિસ્તાની ક્રિકેટરની પત્ની, અનુષ્કા શર્માથી પણ છે ખૂબ જ સુંદર

રમત-જગત

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની આખી દુનિયા દીવાની છે. માત્ર ભારત જ નહિં પરંતુ વિદેશમાં પણ વિરાટ કોહલીને પસંદ કરનારાની સંખ્યા કરોડોમાં છે. વિરાટ કોહલી તેની શ્રેષ્ઠ રમત અને કેપ્ટનશિપના કારણે ક્રિકેટની દુનિયા પર રાજ કરી રહ્યો છે. તેના જલવા કંઈક એવા છે કે આજના સમયનો કોઈ પણ ક્રિકેટર ઘણી મોટી બાબતોમાં વિરાટની આસપાસ પણ નથી જોવા મળતા.

ભારતીય કેપ્ટનના ચાહકોના લિસ્ટમાં એક નામ પાકિસ્તાની ક્રિકેટરની પત્નીનું પણ છે. નોંધપાત્ર વાત એ છે કે વિરાટને આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. દુનિયાના ઘણા દેશ સાથે વિરાટની લોકપ્રિયતા પાકિસ્તાનમાં પણ ગજબની છે અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમના બોલર હસન અલીની પત્ની પણ વિરાટની દીવાની છે.

હસન અલીની પત્ની લુકમાં કોઈ બોલિવૂડની સુંદર અભિનેત્રીથી ઓછી નથી. જણાવી દઈએ કે હસન અલીની પત્નીનું નામ શામિયા આરઝૂ છે અને શામિયા આરઝૂ ભારતની પુત્રી છે. શામિયાના લગ્ન હસન અલી સાથે ઓગસ્ટ 2019માં થયા હતા, શામિયા હરિયાણાના નૂંહ જિલ્લાની છે.

ઘણીવાર સોશિયલ મીડિયા પર હસન અલીની બેગમ એટલે કે શામીયા આરઝૂ ચર્ચામાં રહે છે. તેનું ચર્ચામાં રહેવાનું કારણ તેની સુંદરતા છે. હસન અલીની પત્ની વિરાટ કોહલીને ખૂબ પસંદ કરે છે. શામિયા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની ખૂબ મોટી ચાહક હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે શામિઆના પતિ હસન ભારતની વિરુદ્ધ ચૈમ્પિયંસ ટ્રોફી, એશિયા કપ અને વર્લ્ડ કપ હેવી મોટી ટૂર્નામેંટ્સમાં બોલિંગ કરી ચુક્યા છે.

જણાવી દઈએ કે માત્ર હસન અલી જ નહીં તેમના ઉપરાંત અન્ય ઘણા ક્રિકેટરોએ ભારતની છોકરી સાથે લગ્ન કર્યા છે અને તેઓ ભારતના જમાઈ કહેવાયા. પાકિસ્તાનના પ્રખ્યાત બેટ્સમેન શોએબ મલિકે વર્ષ 2010 માં ભારતની ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. સાથે જ તેના સમયના શ્રેષ્ઠ ક્રિકેટર મોહસીન ખાને બોલીવુડની અભિનેત્રી રીના રોય સાથે લગ્ન કર્યા હતા, પરંતુ પછી બંનેએ છુટાછેડા લઈને સંબંધનો અંત કરી લીધો હતો.

હસન અલીની ક્રિકેટ કારકીર્દિ: 27 વર્ષીય હસન અલી પાકિસ્તાનનો શ્રેષ્ઠ બોલર છે. તેની અત્યાર સુધીની ક્રિકેટ કારકીર્દિ ખૂબ સારી રહી છે. અત્યાર સુધી હસન અલી પાકિસ્તાન માટે 103 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યા છે અને તેણે કુલ 188 વિકેટ લીધી છે. 13 ટેસ્ટ મેચોમાં તેમના નામે 57 વિકેટ છે. સાથે જ 54 વનડેમાં તેણે 83 બેટ્સમેનનો શિકાર કર્યો છે. જ્યારે 36 ટી -20 મેચોમાં હસન અલીએ 48 બેટ્સમેનને આઉટ કર્યા છે.

બીજી બાજુ, જો આપણે વિરાટ કોહલીની ક્રિકેટ કારકીર્દિની વાત કરીએ તો તેની ક્રિકેટ કારકીર્દિ રેકોર્ડ્સથી ભરેલી છે. તેણે ક્રિકેટ મેદાન પર એકથી એક ચઢિયાતા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તે ત્રણેય ફોર્મેટમાં ભારતના કેપ્ટન છે અને ત્રણેય ફોર્મેટમાં કુલ 22 હજારથી વધુ રન બનાવ્યા છે. તે ભારત માટે અત્યાર સુધીમાં 436 થી વધુ મેચ રમી ચુક્યા છે. તેના નામે કુલ 70 સદી છે, જે સચિન તેંડુલકર પછી વિશ્વની સૌથી વધુ સદી છે.