બોલીવુડ અભિનેત્રી કરતા પણ વધારે સુંદર છે આ 7 પકિસ્તાની ક્રિકેટર્સની પત્નીઓ, જુવો તેની સુંદર તસવીરો

રમત-જગત

બોલિવૂડ અભિનેત્રિની સુંદરતાની ચર્ચાઓ દેશ-વિદેશમાં થાય છે. તેના લાખો ચાહકો છે. પરંતુ તેમની સુંદરતાને પાકિસ્તાની ક્રિકેટરોની પત્નીઓ ઘણી હદ સુધી ટક્કર આપે છે. તેની સુંદરતા જોઈને તમે બોલીવુડ અભિનેત્રીની સુંદરતાને ભૂલી જશો. આજે અમે તમને પાકિસ્તાન ટીમના ક્રિકેટરોની પત્નીઓની તસવીરો બતાવીએ છીએ. તમે તેને જોઈને બસ જોતા જ રહેશો.

મો. આમિરની પત્ની નરગિસ: મોહમ્મદ અમીર પાકિસ્તાન ક્રિકેટ ટીમનો શ્રેષ્ઠ ફાસ્ટ બોલર છે. તે એક ડાબા હાથના બોલર છે. આ ખેલાડી પર સ્પોટ ફિક્સિંગનો આરોપ પણ લાગ્યો છે. આ કારણે તે લાંબા સમય સુધી પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમની બહાર પણ રહ્યો હતો. પરંતુ જ્યારે તેની પર્સનલ લાઇફની વાત કરવામાં આવે ત્યારે તેની બેગમ નરગીસ લૂકની બાબતમાં ખૂબ જ સુંદર છે. નરગિસ લુકની બાબતમાં બોલીવુડ અભિનેત્રીને પણ ટક્કર આપે છે.

વહાવ રિયાઝ અને ઝૈનબ ચૌધરી: પાકિસ્તાનના ફાસ્ટ બોલર વહાબ રિયાઝને કોણ નથી ઓળખતું? ગયા વર્ષે જ વહાબે ટી -20 ક્રિકેટમાં 300 વિકેટ ઝડપીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. વહાબની પત્નીનું નામ ઝૈનબ ચૌધરી છે. ઝૈનબનેજો તમે એકવાર જોશો, તો તમે બસ તેને જોતા જ રહી જશો. ઝૈનબ તેના શોહર સાથે ઘણીવાર તેમની મેચ જોવા જાય છે. આ બંને એ વર્ષ 2013 માં લગ્ન કર્યા હતા.

ઇમાદ વસીમ અને સાનિયા અશ્ફાક: પાકિસ્તાનના મુખ્ય ઓલરાઉન્ડર ખેલાડી ઇમાદ વસીમ છેલ્લી વખત ડિસેમ્બર 2020 માં પાકિસ્તાન માટે ટી 20 મેચ રમતા જોવા મળ્યા હતા. જોકે ટૂંક સમયમાં તે પીએસએલમાં પણ રમતા જોવા મળશે. ઇમાદ પાકિસ્તાન સુપર લીગમાં કરાચી કિંગ્સના કેપ્ટન છે. ઇમાદની પત્નીનું નામ સાનિયા અશ્ફાક છે. જે ઘણીવાર તેના પતિને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં જોવા મળે છે. જે ખૂબ જ સુંદર છે.

અહમદ શહઝાદ અને સના મુરાદ: પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર અહમદ શહજાદને પાકિસ્તાનના વિરાટ કોહલી પણ માનવામાં આવે છે. ક્રિકેટના મેદાન પર જ્યારે તે બેટ લઇને ઉતરે છે, ત્યારે દરેકની નજર તેના પર ટકી રહે છે. તે સામેના મોટામાં મોટા બોલરને ધોઈ નાખે છે. રિયલ લાઈફમાં પણ તે પોતાની પત્ની માટે પ્રખ્યાત છે. તેની પત્ની ખૂબ જ સુંદર છે. દરેક તેની સુંદરતાના ચાહક છે. અહેમદે સના મુરાદ સાથે લગ્ન કર્યા છે. સનાના જલવા આખા પાકિસ્તાનમાં જોવા મળે છે.

સરફરાઝ અહમદ અને સૈયદા: પાકિસ્તાનની ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર – બેટ્સમેન સરફરાઝ અહમદ તેની શ્રેષ્ઠ બેટિંગ માટે જાણીતા છે. સરફરાઝ એ 2015 માં સૈયદા સાથે લગ્ન કર્યા હતા. સરફરાઝની પત્ની ખૂબ જ સુંદર છે.

અઝહર અલી અને નાયલા: અઝહર અલી પાકિસ્તાનના એવા સ્ટાર બેટ્સમેન છે જે ભારતના ખેલાડીઓની પ્રશંસા કરે છે. અઝહર રિયલ લાઈફમાં પણ ખૂબ જ સારો વ્યક્તિ છે. અઝહરની પત્ની નાયલા અઝહર ખૂબ જ સુંદર છે.

શોએબ મલિક અને સાનિયા મિર્ઝા: પાકિસ્તાન ક્રિકેટર શોએબ મલિકની પત્નીને તો દુનિયા જાણે છે. શોએબે ઈંડિયન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે લવ મેરેજ કર્યા હતા. બંનેએ વર્ષ 2010 માં લગ્ન કર્યા હતા. સાનિયાની સુંદરતા વિશે બધા જ જાણે છે. આટલું જ નહીં સાનિયાને ઘણી ફિલ્મોની ઓફર પણ મળી ચુકી છે. તેના જીવન પર બાયોપિક માટેની તૈયારીઓ ચાલી રહી છે.